________________
૬૦
સમયસાર સિદ્ધિ ભાગ-૪ ભગવાન નિર્મળાનંદમાં એ રાગ મળ છે, એ મેલપણે અનુભવાય છે. બહુ સારી ગાથા છે. તેથી તે અશુચિ છે. એ પુણ્ય ને પાપના ભાવ અશુચિ છે, અપવિત્ર છે. પંચમહાવ્રતના પરિણામ એ રાગ છે એ અશુચિ છે, એ અપવિત્ર છે, મેલપણે અનુભવાય છે તે. આહાહાહા ! (શ્રોતાઃ- આપ ચોખ્ખું કરો છો ને એટલે જરી રાડ પડે છે) એ વિના પકડાય નહિ ને. અરેરે ! આ બધું સાંભળી સાંભળીને કાન ફૂટી ગયા'તા એક તો દુકાનના ધંધા ને બાઈડી છોકરાના પાપ એમાં સાંભળવા જાય તો ઓલો હવે સંભળાવે કુગુરુ, શ્રીમદ્ કહે છે કલાક મળે સાંભળવા જાય ત્યાં કુગુરુ લુંટી ત્યે વ્રત કરો ને અપવાસ કરો કે તમારે કલ્યાણ થશે, લુંટી નાખે લૂંટારા. આહાહાહા ! સમજાણું કાંઈ? શ્રીમદ્દ એમ કહે છે. આહાહા !
શ્રીમદ્ એક ફેરી શ્રીમન્ને કોઈ બોલતું'તું અવગુણ એનો અમુક શ્રીમદ્દો એ ચુડામાં હતા રાયચંદ દોશી, રાયચંદ દોશી હતા, ઘણાં વૃદ્ધ (શ્રોતા- આપે જોયેલા) રાયચંદ દોશીને જોયેલા અમે તો આંહી અમે ૭૧ માં ચુડા આવ્યા'તા પહેલાં, એ પહેલાં તો હું ૬૯ માં ચુડા ગયેલો, ગુલાબચંદજી ત્યાં હતા ૬૯ની સાલ, ગુલાબચંદજી હતા એ ઓલી છે ને માર્કેટ બજારમાં નહિ! મકાનમાં? હેઠે શાકભાજી ને ઉપર ત્યાં ઉતર્યા'તા, ૬૯ ની સાલ ચુડા ગયેલો પહેલાં વહેલા તેદિ' સૌભાગ્યચંદડાકટર હતા. આ તો ઘણાં વરસની વાતું છે. ૬૯ હેં? ૬૬ વર્ષ પહેલાં, પછી ફરીવાર ગયેલા ૭૧માં દીક્ષા લઈને ગયેલા તે પછી ત્યાં ગુલાબચંદભાઈ વોરા હતા, તેણે બાધા લીધી'તી બ્રહ્મચર્યની-જાવજીવની અને એનો બાપ હતા, ૭૧ની વાત છે દીક્ષા લઈને ગયેલા.
આંહી તો કહેવું છે કે એ રાગ છે એ મેલ છે અશુચિ છે, ઓલા સૌભાગ્યભાઈ હતો તે આમ હુતો ઓલો, એનો એક દિકરો મરી ગયેલો, પણ છતાં કોઈને રોવા ન દે, ભગવાન ભગવાન કરો છતાંય એ તો બધો શુભભાવ છે. આહાહા ! સમજાણું કાંઈ ? પણ તેદિ' એને ધર્મ માનતા. સૌભાગ્યભાઈ હતા બહાર દવાખાને, ઘણાં વર્ષો થઈ ગયા ૬૬ વર્ષ. આહાહા! અરે ભગવાન શું કરે પ્રભુ પરમાત્મા જિનેશ્વરદેવનો આ પોકાર છે પ્રભુ તને પુષ્ય ને પાપના ભાવ જે થાય છે, એ મેલપણે અનુભવાય છે અને આત્માના કહેવા એ કેમ કહેવાય બાપુ? એ કહે છે જુઓ, એ અશુચિ છે ને અપવિત્ર છે. આહાહાહા!
હવે આવ્યું. ભગવાન આત્મા ! આમ જુઓ ભાષા તો જુઓ આત્મા અંદર જે છે તેને અહીં ભગવાન તરીકે બોલાવ્યો છે. એ પુણ્યના પરિણામને અશુચિ ને મેલ બતાવીને, ભગવાન અંદર જે આત્મા એનાથી ભિન્ન છે. અરે! ભગવાન આત્મા તો, આચાર્ય મહારાજ સંત દિગંબર આત્મધ્યાની જ્ઞાની, અનુભવી જંગલમાં વસનારા સંત છે આ, એ એમ કહે છે કે ભગવાન આત્મા તો, ભાઈ તને જે પુણ્યના પરિણામ થયા દયા, વ્રત, ભક્તિ આદિ એ તો મેલ છે અને આ ભગવાન આત્મા તો, એનાથી ભિન્ન છે એ આસ્રવથી ભિન્ન છે નવતત્ત્વ છે ને? એમાં આ પુણ્ય-પાપનો ભાવ એ આસ્રવ છે ને આત્મા, આત્મા જીવ જ્ઞાયક તેથી ભિન્ન છે. આહાહાહા!
“આત્મા” ભગવાન આત્મા તો સદાય અતિ નિર્મળ, એમ કેમ ભાષા વાપરી? કે પુણ્યપાપનો ભાવ તો ક્ષણિક છે, મેલ છે, મેલપણે અનુભવાય છે, ત્યારે આ તો ભગવાન સદા અતિ નિર્મળ, ત્રિકાળ નિર્મળ છે. આહાહા ! સમજાણું કાંઈ ? ભગવાન આત્મા તો, સદાય, ઓલું પુણ્ય ને પાપના ભાવ ક્ષણિક છે, અશુચિ છે, વર્તમાન પુરતા છે મેલ. અને ભગવાન આત્મા તો સદા