________________
ગાથા-૦૨
૫૯
પાપના ભાવ મળ છે, મેલપણે અનુભવાય છે, એમ કહે છે. ભારે વાતું. પંચમહાવ્રતના પરિણામ ને બારવ્રતના ભાવ એ બધો વિકલ્પ છે, રાગ છે, મળ છે, મેલ છે, મેલપણે અનુભવાય છે કહે છે. આહાહાહા !
ક્યાં માણસને રખડતા બિચારા ચાર ગતિમાં પ્રાણી. અરેરે ! માણસપણું થયું ને મરીને જશે ઢો૨માં કેટલાંક તો, કા૨ણકે ધર્મ શું છે એ હજી સાંભળવા મળ્યો નથી. આહાહા !
આંહી કહે છે પ્રભુ એક વાર સાંભળ, તારો નાથ આત્મા જે છે એમાં જે આ પુણ્યના પરિણામ ઊઠે છે, દેખાય છે, તે મેલ છે હોં. આહાહાહા ! હવે અહીંયા એ એને ધર્મ માને, હૈં ? આવી દ્રષ્ટિની ઊંધાઈને વિપરીતતા, જેના ફળ નિગોદ છે, એક શ૨ી૨માં અનંતા જીવ, એમાં એ નિગોદમાં વાસ કરે છે અનાદિથી. એ મેલપણે અનુભવાતા હોવાથી અશુચિ છે, કોણ ? એ શુભઅશુભભાવ અને અશુભ તો ઠીક પણ આપણે આંહી વધારે વજન શુભમાં છે, હજી તો શુભના ઠેકાણાં નથી એકલા અશુભના પાપમાં પડયા એની તો વાત શું કરવી ? પણ આંહી તો શુભમાં આવ્યો એ પણ અશુચિ ને મેલ છે. આહાહા ! જળમાં જેમ શેવાળ મેલ છે એમ ત્રિલોકનાથ જિનેશ્વરદેવ ઇન્દ્રો અને ગણધરોની સમક્ષમાં ૫૨માત્મા આમ ફરમાવતા હતા. એ આ ભાષા છે. આહાહા !
સીમંધર ભગવાન મહાવિદેહમાં બિરાજે છે એ, એ ત્યાંથી આ વાણી આવી છે. આહાહાહા ! ભગવાન એમ કહે છે. આ આજ્ઞા નથી માગતા સામાયિક ને ઉપવાસ ને આમ સીમંધર સ્વામી પાસે હતી કે દિ' સામાયિક, મિથ્યા છે. તેં ! ( શ્રોતાઃ- આજ્ઞા માગવી એ કાંઈ મિથ્યાત્વ છે?) આજ્ઞા માગવી એ શુભ છે ને શુભમાં ધર્મ માને એ મિથ્યાત્વ છે. આહાહા ! કહો દેવીલાલજી ! બાપુ મારગડા નાથ બહુ જુદા છે ભાઈ. અરેરે ! અત્યારે તો સાંભળવા મળવા મુશ્કેલ પડી ગયા. ભગવાન ત્રણલોકના નાથ સીમંધર પ્રભુ ત્યાં મુનિરાજ આઠ દિ' ગયા હતા. આ કુંદકુંદાચાર્ય, ત્યાંથી લાવીને આ શાસ્ત્ર બનાવ્યા. ભગવાન આમ કહેતા હતા, શ્રોતાને જિજ્ઞાસા, જેને રાગથી ભિન્ન થતાં જ્ઞાનમાત્રથી કર્મ કેમ અટકી જાય, એવી જેને જિજ્ઞાસા છે, એને આ ઉત્ત૨ દેવામાં આવ્યો છે. કેમ એ અટકી જાય છે કર્મ ? કે જળમાં જેમ શેવાળ છે, એમ ભગવાન આત્મા પવિત્રનો પિંડ છે, એમાં એ પુણ્યના પરિણામ મળ અને મેલપણે અનુભવાય છે. મેલપણે છે તેટલી વાત ન લીધી, એ મેલપણે અનુભવાય છે. આહાહાહા !
છે ? મેલપણે અનુભવાતા હોવાથી, કેમ એને અશુચિ કીધા ? આહાહાહાહા ! શું સંતોની દિગંબર મુનિઓની વાણી છે એ કેવળીના કેડાયતો એ કેવળી થવા માટે આ પોકાર છે. આહા..... પ્રભુ એક વાર સાંભળ. આહાહા ! કે જેમ જળમાં શેવાળ મેલ અને મળ છે, મળ અને મેલ છે એમ કહ્યું, એમ ભગવાન આત્મા આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ સિદ્ધ સ્વરૂપી આત્મા પ્રભાવ છે સ્વભાવ છે આત્માનો, કેમ બેસે ? આહાહા ! એ પૈસા પાંચ પચીસ હજાર પેદા થાય, ત્યાં માંડો લાપસી આજ. અરે આવા ગાંડા પાગલ બધાં છે. ( શ્રોતાઃ- પાગલ ને ડાહ્યા બનાવવાના છે ને આપે ) આહાહા ! ડાહ્યા તો આ કરે ત્યારે ડાહ્યા થાય.
આત્મામાં રાગનો ભાવ જે દેખાય છે, પૂજાનો, ભક્તિનો, દયાનો, દાનનો, વ્રતનો, તપનો, વૈયાવચ્ચનો, ભક્તિનો, ભગવાનની સ્તુતિનો એ બધો રાગ છે, ને એ રાગ મળ છે,