________________
ગાથા-૦૨
૫૭
બંધ કે જે અનંત સંસા૨નું કા૨ણ છે તે જ અહીં પ્રધાનપણે વિવક્ષિત (-કહેવા ધારેલો ) છે. અવિરતિ આદિથી બંધ થાય છે તે અલ્પ સ્થિતિ-અનુભાગવાળો છે, દીર્ઘ સંસા૨નું કારણ નથી; તેથી તે પ્રધાન ગણવામાં આવ્યો નથી. અથવા તો આ પ્રમાણે કા૨ણ છેઃજ્ઞાન બંધનું કા૨ણ નથી. જ્યાં સુધી જ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય હતો ત્યાં સુધી તે અજ્ઞાન કહેવાતું હતું અને મિથ્યાત્વ ગયા પછી અજ્ઞાન નથી, જ્ઞાન જ છે. તેમાં જે કાંઈ ચારિત્રમોહ સંબંધી વિકાર છે તેનો સ્વામી જ્ઞાની નથી તેથી જ્ઞાનીને બંધ નથી; કારણકે વિકાર કે જે બંધરૂપ છે અને બંધનું કા૨ણ છે, તે તો બંધની પંક્તિમાં છે, જ્ઞાનની પંક્તિમાં નથી. આ અર્થના સમર્થનરૂપ કથન આગળ જતાં ગાથાઓમાં આવશે.
પ્રવચન નં. ૧૪૯ ગાથા-૭૨
તા. ૨૯/૧૧/૭૮
હવે પૂછે છે કે–“જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે ?” શું કીધું ઈ ? આ આત્મા જ્ઞાન ને આનંદસ્વરૂપ છે, જ્ઞાન–એટલે આ શાસ્ત્રનું જાણવું એ, એ જ્ઞાન નહિ, અંતર પોતે સાકર જેમ ગળપણનો પિંડ છે, એમ આ ભગવાન જ્ઞાન સ્વભાવનો પિંડ છે. એ સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે. એવા સ્વરૂપનું રાગથી ભિન્ન પડીને, સ્વરૂપનું જ્ઞાનનું જ્ઞાન થયું, જ્ઞાન સ્વરૂપ એવો આત્મા તેનું જ્ઞાન થયું, રાગથી ભિન્ન કરીને, અને તે જ્ઞાનમાત્રથી અજ્ઞાન ટળીને કર્મનો બંધ તૂટી જાય છે.
ત્યારે શિષ્ય પૂછે છે, એ જ્ઞાન માત્રથી જ, બસ ? જયાં જ્ઞાન થયું એનાથી જ બંધ અટકી ગયો. જ્ઞાનમાત્રથી જ, રાગના વિકલ્પથી ભિન્ન પડ તું પ્રભુ, એને જ્ઞાન કહેવામાં આવે છે. સંસારના ડહાપણ ને વકીલાતના ને દાક્તરના ને એ જ્ઞાન નથી. એ તો બધું કુશાન છે. જ્ઞાન તો એને પ્રભુ કહે કે, જે જ્ઞાનસ્વરૂપી પ્રભુ ચૈતન્યઘન એને રાગના વિકલ્પથી ભિન્ન પાડી અને જ્ઞાનમાં એકાગ્ર થઈને શક્તિમાંથી વ્યક્તતા જ્ઞાનની પ્રગટ થઈ તેને અહીંયા જ્ઞાન કહેવામાં આવે છે. આહાહાહા!
ભાષા તો સાદી પણ ભાવ તો છે એ છે બાપા. અરેરે ! શિષ્યનો આ પ્રશ્ન છે, કે તમે તો ફક્ત આત્મા છે, રાગથી ભિન્ન, એ વિકલ્પ જે છે શુભ-અશુભ દયા, દાન, વ્રત, પૂજાના, એ ભાવ રાગ છે ને એનાથી પ્રભુ ભિન્ન છે, એવું ભેદજ્ઞાન થયું, અને એ ભેદજ્ઞાન માત્રથી એને કર્મબંધન અટકી ગયું ? તો જ્ઞાન માત્રથી કર્મ અટકી ગયું ? એમ પ્રશ્ન છે. આહાહા !
અરેરે સાંભળવા મળે નહિ એવી વાત છે બિચારા જિંદગીમાં, હૈં? ૫રમાત્માની સત્ય વાત સાંભળવા જ મળે નહીં, એ જિંદગી શું કહેવાય ? ઢોર જેવી જિંદગી છે એ તો. આહાહા! આવી વાત, શિષ્યને જ્યારે એમ કહેવામાં આવ્યું, કહેવામાં એમ આવ્યું ને ત્યારે પ્રશ્ન ઉઠયો ને ? કે જ્યારે આ ભગવાન અંદર સચ્ચિદાનંદ સ્વરૂપ, સત્ય, શાશ્વત જ્ઞાન ને આનંદનો સાગર ભગવાન, જેમાં અતીન્દ્રિય આનંદ જ છલોછલ ભર્યો છે, જેમાં અતીન્દ્રિય જ્ઞાન ભ૨પુ૨ ભર્યું છે, જેમાં શાંતિનો એ સાગર છે. એવા ભગવાન આત્માનું જેને રાગના પરિણામથી ભિન્ન જ્ઞાન થયું, તો એ વસ્તુનું જ્ઞાન થયું, વાસ્તવિક છે એનું જ્ઞાન થયું અને એના જ્ઞાનથી કર્મબંધન અટકી