________________
૫૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ જ છે; ઉજ્વળ જ છે). આસવોને જડસ્વભાવપણું હોવાથી તેઓ બીજા વડે જણાવાયોગ્ય છે (-કારણકે જે જડ હોય તે પોતાને તથા પરને જાણતું નથી, તેને બીજો જ જાણે છે) માટે તેઓ ચૈતન્યથી અન્ય સ્વભાવવાળા છે; અને ભગવાન આત્મા તો, પોતાને સદાય વિજ્ઞાનઘનસ્વભાવપણું હોવાથી, પોતે જ ચેતક (-જ્ઞાતા) છે (-પોતાને અને પરને જાણે છે.) માટે ચૈતન્યથી અનન્ય સ્વભાવવાળો જ છે (અર્થાત્ ચૈતન્યથી અન્ય સ્વભાવવાળો નથી). આસવો આકુળતાના ઉપજાવનારા હોવાથી દુઃખનાં કારણો છે; અને ભગવાન આત્મા તો, સદાય નિરાકુળતા-સ્વભાવને લીધે કોઈનું કાર્ય તેમ જ કોઈનું કારણ નહિ હોવાથી, દુઃખનું અકારણ જ છે (અર્થાત્ દુઃખનું કારણ નથી). આ પ્રમાણે વિશેષ (તફાવત) દેખીને જ્યારે આ આત્મા, આત્મા અને આસવોનો ભેદ જાણે છે તે જ વખતે ક્રોધાદિ આસવોથી નિવૃત્ત થાય છે, કારણકે તેમનાથી જે નિવર્તિતો ન હોય તેને આત્મા અને આસવોના પારમાર્થિક (સાચા) ભેદજ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી. માટે ક્રોધાદિક આસવોથી નિવૃત્તિ સાથે જે અવિનાભાવી છે એવા જ્ઞાનમાત્રથી જ, અજ્ઞાનથી થતો જે પૌગલિક કર્મનો બંધ તેનો નિરોધ થાય છે.
વળી, જે આ આત્મા અને આસવોનું ભેદજ્ઞાન છે તે અજ્ઞાન છે કે જ્ઞાન છે? જો અજ્ઞાન છે તો આત્મા અને આસવોના અભેદજ્ઞાનથી તેની કોઈ વિશેષતા ન થઈ. અને જો જ્ઞાન છે તો (તે જ્ઞાન) આસવોમાં પ્રવર્તે છે કે તેમનાથી નિવત્યું છે? જો આસવોમાં પ્રવર્તે છે તોપણ આત્મા અને આસવોના અભેદજ્ઞાનથી તેની કાંઈ વિશેષતા ન થઈ. અને જો આસવોથી નિવર્યું છે તો જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થયો કેમ ન કહેવાય? (સિદ્ધ થયો જ કહેવાય.) આમ સિદ્ધ થવાથી અજ્ઞાનનો અંશ એવા ક્રિયાનયનું ખંડન થયું. વળી જે આત્મા અને આસવોનું ભેદજ્ઞાન છે તે પણ જો આસવોથી નિવૃત્ત ન હોય તો તે જ્ઞાન જ નથી એમ સિદ્ધ થવાથી જ્ઞાનનો અંશ એવા (એકાંત) જ્ઞાનનયનું પણ ખંડન થયું.
- ભાવાર્થ- આસવો અશુચિ છે, જડ છે, દુઃખનાં કારણ છે અને આત્મા પવિત્ર છે, જ્ઞાતા છે, સુખસ્વરૂપ છે. એ રીતે લક્ષણભેદથી બન્નેને ભિન્ન જાણીને આસવોથી આત્મા નિવૃત્ત થાય છે અને તેને કર્મનો બંધ થતો નથી. આત્મા અને આસવોનો ભેદ જાણ્યા છતાં જો આત્મા આસવોથી નિવૃત્ત ન થાય તો તે જ્ઞાન જ નથી, અજ્ઞાન જ છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે અવિરત સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી પ્રકૃતિઓનો તો આસવ નથી થતો પણ અન્ય પ્રકૃતિઓનો તો આસવ થઈને બંધ થાય છે, તેને જ્ઞાની કહેવો કે અજ્ઞાની? તેનું સમાધાન - સમ્યગ્દષ્ટિ જીવ જ્ઞાની જ છે કારણકે તે અભિપ્રાયપૂર્વકના આસવોથી નિવર્યો છે. તેને પ્રકૃતિઓનો જે આસવ તથા બંધ થાય છે તે અભિપ્રાયપૂર્વક નથી. સમ્યગ્દષ્ટિ થયા પછી પરદ્રવ્યના સ્વામિત્વનો અભાવ છે; માટે, જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય છે ત્યાં સુધી તેના ઉદય અનુસાર જે આસવ-બંધ થાય છે તેનું સ્વામીપણું તેને નથી. અભિપ્રાયમાં તો તે આસવ-બંધથી સર્વથા નિવૃત્ત થવા જ ઇચ્છે છે. તેથી તે જ્ઞાની જ છે.
જ્ઞાનીને બંધ થતો નથી તેમ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે:- મિથ્યાત્વસંબંધી