________________
૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪ ભગવાન આત્મા સર્વજ્ઞ કેવળી જિનેશ્વરદેવ કહે એ હોં, બીજા આત્મા આત્મા કરે વીતરાગ સિવાય એ બધા આત્મા જાણતા નથી. સર્વજ્ઞ જિનેશ્વરદેવ પરમેશ્વરે જે અંદર આત્મા અનંત-અનંત ગુણનો પિંડ પ્રભુ, અંતરની સ્વલક્ષ્મીનો સાગર છે એ. આનંદ, જ્ઞાન, શાંતિ આદિ લક્ષ્મીનો સાગર છે, એને ન માનતા, એને ન સ્વીકારતા રાગની ક્રિયા ને રાગના ફળ તરીકે સંયોગને સ્વીકારે છે એ મૂંઢ મિથ્યાદેષ્ટિ ચાર ગતિમાં રઝળવાનો અભિલાષી છે. આહાહાહા ! આવી વાત છે ભાઈ ! ભાવાર્થમાં ઘણું ગયું. આહાહા !
9 ક્રમબદ્ધની વાત વિચારે તો
બધાં ઝગડા મટી જાય છે અરે ભાઈ ! તું વિચાર તો કર કે તું કોણ છો? તું જ્ઞાનસ્વરૂપ છો. જે થાય તેને જાણ ! તું કરનાર નહિ, જાણનાર છો. ક્રમબદ્ધની વાત વિચારે તો બધાં ઝગડા મટી જાય. પોતે પરદ્રવ્યનો કર્તા તો નથી, રાગનો કર્તા તો નથી, નિર્મળ પર્યાયનો પણ કર્તા નથી, અકર્તા સ્વરૂપ છે. જ્ઞાતાસ્વભાવ તરફ ઢળી જવું તેમાં જ અકર્તાપણાનો મહાન પુરુષાર્થ છે. ખરેખર તો પર્યાયને દ્રવ્ય તરફ વાળવી આ એક જ વસ્તુ છે, એ ખરેખર જૈન દર્શન છે. આહાહા! જૈનદર્શન આકરું બહુ! પણ અપૂર્વ છે અને તેનું ફળ મહાન છે. સિદ્ધ ગતિ એનું ફળ છે. પરનો કર્તા તો નથી, રાગનો કર્તા તો નથી પણ નિર્મળ પર્યાયનો કર્તા નથી. કેમ કે પર્યાય ષકારકથી સ્વતંત્ર પરિણમે છે. એનામાં ભાવ નામની એક શક્તિ છે તેના કારણે પર્યાય થાય જ છે, કરું તો થાય એમ નથી. આહાહા! ભાઈ ! માર્ગ આકરો છે, અચિંત્ય છે, અગમ્ય છે, અગમ્યને ગમ્ય કરાવે એવો અપૂર્વ માર્ગ છે. પર્યાય ક્રમસર થાય છે, દ્રવ્યગુણ પણ એનો કર્તા નહિ –એમ કહીને એકલી સર્વજ્ઞતા સિદ્ધ કરી છે. અકર્તાપણું એટલે કે જ્ઞાતાપણું સિદ્ધ કર્યું છે.
(આત્મધર્મ, અંક ૭૨૬, વર્ષ-૬૦, પાના નં. ૬)