________________
૫૩
ગાથા-૭૧
જેને આવો અંત૨માં, શ૨ી૨થી તો જાદો પ્રભુ આત્મા અંદર, પણ આવી ક્રિયાઓ જે દયા, દાન, વ્રત, પૂજાની જે રાગ છે એનાથી પ્રભુ ાદો છે, તેમ શ૨ી૨, કર્મ, પૈસા એ તો અજીવ તત્ત્વમાં જાય અને આ પુણ્ય-પાપના ભાવ એ આસ્રવ તત્ત્વમાં જાય, ભગવાન આસ્રવ તત્ત્વ અને અજીવ તત્ત્વથી જુદી ચીજ છે અંદર. આહાહાહા ! આવું ક્યારે નવરો પડે માણસ આખો દિ’ પાપમાં પ્રપંચમાં પડયા વેપા૨, વેપાર, વેપાર એકલું પાપ ધર્મ તો કાંઈ નથી પુણ્યેય નથી. આહાહા!
આંહીં કહે છે કે એકવાર એ રાગની ક્રિયા જે અંદર થાય પુણ્યની અને ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે એવી બે વચ્ચેની જુદાઈનું જ્ઞાન થાય, બેની એકતાનું જ્ઞાન તૂટી અને જુદાઈનું જ્ઞાન થાય, ત્યારે રાગની એકતાનું જે અજ્ઞાન હતું એ નાશ થયું. આહાહા ! મારગ આવો પ્રભુ. છે ભાઈ ! અનંત કાળમાં એણે મુનિવ્રત લીધા, પાંચ મહાવ્રત પાળ્યા, ૨૮ મુળગુણ, નગ્નમુનિ હોં, આ વસ્ત્ર સહિત છે એ તો કુલિંગી છે, એ તો લિંગેય નથી ભગવાનનું, આ તો નગ્નમુનિ દિગંબર થયો. પંચમહાવ્રત પાળ્યા, હજારો રાણીનો ત્યાગ કર્યો, પણ એ રાગની ક્રિયા છે એ ધર્મ છે એમ માન્યું એણે. એ રાગથી ભગવાન અંદ૨ નિત્ય નિરાવરણ, નિરાવ૨ણ નિર્લેપ ચીજ અંદર પડી છે, એને એણે જાણી નહીં, એણે એનો આશ્રય લીધો નહીં. તેથી એકત્વબુદ્ધિથી ૨ખડી મર્યો છે ચા૨ ગતિમાં, જેને આવું ભેદજ્ઞાન થાય, ‘તેને એકપણારૂપ અજ્ઞાન મટે' અને અજ્ઞાન મટવાથી કર્મનો બંધ પણ ન થાય, એ સંબંધી જે મિથ્યાત્વ ને અનંતાનુબંધીથી બંધ થાય એ ન થાય. સમજાણું કાંઈ ? આહાહા ! પા કલાક હાલ્યું ગયું કેટલું સ૨સ હતું. હાલ્યું, ગયું માંડ કોક દિ' હોય એને પા કલાક મળે નહીં. આહાહાહા ! ઘણી વાત સરસ ચાલી ગઈ.
“આ રીતે જ્ઞાનથી જ બંધનો નિરોધ થાય છે,” છેલ્લો શબ્દ. આહાહા ! એટલે ? કે આત્મા અંદર જ્ઞાન ને આનંદસ્વરૂપ પ્રભુ એ જે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિનો ભાવ એ રાગ, એ રાગથી ભિન્ન આત્માનું જ્ઞાન થાય, ત્યારે તેને રાગની એકતાનું અજ્ઞાન ટળે અને એકતાનું અજ્ઞાન ટળતા તેને બંધન થાય નહિ. આહાહાહા ! આવી વાત છે. શું થાય ? અનંત કાળથી ૨ખડે છે, ૮૪ના અવતાર, નરક ને નિગોદ કાગડા ને કૂતરા ને કંથવાના ભવો કરી કરીને સોથા નીકળી ગયા છે. આહાહા !( શ્રોતાઃ- અનાદિનું દુઃખ જ ભોગવતો આવ્યો છે ) દુઃખ જ, એકલો દુઃખી છે. આ બધા કરોડોપતિ ને અબજોપતિ બચારા ભિખારા દુઃખી છે. ભિખારી છે, પૈસો મને આપો, આબરૂ મને દો, દિકરા થાવ, માગણ મોટા ભિખારા છે. આહાહા ! અહીં ૫૨માત્મા કહે છે કે એ તો વરાકા, રાંકા, ભિખારી છે. આહાહા !
જેને આ આત્મા અંદર ‘સિદ્ધ સમાન સદા પદ મેરો' એવું જે સ્વરૂપ અંદર છે એમાં અનંતી આનંદ ને જ્ઞાનની લક્ષ્મી પડી છે, એની તો જેને પિપાસા નથી, અને આ ધૂળની બહા૨ની બાયડી છોકરા પૈસા, જે એનામાં નથી, જેમાં એ નથી. હૈં ! ધૂળેય નથી સગપણ માને તો એ અજ્ઞાન છે, કોની હારે સગપણ કર્યું છે? આંહી તો સમકિત સાથે સગપણ કર્યુ, નિજ પરિવાર થયું ગાઢું. આહાહા !