________________
૫૧
ગાથા-૭૧
แ
જાય છે. છે છેલ્લે ? “જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે.” આહાહા ! આ આત્માનો અનુભવ-જ્ઞાન થયું એ જ્ઞાન હોં, આ શાસ્ત્રનું જ્ઞાન ( એ જ્ઞાન ) નહીં, ચૈતન્ય ભગવાન આત્માજ્ઞાનનું સરોવ૨–સાગર પ્રભુ ! એ પોતાના જ્ઞાનગુણનાં બંધનો નિરોધ થઈ ગયો ! એ સંબંધી ( નો ). સમજાણું કાંઈ... ? એ વિશેષ કહેશે. ( શ્રોતાઃ- પ્રમાણ વચન ગુરુદેવ !)
પ્રવચન નં. ૧૪૯ ગાથા-૭૧-૭૨
તા. ૨૯/૧૧/૭૮ બુધવાર કારતક વદ-૧૪
શ્રી સમયસારઃ- ગાથા ૭૧ એનો ભાવાર્થ છે. ગાથા થઈ ગઈ.
ર
ક્રોધાદિક અને જ્ઞાન જુદી જુદી વસ્તુઓ છે;” શું કહે છે. એ જે કંઈ પુણ્ય ને પાપના ભાવ થાય દયા, દાન, પૂજા, ભક્તિ, વ્રત, તપ એનો જે ભાવ થાય એ શુભરાગ છે. અને એ શુભરાગ છે, એની જેને રુચી છે એને ક્રોધી કહેવામાં આવે છે. આત્મા પૂર્ણ-સ્વરૂપ, અતીન્દ્રિય આનંદ સ્વરૂપ વીતરાગમૂર્તિ આત્મા એની રુચી છોડી અને એ શુભ-અશુભ ભાવ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ, એમાં જેની રુચી છે એને આત્મા પ્રત્યે અનાદર ક્રોધ છે. આરે ! આવી વાત છે. એને આત્મા પૂર્ણાનંદ પ્રભુ શુદ્ધ અનંત અનંત ગુણનો પિંડ એ મહાપ્રભુ મહાત્મા, મહસ આત્મા એની જેને રુચી નથી, એને આ પુણ્યના પરિણામની રુચી છે, એને અહીંયા આત્મા પ્રત્યે અરુચી છે, એટલે ક્રોધ છે એમ કહેવામાં આવે છે. આહાહા ! આકરી વાત. ( શ્રોતા:- ૫૨મ સત્ય પ્રભુ )
જે શુભ ને અશુભ ભાવ એ તો ગાથામાં આવ્યું ને ભાવ પાહુડમાં પૂજા, વ્રત, તપ, ભક્તિ, વંદન, સ્તુતિ એ બધો ભાવ રાગ છે. કે એ કોઈ જૈન ધર્મ નથી. એ રાગ છે એને જે ધર્મ માને છે એથી એને રાગ પ્રત્યે પ્રેમ છે અને તેથી તેને નિર્વિકારી, અરાગી સ્વભાવ ભગવાન આત્મા એના પ્રત્યે એને અણગમો છે. આહાહાહા ! આવી વાત. એ ક્રોધાદિ એટલે ? શુભ-ભાવ જે દયા, દાન, વ્રત, ભક્તિના ભાવમાં પ્રેમ છે તેને ક્રોધ કહે છે, એ ક્રોધ એ બીજી ચીજ છે અને જ્ઞાન એટલે આત્મા આનંદસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ એ જુદી ચીજ છે, એ બે ચીજ એક નથી. છે ? ક્રોધ, માન, માયા, લોભ એટલે, સ્વભાવથી વિરુદ્ધભાવ, એવો ભાવ અને જ્ઞાન એટલે આત્મા શુદ્ધ ચૈતન્ય વીતરાગ મૂર્તિ પ્રભુ એ બે જાદી જુદી વસ્તુઓ છે, કહો. આહાહાહા !
શ૨ી૨, વાણી, મન આ તો જુદી છે, જડ છે, એ તો એની નથી, એનામાં નથી. પણ પુણ્ય ને પાપના ભાવ એ સ્વરૂપમાં નથી. એ આત્મા એમાં નથી છતાં તેનો જેને પ્રેમ છે એને જડનો પ્રેમ છે. એને ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વભાવ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, ભગવાને જેને આત્મા કહ્યો એ પૂર્ણાનંદ સ્વરૂપ છે એની પ્રત્યે તેને દ્વેષ છે એટલે દ્વેષ અને આત્મા બે જુદી ચીજ છે. જ્ઞાનમાં ક્રોધાદિ નથી એટલે જ્ઞાનસ્વરૂપ જે ભગવાન આત્મા, જ્ઞાન એટલે આ શાસ્ત્રનું જ્ઞાન એ જ્ઞાન નહિ, જેમ સાકરમાં ગળપણ છે એમ આત્મા જ્ઞાનસ્વરૂપ છે. સાકર જેમ ગળપણ સ્વરૂપ છે, એમ ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે. એ જ્ઞાનસ્વરૂપ આત્મા અને એનાથી વિરૂદ્ધ વિકાર એ બે એક નથી. જ્ઞાનમાં ક્રોધાદિ નથી. આહાહાહાહા !
ચૈતન્ય તત્ત્વ જેને ભગવાન સર્વજ્ઞ ૫૨મેશ્વર જિનેશ્વરે શુદ્ધ આત્મા, નવતત્ત્વ છે ને ?