________________
ગાથા-૭૧
૪૯ ત્યારે રાગનું કાર્ય મારું છે એવી અનાદિની અજ્ઞાનબુદ્ધિનો નાશ થઈ ગયો. અને (આત્મ) જ્ઞાનના પરિણમનની ઉત્પતિ થઈ, આત્માના શુદ્ધ પરિણમનની ઉત્પત્તિ અને રાગ મારું કાર્ય છે ને હું તેનો કર્તા છું એવી અજ્ઞાનબુદ્ધિનો નાશ. ધ્રુવ (આત્મદ્રવ્ય) તો છે જ. સમજાણું કાંઈ....? આહાહા! આવું ઝીણું છે. બાપુ! બહુ, અજાણ્યા માણસને તો એવું લાગે કે આ શું કહે છે? શું હવે આવું તો કાંઈ આ કરવું આ કરવું (એવું) તો કહેતા નથી. વ્રત કરવા ને અપવાસ કરવા ને તપસ્યામ્ કરવી ને, એ અરે ! સાંભળને ભાઈ ! એ મંદિર બનાવવા ને એ તો બધી ક્રિયા પરની, થવાવાળી એ તો થાય છે, તારો ભાવ ત્યાં હોય તો કહે છે શુભભાવ છે, શુભભાવ એ રાગ છે-આસ્રવ છે. આહાહાહા!
ભગવાન કુંદકુંદાચાર્ય (કહે છે મૂળ ગાથામાં) “જઈયા ઈમેણ જીવેણ” એ શબ્દો પડયા છે ને!(ગાથા) એકોતેર “જઈયા ઈમેણ જીવેણ” એનો અર્થ ચાલે છે. આ જયસેન આચાર્યની ટીકામાં ભાઈએ એમ લીધું છે “જઈઆ... એનો અર્થ “જઈ” “આ” નો અર્થ ધર્મ લબ્ધિકાળકાળલબ્ધિ નહીં. છે? ૭૧ છે ને! છે ને એ તો પહેલાં વાત થઈ ગઈ છે ઘણી, જયા-જયા
જ્યારે શ્રી ધર્મ લબ્ધિકાળે આમ (પણ) કાળલબ્ધિ એમ નહીં. શ્રી ધર્મ લબ્ધિકાળે. આહાહાહા! “જઈયા'નો અર્થ કર્યો એટલો “જ્યારે જેને ધર્મલબ્ધિકાળ” એટલે ભગવાન પૂર્ણાનંદ પ્રભુ શુદ્ધચૈતન્યઘન (નિજાત્મા) જ્યારે દૃષ્ટિમાં આવ્યો અને ત્યારે એને “ધર્મલબ્ધિકાળ' શાંતિ ને વીતરાગપર્યાય થઈ એ ધર્મલબ્ધિકાળ છે. ટીકા છે સંસ્કૃત, જયસેન આચાર્યની, આ અમૃચચંદ્રાચાર્યની ટીકા ચાલે છે. સમજાણું કાંઈ...?
આહા ! “જઈયા ઇમેણ જીવેણ” એટલે? શું કહે છે? કહેવાનું અર્થાત્ આત્મામાં જ્યારે ધર્મલબ્ધિકાળ હોય છે. અર્થાત્ પૂર્ણ સ્વભાવભરપૂર ભગવાન આત્મા, એવી દૃષ્ટિ થાય છે ત્યારે ધર્મલબ્ધિકાળ કહેવામાં આવે છે. ત્યારે એને રાગનો કર્તા હું ને રાગ મારું કાર્ય એવી અજ્ઞાનબુદ્ધિ છૂટી જાય છે. આહાહાહા ! છે ને? “અપ્પણો આસવાણ ય તહેવ” બે ભેદ પડયા ત્યારે ધર્મલબ્ધિકાળમાં! આહાહા ! આવું ઝીણું હવે કયાં માણસને નવરાશ ન મળે, આખો દિ' પાપમાં પડયા, પાપ-ધંધા એને એમાં વળી આવી પુણ્યની વાતું ય સાંભળવા મળે નહીં, ધર્મ તો કયાંય રહી ગયો! એકકોર. આહાહા !
આંહી તો પ્રભુ એમ કહે છે સાંભળતો ખરો એકવાર! એ જ્યારે આત્મા અને આગ્નવોનું અંતર (ભેદ) દેખવાથી (એટલે કે) એ પુણ્ય-પાપના ભાવ આસ્રવ છેમલિન છે- દુઃખ છેઅચેતન છે અને ભગવાન આત્મા આનંદ છે-ચેતન છે-શુદ્ધ છે પવિત્રતાનો પિંડ છે, એ બન્ને ભિન્ન-ભિન્ન માલૂમ પડે છે. છે? એનો ભેદ જાણે છે ત્યારે એ આત્માને અનાદિ હોવા છતાં પણ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી એવી કર્તાકર્મની પ્રવૃત્તિ નિવૃત્ત થાય છે. ત્યારે રાગ મારું કર્તવ્ય ને હું (રાગનો) કરવાવાળો એવી અજ્ઞાનબુદ્ધિનો સર્વનાશ થાય છે.
જ્યારે આત્મા આનંદસ્વરૂપની પ્રતીતિ કરે છે, અનુભવ કરે છે હું તો આનંદ ને શુદ્ધ ચૈતન્યઘન છું. આહાહાહા!એવા સમ્યગ્દર્શનના કાળમાં ધર્મલબ્ધિકાળમાં, ત્યારે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી રાગની કર્તાકર્મની બુદ્ધિનો ત્યારે નાશ થાય છે. સમજાણું કાંઈ? બાકી કોઈ વાત કરવાથી, વ્રત કરવાથી, ટીકા કરવાથી (કર્તા બુદ્ધિનો નાશ) થતો નથી, એ તો રાગ છે. સમજાણું કાંઈ....