________________
४८
સમયસાર સિદ્ધિ ભાગ-૪ કાર્ય ને હું એનો કર્તા, એ અનાદિ અજ્ઞાન છે. કર્તાકર્મ અધિકાર છે ને! આહાહાહા !
કરે કરમ સોહી કરતારા, જો જાને સો જાનહારા, જાને સો કર્તા નહિ હોઈ કર્તા સો જાને નહિ કોઈ” અનાદિથી ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યધનને ભૂલીને જે રાગ જે દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ રાગ છે, એની રૂચિ છે એ આસવની રુચિ છે, એ અનાદિનો કર્તા(ભાવ) અજ્ઞાન અને એ આસવની રુચિ એ એનું કાર્ય, અનાદિનું છે. વાત સાંભળવી કઠણ પડે! શું કહે છે! અરે, પ્રભુ એ કયારેય સાંભળ્યું જ નથી. વીતરાગ સર્વજ્ઞ ત્રિલોકનાથ કોને ધર્મ કહે છે ને કોને આસ્રવ કહે છે ખબર નહીં. આહાહાહા !
અહીંયા કહે છે, અનાદિની અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી, પોતાના આનંદ ને જ્ઞાન સ્વરૂપનું જેને અજ્ઞાન છે અને રાગ જે પુણ્ય-પાપના પરિણામ એ આસ્રવ છે. એ મારું કાર્ય છે-એવી અનાદિની કર્તાકર્મની પ્રવૃત્તિ મિથ્યાત્વમાં હતી. છે? એ (પ્રવૃત્તિ) નિવૃત્ત થાય છે-એ નિવૃત્ત થાય છે (શી રીતે?) હું તો આનંદ ને જ્ઞાન સ્વરૂપી શુદ્ધ એ શુદ્ધ પરિણમન મારું, વીતરાગી પરિણમન એ હું, એવી જ્યારે દૃષ્ટિ (થઈ ) અને ભાન થયું, તો રાગનું મારું કર્તવ્ય ને રાગ મારું કાર્ય એ દૃષ્ટિ અજ્ઞાનની છૂટી જાય છે. છે કે નહીં અંદર? છે એનો અર્થ કરીએ છીએ. આ ટીકા તો હજાર વરસ પહેલાંની છે. શ્લોક (મૂળગાથાઓ) બે હજાર વરસ પહેલાનાં છે. ભગવાન કુંદકુંદાચાર્ય દિગમ્બર સંત, એમના શ્લોક (મૂળગાથાઓ) છે. આ ટીકા અમૃતચંદ્રાચાર્ય, ( દિગંબર સંત !) એમની ટીકા છે. સમજાણું? આરે ! આહાહાહા ! છે?
શું કીધું? કે આત્મા જે પરમાત્મસ્વરૂપ જ બિરાજે છે “જિન સો હી આત્મા, અન્ય સો હી કર્મ” એહી વચનસે સમજ લે, જિનપ્રવચનકા મર્મ” કેમ બેસે? પણ અત્યારે પ્રવૃત્તિની આડે નવરાશ ન મળે ! નિર્ણય કરવાનાય ટાણાં વખત ન મળે! જિન સો હી આત્માવીતરાગી સ્વભાવથી ભર્યો ભર્યો (પરિપૂર્ણ) તે આત્મા, એનું જેને ભાન થયું-હું તો આનંદ ને જ્ઞાનસ્વરૂપી પરિણમન કરવાવાળો હું અને રાગની રુચિ છૂટીને રાગનું પરિણમન મારું નહીં એ કાર્ય મારું નહીં.
અજ્ઞાનથી અનાદિથી કર્તા (થતો હતો), અજ્ઞાન ને રાગ મારું કાર્ય એવી જે બુદ્ધિ મિથ્યાત્વમાં હતી (અને) એ આનંદકંદ હું પ્રભુ હું હું તો શુદ્ધ પરિણમન કરવાવાળો શુદ્ધ પરિણમન એ મારું કાર્ય છે, એની(આસવોની) રાગની એકતાબુદ્ધિ, કરવાના ભાવની બુદ્ધિ હતી એ છૂટી ગઈ. આહાહા! ભાઈ, ધર્મ કોઈ અલૌકિક ચીજ છે !!
અનંતાનંત વાર મુનિ(પણું ) લીધું, દિગમ્બર મુનિ અનંત વાર થયો છે મિથ્યાષ્ટિ! અઠાવીસ મૂળગુણ (શું) નથી પાડયા? “મુનિવ્રત ધાર અનંત ઐર ગ્રેવૈયક ઉપજાયો”, છઢાળામાં આવે છે પણ “આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો”—આત્મજ્ઞાન, રાગથી ભિન્ન મારી ચીજ ! અને મારી ચીજ તો શુદ્ધ-પૂર્ણ સ્વભાવથી ભરેલ છે એવા જ્ઞાન વિના લેશ (જરીએ) સુખ ન મળ્યું. પંચમહાવ્રતના પરિણામ એ દુઃખ છે-આસ્રવ છે. આહાહાહા ! અરે રે! ખબર ન મળે ! આહા ! ખબર ન મળે !
અનાદિથી અજ્ઞાનમાં રાગ મારું કાર્ય છે ને હું એનો કર્તા છું, એ અજ્ઞાનબુદ્ધિ, (પરંતુ) જ્યારે આત્મા જ્ઞાનસ્વભાવી-શુદ્ધસ્વભાવી, એ શુદ્ધનું પરિણામનું કાર્ય એનું, એવું ભાન થયું