________________
૪૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ એ રુચિમાં ક્રોધ માલૂમ પડે છે, સ્વભાવથી વિરુદ્ધ ભાવ માલૂમ પડે છે એ સમયે સ્વભાવથી અવિરુદ્ધ પરિણમન છે નહીં, તો ( તે ) માલૂમ કયાંથી પડે ? ચંદુભાઈ ? આવો મારગ છે પ્રભુ શું થાય ? દુનિયાથી નિરાળો છે. આહા ! દુનિયાને અંતર આત્મધર્મ શું ચીજ છે એની ખબર નથી. આહા ! આંહી કહે છે કે જેને ક્રોધાદિ માલૂમ પડે જે સમયે એ સમયે જ્ઞાન પણ થતું માલૂમ નથી પડતું કેમ કે એ શુભભાવની રુચિના પ્રેમ, સ્વભાવ પ્રત્યેનો અનાદર-ક્રોધ, એ ક્રોધ પરિણમન ભાસે છે. એને જ્ઞાનનું પરિણમન ધર્મનું પરિણમન છે નહીં, નથી તો કયાંથી ભાસે ? આહાહાહા!
અને જેને આત્મા આનંદસ્વરૂપ! શું થાય ? “અનંત કાળથી આથડયો વિના ભાન ભગવાન.” વસ્તુ શું છે એની ખબર નથી. તો એ કહે છે કે જેને શુભભાવ જે છે દયા-દાન-વ્રતભક્તિ-પૂજાના ભાવ એ શુભ છે. એ શુભની જેને રુચિ છે એને (નિજ ) સ્વભાવ પ્રત્યેનો અનાદર એવો ક્રોધ માલૂમ પડે છે. ગજબ વાત છે! અને જેને ક્રોધ માલૂમ પડે છે એને એ સમયે સ્વભાવની રુચિનું પરિણમન છે નહીં, (છે નહીં) તો એ માલૂમ પડતું નથી. આહાહાહા ! સમજાણું કાંઈ ?
(શ્રોતાને ) ત્યાં બેઠા સામા પાછા કો'ક બેસવા દો, અજાણ્યા બાપુ કો'ક દિ' આવે. સમજાણું ? ઝીણી વાત બાપુ ! એ ધર્મ કોઈ અલૌકિક ચીજ છે, એક સેકન્ડ પણ ધર્મ કર્યો નથી, અનંતકાળમાં. આહા ! “મુનિવ્રત ધાર અનંત બૈર ગ્રેવૈયક ઉપજાયો” મુનિ થયો દિગંબર મુનિ ! અઠ્ઠાવીસ મૂળગુણ, પંચ મહાવ્રત (પાળ્યા ) પણ એ તો આસ્રવ ને રાગ ( અને ) એની રુચિ છે. એને સ્વભાવ પ્રત્યે ક્રોધ છે. આહાહા !ઝાંઝરી ? જેને સ્વભાવ ચૈતન્ય પ્રભુ વસ્તુ જે આત્મા છે એ સ્વભાવમાત્ર વસ્તુ છે વિભાવ-બભાવ એમાં છે નહીં-ગુણમાં નથી, ગુણ તો એકલો સ્વભાવ આનંદ-જ્ઞાન-શાંતિના સ્વભાવની મૂર્તિ પ્રભુ ! એ સ્વભાવનું ભવનમ્–એ સ્વભાવનું પર્યાયમાં ભવનમ્ (−પરિણમન ) તો સ્વભાવ શુદ્ધ છે–પવિત્ર છે. ‘છે’ તો ભવનમ્ પવિત્ર થાય છે વીતરાગી પર્યાય થાય છે. તો એ વીતરાગી પર્યાય હો એ આત્મા ! પણ એ સમયે સ્વભાવની રુચિથી વિરોધ-વિભાવની રુચિ ક્રોધ માલૂમ પડતો નથી. એમાં છે નહીં. આહાહાહા ! આવો માર્ગ છે.
જેમ જ્ઞાન થતું માલૂમ નથી પડતું આ પ્રકારે ક્રોધાદિક ને આત્માને નિશ્ચયથી એકત્વએકવસ્તુપણું નથી. આહાહા ! ભગવાન ! સંતો આમ કહે છે. આહા ! ગજબ વાત કરી છે ને ! કર્તા-કર્મ (અધિકાર છે ને!), જેને એ શુભભાવ જે દયા-દાન-વ્રત-ભક્તિના ભાવ (જે) શુભ છે, એની જેને રુચિ છે એને (નિજ) સ્વભાવ પ્રત્યે ક્રોધ છે. એને ભગવાન ( આત્મા ) અનંતગુણનો પિંડ રુચતો નથી. એ સમયે શુભભાવની રુચિમાં, સ્વભાવનો અનાદર એવો ક્રોધ માલૂમ પડે છે વિકાર માલૂમ પડે છે. વિકા૨ રહિત ત્રિકાળી આનંદનો નાથ પ્રભુ (નિજાત્મા ) એની રુચિનો અભાવ છે. આહાહા ! સમજાણું કાંઈ ?
શુભભાવ છે–શુભ દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા આદિના ભાવ, નામ સ્મરણ, જાત્રાના ભાવ એ બધા શુભ (ભાવ ) છે. આંઠી ૫રમાત્મા ( સંતો ) એમ કહે છે કે એ શુભભાવની જેને રુચિ છે એને આત્મા પ્રત્યે ક્રોધ છે. આહાહા ! એને ભગવાન નિર્મળાનંદ પ્રભુ રુચતો નથી. શુદ્ધ