________________
४४
સમયસાર સિદ્ધિ ભાગ-૪ આનંદની તો રુચિ નથી તો આનંદ ભાસે એવું છે નહીં. આવો મારગ કેવી જાતનો! કર્તાકર્મ અધિકાર સિદ્ધ કરવો છે ને!
જ્યારે આત્મા! અરે રે એનું જ્ઞાને ય ન મળે ! ઓળખાણેય ન મળે કયાં જશે? આંહી (કહે છે) ભગવાન આત્મા, અતીન્દ્રિય આનંદનો સ્વભાવ જેનો છે-એ વસ્તુ અતીન્દ્રિય આનંદસ્વભાવમાત્ર છે. જ્ઞાનમાત્રની મુખ્યતા લીધી છે પણ એ (આત્મદ્રવ્ય) બધા ગુણના સ્વભાવમાત્ર છે. તો અતીન્દ્રિયઆનંદના સ્વભાવમાત્ર એ વસ્તુ! એ અતીન્દ્રિય આનંદસ્વભાવનું ભવન (પરિણમન ), અતીન્દ્રિય આનંદસ્વભાવ આત્મા ! એ અતીન્દ્રિય આનંદસ્વભાવ, એ સ્વભાવનું-સ્વનું ભવનમ્ (એટલે કે ) પર્યાયમાં (-પરિણમનમાં) આનંદ થવો એ આત્મા છે. અને એ સમયે રાગની-પુણ્યઆદિના ભાવની રુચિ (હોતી) નથી, સચિ નથી તો એની સચિવાળાના ભાવ ( પુણ્ય-પાપના) તો સ્વભાવ પ્રત્યે ક્રોધ, એ છે નહીં. આહાહાહા ! સમજાય એટલું સમજવું બાપુ! આ તો વીતરાગ જિનેશ્વરનો મારગ કોઈ અલૌકિક છે! આહા! આંહી તો લોજિક ન્યાયથી પણ સિદ્ધ કરે છે. આહાહા !
(કહે છે) ક્રોધ નામ સ્વભાવની રુચિ છોડીને, પુણ્ય અને પાપના વિકારી-ભાવની રુચિ થઈ એ ક્રોધ છે સ્વભાવનો અનાદર છે, ભગવાન ત્રિકાળી આનંદસ્વરૂપ પ્રભુ (નિજાત્મા) એની રુચિનો અભાવ એટલે કે અનાદર છે અને રાગની રુચિના ભાવનો આદર છે. ત્યારે રાગની રુચિનો ભાવ ક્રોધ, (તો) જ્યારે ક્રોધ માલૂમ પડે છે એ વખતે આત્મસ્વભાવનું પરિણમન છે એવું માલુમ પડે એવું છે નહીં. શાંતિભાઈ? આહાહા ! આવું છે. ગમે તેટલી ભાષા સાદી કરે પણ વસ્તુ તો (જે) હોય એ હોય ને! બીજું કયાંથી આવે? આહાહા !
અને કેમ કે ક્રોધાદિક થવાના સમયે..... શું કહે છે? ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસ્વભાવમય-આનંદસ્વભાવમય, એનાથી વિરુદ્ધ (ભાવ) જે પુણ્ય-પાપના ભાવ એની સચિથી “જ્યારે ક્રોધાદિક થવાના સમયે” એ વિકારની રુચિના સમયે જેમ ક્રોધાદિક થતાં માલૂમ પડે છે ત્યાં તો સ્વભાવ પ્રત્યે વિરુદ્ધભાવનો પ્રેમ માલૂમ પડે છે. સમજાણું કાંઈ ?
ભગવાન આત્મા ! આહાહા ! સર્વજ્ઞ જિનેશ્વર ત્રિલોકનાથે જે આત્મા કહ્યો, એ આત્મા, પોતાનું જ્ઞાન-આનંદ આદિ સ્વભાવમાત્ર એ આત્મા! અને એ સ્વભાવમાત્રમાં એ આનંદ ને જ્ઞાન, સ્વભાવ એનાં, એનું ભવન-પરિણમન થવું એ આત્મા છે પણ એની રુચિ છોડી દઈને, પુણ્ય-પાપના ભાવની રુચિ હોવી, એ ક્રોધાદિક કહેવામાં આવે છે. (શ્રોતા વિષે) એ અસ્થિરતા બહુ છે એમની બહાર જોયા જોય કરે છે. ઘણીવાર મેં એને કહ્યું પહેલેથી, કેટલાંકને એમ કે આપણને આવડે છે ને ! અને એ જાતનું આવડે છે બીજે ભલે રખડયા કરે મગજ, નથી એને નથી આવડ્યું કાંઈ ! આહાહા ! બાપુ, મારગડા જુદા ભાઈ ! આહાહાહા !
ઓહોહો ! શું કહે છે? ભગવાન પ્રભુ આ આત્મા! ભગવાન તરીકે (તો) બોલાવે છે આચાર્ય! આ આત્માને બોંતેર ગાથામાં આવશે હમણાં, ભગવાન આત્મા ! ભગ(નામ) જ્ઞાન-આનંદ આદિ લક્ષ્મી ભરી છે જેમાં, આ તમારી ધૂળની નહીં, એ લક્ષ્મી (તો) પથ્થરા છે. આ તો આત્મામાં જ્ઞાન-આનંદ-શાંતિ, ભગ એટલે સ્વ નામ લક્ષ્મી, વાન એ સ્વ-લક્ષ્મીવાન અંદર ભગવાન આત્મા છે. આહાહાહા !