________________
ગાથા-૭૧
૪૩ (કહે છે) ધર્મી એવો ભગવાન આત્મા એનું જ્ઞાન-આનંદ આદિ ધર્મ-સ્વભાવ, એની પર્યાયમાં સ્વભાવનું પરિણમન થવું એ તો આત્મા અને એ સ્વભાવનું પરિણમન થવું અને તે જ વખતે ( એક જ સમયે) સ્વભાવથી વિરુદ્ધ વિકારનું પણ પરિણમન થવું, એવું થતું નથી. આવી વાત છે. આહાહા ! છે?
- જ્ઞાનના પરિણમન સમયે ક્રોધાદિકનું પણ થવું નથી, આહાહા! ગહન વાત ! જેમ જ્ઞાન થતું માલુમ પડે છે. (શું કહે છે?) કે ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ-અતીન્દ્રિયસ્વરૂપ છે તો જ્યારે જ્ઞાન ને આનંદનું પરિણમન થતું માલૂમ પડે છે તે જ સમયે રાગનું-વિકારનું થવું માલૂમ પડતું નથી. એટલે (આત્મા-જ્ઞાન) વિકારરૂપ થતું નથી તો વિકારરૂપ થતું માલુમ પડતું નથી. ભારે ન્યાય ! વાત સમજાય છે? આ તો એકોતેર ગાથા (સમયસાર-કર્તાકર્મ અધિકાર) કુંદકુંદાચાર્ય! (તેઓ) ભગવાન (સીમંધરનાથ) પાસે ગયા, આઠ દિવસ રહ્યા, ત્યાંથી આવીને (આ શાસ્ત્ર ) બનાવ્યું ને એની ટીકા અમૃતચંદ્રાચાર્ય દિગંબર સંત છે, એની આ ટીકા છે. આહાહા !
કહે છે કે જેમને આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે, એનું પરિણમન સ્વભાવરૂપ થતું એ માલૂમ પડે છે તેવી રીતે રાગનું પણ થવું માલૂમ પડે એવું છે નહીં. “એક મ્યાનમાં બે તલવાર રહી શકતી નથી” આહાહા ! એમ જ્યારે ભગવાન આત્મા શુદ્ધ પવિત્ર આનંદકંદ પ્રભુ! પોતાના શુદ્ધ આનંદપણે જ્યારે પરિણમે છે ત્યારે વિકારપણે પણ પરિણમે છે એવું હોતું નથી. સમજાણું કાંઈ? આવો મારગ બાપુ બહુ (આહા!) શુદ્ધ ચૈતન્યઘન આત્મા, એ શુદ્ધ ચૈતન્યઘનનું પરિણમન પર્યાયમાં શુદ્ધ વીતરાગી પર્યાય-આનંદની પર્યાય-જ્ઞાનની પર્યાયપણે થવું તો એ તો આત્મા છે, પણ તે જ સમયે રાગનું પણ પરિણમન થવું, એવું થતું નથી. સમજાણું કાંઈ? આહાહા ! આવી વાતું છે.
તેમ ક્રોધાદિક પણ થતાં માલૂમ પડતાં નથી” જેમ સ્વભાવ શુદ્ધ ચૈતન્ય પ્રભુ, એનું પરિણમન શાંતિનું થવું માલૂમ પડે છે) નામ જ્ઞાનમાં જાણવામાં આવે છે. તેથી એનાથી વિરુદ્ધ વિકારના ભાવ માલૂમ પડતા નથી. કેમ કે વિકાર થતો જ નથી. આહાહાહા ! છે? ઝીણી વાત છે ભાઈ, આ તો અધ્યાત્મ ગ્રંથ-શાસ્ત્ર! એમાં દિગમ્બર સંતો, કેવળીના કેડાયતો, કેવળી પરમાત્માએ કહ્યું એ વાત જગત પાસે જાહેર કરે છે. જગતને બેસે ન બેસે, સ્વતંત્ર છે. વસ્તુ આ છે. આહા! અને ક્રોધાદિકનું થવું-પરિણમવું જ્ઞાનનું પણ થયું નથી.
શું કહે છે? સ્વભાવ જે શુદ્ધ ચૈતન્ય ભગવાન (આત્મા), એની રુચિ છોડીને, પુણ્યપાપની રુચિમાં આવ્યો, ત્યારે આત્મા પ્રત્યે (સ્વભાવથી) વિરુદ્ધ ક્રોધ થયો, તો ક્રોધમાં ક્રોધ માલૂમ પડે એ સમયે આત્માનું જ્ઞાનનું પરિણમન છે એવું છે નહીં. આવી વાતું છે બાપા ! ભગવાન તીર્થંકરદેવ જિનેશ્વરદેવે જે કહ્યું તે સંતો જગત પાસે જાહેર કરે છે. આહાહા! દિગમ્બર મુનિઓ આત્મજ્ઞાની–ધ્યાની આનંદમાં રહેવાવાળા, એ કહે છે કે જ્યારે આત્માના સ્વભાવથી વિરુદ્ધના ભાવ પુણ્ય ને પાપના (ભાવ) એનો પ્રેમ છે (એની રુચિ છે) તો એને સ્વભાવ પ્રત્યે ક્રોધ થયો, તો ક્રોધનું થવું માલૂમ પડે, (પરંતુ ) ત્યારે આત્માના અનુભવનો આનંદ થતો દેખાય એવું છે નહીં. જેને વિકારની રુચિ છે તો વિકારની રુચિવાળાને વિકાર (જ) ભાસે છે એને