________________
૪૧
ગાથા-૭૧ બે, હવે સ્વભાવમાત્રમાં સ્વનું હવે પર્યાયમાં સ્વનું થવું, જેવો એનો સ્વભાવ છે. જ્ઞાન, આનંદ, શાંત, વીતરાગ આદિ, તેવું જ સ્વનું પર્યાયમાં થવું, એ એનું આત્માનું થવું, અને જે આનંદ ને જ્ઞાનનું થવું વેદનમાં અનુભવમાં આવે એને રાગનું થવું પણ છે નહિ, માટે રાગનું, માલૂમ રાગ પડતો નથી. રાગ હોવા છતાં જ્યારે જ્ઞાનનું પરિણમન સ્વપરપ્રકાશકપણે પરિણમે છે, ત્યારે પરિણમનમાં સુખ છે જ્ઞાન છે એમ માલૂમ પડે છે, ભેગો રાગ છે એમ માલૂમ પડતું નથી. આહાહાહા ! આ સમયસાર! આહાહાહા !
શું કહ્યું છે? કે ભગવાન આત્મા જ્ઞાન ને (આનંદ) આદિ અનંત (ગુણો) જ્ઞાનની મુખ્યતા લીધી છે, પણ એ બધા સ્વભાવનું જે થવું, સ્વભાવનું રહેવું તે આત્મા. હવે એ સ્વભાવનું સ્વનું ભવનમ્ સ્વ વસ્તુ જે સ્વભાવ છે, તેનું થવું પર્યાયમાં એ જે માલૂમ પડે ને ખ્યાલમાં આવે, એ વખતે ક્રોધ પણ પરિણમે છે, એમ ખ્યાલમાં આવે એમ હોતું નથી. આ તો હુજી યાદ રાખવું કઠણ. ચીમનભાઈ ! ઓલા લોઢાના બધાં ધમ ધમાધમ બધું યાદ રહે માળું. આહાહાહા!
“ક્રોધાદિપણે થવું પરિણમવું નથી, કેમ? કે ક્રોધાદિના થવામાં જેમ ક્રોધાદિ થતાં માલૂમ પડે છે” એટલે કે વિકારની પર્યાયબુદ્ધિમાં વિકાર જેમ ખ્યાલમાં આવે છે, તેમ જ્ઞાન પણ થતું માલૂમ, તે વખતે તે આત્મા સ્વભાવરૂપે પરિણમ્યો એવું એને છે જ નહિ. આહાહાહા!
રાગના, પુણ્ય-પાપના પરિણામપણે પરિણમતું જ્યાં ભાસે છે ત્યારે તેનો આત્મા આનંદરૂપે પરિણમતો નથી માટે તે આનંદરૂપે ભાસતો નથી. આહાહા ! આવી વાતું. એક શ્લોકમાં પણ ગજબ કર્યું છે ને? ક્રોધાદિ થતાં માલૂમ પડે. વિકાર થાય છે, દુઃખ થાય છે, દુઃખનું વેદનના ખ્યાલમાં, ભગવાનનો આત્મા પણ પોતે આત્માને આનંદરૂપે પરિણમે છે એવું ત્યાં છે જ નહિ, છે જ નહિ એટલે માલુમ પડતું નથી. એમ કહે છે સમજાણું કાંઈ વિશેષ કહેશે.
(શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નં. ૧૪૮ ગાથા-૭૧ તા. ૨૮/૧૧/૭૮ રવિવાર કારતક વદ-૧૩
સમયસાર, ગાથા-૭૧ છે.
ટીકાઃ- “આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવમાત્ર જ છે”...જે કોઈ વસ્તુ છે એ પોતાના સ્વભાવમાત્ર જ છે. “અને “સ્વનું ભવન તે સ્વભાવ છે” વસ્તુ છે એ આત્મા પર ઉતારશે, વસ્તુ જે પદાર્થ છે એ દરેક પદાર્થ પોતાના સ્વભાવમાત્ર સ્વરૂપ છે. અને તે સ્વનું ભવન, સ્વ સ્વભાવ જે છે એનું પરિણમન થવું સ્વનું ભવન, સ્વભાવનું ભવન(એટલે) સ્વભાવનું પરિણમન થવું એ એની પર્યાય છે, એ ધર્મ છે અહીં આત્મામાં! વિશેષ કહેશે.
માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું-પરિણમવું તે આત્મા છે. શું કહે છે? કે આત્મા જે છે તે જ્ઞાનસ્વરૂપ છે-આનંદ સ્વરૂપ-શુદ્ધસ્વરૂપ છે, એ આનંદસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ પર્યાયમાં થવું - પરિણમવું) જ્ઞાનનું થવું-શુદ્ધસ્વરૂપનું પરિણમન થવું તે આત્મા ! આવી વાતું છે. નિશ્ચયથી જ્ઞાનનું થવું એ આત્મા છે. શું કીધું એ? કે આત્મા તો જ્ઞાન-પ્રજ્ઞા, જ્ઞાનસ્વરૂપ છે, એ આત્મા