________________
ગાથા-૭૧ આનંદ થયો એમ માલૂમ પડે છે, તે વખતે ક્રોધાદિક પણ માલૂમ પડતાં નથી, તે વખતે રાગરૂપે થઉં છું તે તેને દેખવામાં આવતું થતું નથી, કારણ કે એ છે નહિ. જેમ સ્વભાવનું થવું વસ્તુની દ્રષ્ટિ કરતાં વસ્તુનો જે સ્વભાવ છે, તે સ્વભાવરૂપે થવું જેમ ભાસે છે. છે? તેમ વિકારરૂપે થવું ત્યાં ભાસતું નથી એટલે વિકારરૂપે થવું છે જ નહિ. આહાહાહા ! સુજાનમલજી! આવી વાતું છે આ, આવી વાતું છે. આહા! કર્તાકર્મની વ્યાખ્યા છે ને?
ભગવાન આત્મા વસ્તુ જ્ઞાન આનંદ આદિ સ્વભાવની ચીજ, તે પોતે પોતાની દ્રષ્ટિમાં લઈ, અને જ્ઞાનરૂપે સ્વભાવરૂપે થવું એમ અંદર માલૂમ પડે છે. આત્મા આનંદરૂપે પરિણમે છે, જ્ઞાનરૂપે પરિણમે છે, એમ દ્રષ્ટિ-દ્રવ્ય ઉપર થઈ છે, એનો સ્વભાવ આમ પરિણમે છે તેમ માલૂમ પડે છે, તેમ એને ખ્યાલમાં આવે છે એમ કહે છે. કેટલાંક કહે છે ને કે ભાઈ આત્માને સમ્યગ્દર્શન થાય તે ખબર કેમ પડે? અરે પ્રભુ શું તું કહે છે આ? આહા ! એ આંહી કહે છે. સમજાણું કાંઈ ?
વસ્તુ છે તે સ્વભાવમાત્ર છે એમ પહેલી ઠરાવી, પછી સ્વભાવ સ્વ-ભાવ છે તે સ્વનું થવું પરિણમનમાં એ એની ચીજ છે. એમ ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ આદિ સ્વભાવમાત્ર એ વસ્તુ છે, અને તેથી સ્વભાવમાત્ર વસ્તુ છે તો તે સ્વનું થવું તે આત્મા છે. એટલે? કે તે સમયે જ્ઞાન ને આનંદરૂપે થવું તે આત્મા છે. અને તે સમયે જ્ઞાન ને આનંદ થવું માલુમ પડે છે, ખ્યાલમાં આવે છે, એમ રાગરૂપે થવું એ એમાં હોતું નથી એટલે માલૂમ પડતું નથી. આહાહાહા ! એકલા ન્યાય ભર્યા છે. આહા!
આંહી તો એમ કહે છે, જ્યારે ભગવાન આત્મા વસ્તુ છે, અને એ સ્વભાવમાત્ર વસ્તુ છે, એવી દ્રષ્ટિ થઈ ત્યારે તેનું સ્વનું ભવન થયું, એ જે વસ્તુસ્વભાવ છે તેનું સ્વ, સ્વભવન તે સ્વભાવ એના પરિણમનમાં સ્વનું શાંતિનું, જ્ઞાનનું આનંદનું થવું, તે સ્વનું ભવન છે, અને તેથી તે સ્વનું ભવન માલૂમ પડતાં, ખ્યાલમાં આવતાં વેદનમાં જણાતાં, એ વખતે રાગ પણ થયો છે એમ માલૂમ પડતું નથી. કેમ કે રાગરૂપે થયો નથી. આહાહાહા !
ગજબ કામ કર્યું છે. પંચમ આરાના મુનિઓ, થોડા શબ્દોમાં કેટલું ભર્યું છે. શિષ્યનો એમ પ્રશ્ન હતો કે પ્રભુ રાગ કાર્ય ને કર્તા અજ્ઞાની, એવી પ્રવૃત્તિ ક્યારે બંધ પડે? એ પ્રવૃત્તિ ક્યારે ન થાય? ત્યારે એનો ઉત્તર આપ્યો કે, પ્રભુ તું એક વસ્તુ છો કે નહિ? અને વસ્તુ છે તેમાં વસેલા જ્ઞાન, આનંદ આદિ સ્વભાવ છે કે નહિ? અને સ્વભાવ છે તો તેનું પરિણમન સ્વભાવરૂપે થાય કે વિભાવરૂપે થાય? આહાહાહાહા ! માંધાતા એકવાર હોય તો ગર્વ ઉતરી જાય એવું છે એને. હું? આહાહા! એવી વાત છે બાપુ?
કહે છે કે વસ્તુ છે તો એમાં અનંતા સ્વભાવો વસેલા છે, તો એ વસ્તુ સ્વભાવમાત્ર જ છે, અને સ્વભાવ એને કહીએ, કે એ સ્વભાવ છે, પણ એ જાણ્યું શેમાં? કે સ્વનું ભવન થાય તેમાં તે સ્વભાવમાત્ર વસ્તુ છે તેમ જણાય. આહાહાહાહાહા ! કહો શુકનલાલજી ! આ શુકનના કાયદા. આહાહા! આવી વાત.
એ પ્રભુ પોતે આત્મા છે, વસ્તુ છે, તો તેનો સ્વભાવમાત્ર છે એટલે કે તેમાં વસેલા ગુણો છે તે માત્ર છે એમ વસ્તુ છે એ સ્વભાવમાત્ર છે. એમાં જે ત્રિકાળી વસેલા ગુણો તે સ્વભાવમાત્ર તે વસ્તુ છે અને તે સ્વભાવમાત્ર વસ્તુ છે એવું ખ્યાલ ક્યારે આવે? કે એ સ્વભાવમાત્ર વસ્તુ