________________
૪૫
ગાથા-૭૧
એવો જે ભગવાન પોતાનો સ્વભાવ સંપન્ન છે એ સ્વભાવનું ભવન-(સ્વ-ભાવ) એ તો દ્રવ્ય ને ગુણ કહ્યા, પહેલી વસ્તુ કીધી, શું? એને સ્વભાવ કહ્યો, એ ગુણ કહ્યા, હવે એ સ્વભાવનું પરિણમન થવું એ પર્યાય, એને આત્મા કહે છે. અને ક્રોધાદિકના થવા સમયે આત્માનો જે સ્વભાવ ચૈતન્યમૂર્તિ, એની રુચિ છોડીને જેણે દયા–દાન-વ્રત-ભક્તિ આદિના ભાવ કર્યા (-ભાવ આવ્યા), એ પુણ્ય (ભાવ) રાગ છે, એની જેને રુચિ છે– (પુણ્યભાવની) જેમને રુચિ છે, એ ક્રોધાદિક થવા સમયે એની રુચિના સમયે ક્રોધ થયો તો એ (ભાવ) તો સ્વભાવ પ્રત્યે વિરુદ્ધભાવ થયો! વાત પકડવી કઠણ પડે! એ વીતરાગ જિનેશ્વરનો પંથ કોઈ અલૌકિક છે! આહાહાહા !
જેમ કે સ્વભાવ જે ત્રિકાળી ભગવાન આત્માનો, એની રુચિ નહીં ને એનાથી વિરુદ્ધ (ભાવ જે) પુણ્ય-પાપના ( પરિણામ) એની રુચિ તો એને અહીંયા ક્રોધ કહેવામાં આવ્યો છે. (આત્માનો) સ્વભાવ ક્ષમાનો દરિયો ભગવાન-ઉત્તમક્ષમા આદિનો દરિયો એ ક્ષમાપણે પરિણમે તો એ આત્મા, પણ એનાથી વિરુદ્ધના રાગની રુચિમાં પરિણમે એ અનાત્મા-ક્રોધ ! આહાહાહા ! “એ ક્રોધાદિ માલુમ પડે છે એ સમયે ક્રોધાદિ થતાં માલુમ પડે છે તેવી રીતે જ્ઞાન પણ થતું માલુમ પડતું નથી”—એ સમયે આત્મા(ની) આનંદરૂપ દશા છે નહીં. રાગની રુચિનું પરિણમન (છે તે) કાળમાં આનંદની રુચિનું પરિણમન છે નહીં. ઝીણી વાત છે પ્રભુ ! આ તો.. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર, એ ફરમાવે છે એ સંતો-દિગમ્બર મુનિઓ, આડતિયા થઈને, વીતરાગનો મારગ દુનિયાને પ્રસિદ્ધ કરે છે. આહાહા !
જેમ કે સ્વભાવ જે જ્ઞાતા-દેખા-આનંદ આદિ એની રૂચિ જેમને નથી ને જેને પુણ્યપાપના ભાવની રુચિના ભાવ છે, તો એને ક્રોધ માલૂમ પડે છે સ્વભાવથી વિરુદ્ધભાવ માલૂમ પડે છે, એ વિરુદ્ધભાવ માલૂમ પડે છે એ સમયે પણ જ્ઞાનસ્વભાવનું માલૂમ પડવું છે જ નહીં. (જો છે જ નહીં) તો માલુમ પડે કયાંથી? (એ કયાંથી આવ્યું?) પંડિતજી? આવી વાતું છે. શું કરે? દુનિયા કયાં પડી છે ને કયાં રહી ગયો મારગ ! શું ગાથા !! (શ્રોતા:- અમૃતના સાગર ભર્યા છે) સાગર ભર્યા બાપા! ભગવાન! તું તો અતીન્દ્રિયઆનંદનો સાગર છે ને પ્રભુ! તારામાં તો અતીન્દ્રિયઆનંદ સ્વભાવ (પૂર્ણ ભર્યો) છે ને!
ભગવાનના (અરિહંત ભગવાનના) દર્શન છે એ તો શુભભાવ છે અને શુભભાવની જેને રુચિ છે એને (નિજ) સ્વભાવ પ્રત્યે ક્રોધ છે. જગત! વાત આકરી બાપા! વીતરાગ મારગ કોઈ અલૌકિક છે. દુનિયાએ સાંભળ્યોય નથી. આંહી તો કહે છે અમૃતચંદ્રાચાર્ય, હજાર વર્ષ પહેલાં થયા, દિગંબર સંત ! બે હજાર વર્ષ પહેલાં થયા કુંદકુંદાચાર્ય, એમના (શાસ્ત્રની) ટીકા કરે છે. કુંદકુંદાચાર્ય, એમ કહે છે કે જેમને ભગવાન આત્મા-અતીન્દ્રિય(આનંદ) સ્વભાવનો પિંડપ્રભુ, એની જેને રુચિ નથી એનું અવલંબન નથી-એનો આશ્રય નથી અને એ પુણ્ય-પાપના પરિણમનનું અવલંબન કરે છે પુણ્ય પરિણામની રુચિ છે એ વખતે (એને) આત્મા પ્રત્યે ક્રોધ છે. એ આત્માનો અનાદર કરે છે. આહાહા ! ગજબ વાત છે ભાઈ !
(કહે છે કે, શુભભાવ જે એની જેને રુચિ છે, એને સ્વભાવ પ્રત્યે અનાદર છે એટલે (આત્મા) સ્વભાવ પ્રત્યે એને ક્રોધ છે અને જેને પુણ્ય પરિણામની રુચિ છે એને ક્રોધ છે તો