________________
૫૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪
નવતત્ત્વમાં જે પુણ્ય ને પાપનું તત્ત્વ એ તો વિકારી તત્ત્વ છે, અને નવતત્ત્વમાં આત્મા એ તો શાયકતત્ત્વ ભિન્ન છે. નહિંતર નવ થાય નહિ. એ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા ત્રિકાળી જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવ એમાં વિકારનો ભાવ છે નહીં. જે વિકારનો પ્રેમ છે તે ભાવ જ્ઞાન સ્વરૂપમાં નથી. આહાહા ! આવો ઉપદેશ હવે.
છે ? જ્ઞાન એટલે આત્મા જ્ઞાનસ્વરૂપ પ્રજ્ઞા-બ્રહ્મસ્વરૂપ પ્રભુ, એમાં રાગનો પ્રેમ એવો જે ક્રોધ, એ સ્વરૂપમાં નથી અને ક્રોધાદિમાં જ્ઞાન નથી, અને આત્મા જે જ્ઞાનસ્વરૂપ પ્રભુ, એ આત્મા છે એ ચૈતન્યવસ્તુ એમાં એ ક્રોધ નથી. સમજાણું ? અને ક્રોધાદિમાં જ્ઞાન નથી. એને એ પુણ્ય ને પાપના ભાવનો પ્રેમ છે, એમાં આત્મા નથી. આવું છે. ( શ્રોતાઃ- આવું જ શોધવા જેવું છે ) હૈં ! આવું જ સ્વરૂપ છે બાપુ શું થાય ? આહાહા!
અનંત કાળથી રખડી મર્યો ચોરાસીના અવતાર કરી કરીને, કાગડાના કૂતરાના ન૨૬માં, એ એની વ્યાખ્યા ભગવાન કરે, ત્યારે સાંભળી ન જાય, એવા એણે દુઃખ સહન કર્યા છે, એ પોતાના સ્વરૂપને રાગથી ભિન્ન જાણ્યા વિના. એ રાગ સ્વરૂપ છે તે જ મારું છે, અને રાગ છે તે મારું કર્તવ્ય છે, એ મિથ્યાદ્રષ્ટિ ત્યાં રોકાઈ ગયો એને જૈન ધર્મની ખબર નથી.
જૈન ધર્મ એને કહીએ કે જે રાગ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિનો ભાવ એ રાગ છે એનાથી ભિન્ન આત્મા આનંદકંદ જ્ઞાનસ્વરૂપ છે એનો અનુભવ થાય, વીતરાગી પર્યાયમાં એનો અનુભવ થાય, એને ધર્મ જૈન ધર્મ કહે છે. અરે આવી વ્યાખ્યા. ઓલા તો કહે કે અહિંસા ૫૨મો ધર્મ. ૫૨ની દયા પાળવી, એ અહિંસા જ નથી. એ તો હિંસા છે. ૫૨ની દયાનો ભાવ એ રાગ છે ને એ હિંસા છે. આકરી વાત બાપુ. વીતરાગ પરમેશ્વર જે આત્મા કહે છે, જેને ભગવાન પુણ્ય તત્ત્વ કહે છે નવ તત્ત્વમાં, એ પુણ્ય તત્ત્વના પ્રેમમાં આત્મા નથી અને આત્મા જ્ઞાન શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં એ રાગ ને રાગનો પ્રેમ એમાં નથી. આહાહા ! આવી વાત છે.
‘આવું તેમનું ભેદજ્ઞાન થાય' છે? આવું તેમનું ભેદશાન થાય, એટલે ? જેટલો પૂજા, ભક્તિ, દાન, દયા, વ્રત, તપ એનો ભાવ છે એ બધો રાગ છે અને તેનો પ્રેમ છે તે મિથ્યાત્વ છે. કેમ કે એ આસ્રવ છે, એ આસ્રવનો જેને પ્રેમ છે તે મિથ્યાદૃષ્ટિ છે, અને જેને આસ્રવથી રહિત ભગવાન ચૈતન્ય વીતરાગસ્વરૂપ છે આત્મા, એનો જેને પ્રેમ છે, એકાગ્રતા છે, તેને ધર્મ છે. કહો દેવીલાલજી ! આવી વાત છે બાપુ. દુનિયાથી તો ફે૨ફા૨.
แ
આવું તેમને ભેદજ્ઞાન થાય એટલે કે એ રાગની ક્રિયાના પરિણામ છે તે આસ્રવ છે તે હું નહીં. હું એમાં નહીં એ મારામાં નહીં. મારામાં તો જ્ઞાન ને આનંદસ્વરૂપ તે હું એવું એ રાગના ભાવથી ભિન્ન જે ભેદજ્ઞાન થાય, “ત્યારે તેમના એકપણારૂપ અજ્ઞાન મટે” આહાહાહા ! એ રાગ અને ભગવાન આત્મા બે ભિન્ન છે, એવું અંદર ભેદજ્ઞાન થાય, ભેદજ્ઞાન ભિન્ન, ત્યારે તેને રાગની એકતા તૂટી જાય છે. રાગ તે હું છું ને રાગ તે મારું કર્તવ્ય તે છૂટી જાય ( છે ). આહાહા ! ભાષા તો સાદી છે, ભાવ તો બાપુ ઊંડા છે. અત્યારે વીતરાગ માર્ગને વીંખી નાખ્યો છે, રાગ ને ક્રિયાકાંડમાં આ વ્રત કરો ને અપવાસ કરો ને દાન, દયા, કરો ને એમાં ધર્મ માન્યો એ રાગમાં ધર્મ માન્યો. મિથ્યાત્વને લઈને રખડી મ૨શે એ, ૮૪ ના અવતારમાં ક્યાંય પત્તો નહિ ખાય. આહાહાહા!