________________
૬૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ (સમજવું) એ રાગ છે એ આસ્રવ છે, એ જડ છે. કેમ કે જુઓ કેમ કે જડ સ્વભાવપણે હોવાથી તેઓ બીજા વડે જણાવા યોગ્ય છે. રાગ પોતે શું છે એ રાગ જાણતો નથી, રાગ તો અજીવ છે અચેત એમાં ચૈતન્ય પ્રભુ એનો અંશ એમાં નથી. જે ભાવે પુણ્ય બંધાય એવો ભાવ તે જડ છે કહે છે. કેમ કે એ પોતે બીજા દ્વારા જણાય છે, પોતા દ્વારા પોતે જાણી શકતો નથી રાગ. આસવોને જડ સ્વભાવપણું હોવાથી તેઓ બીજા વડે જણાવા યોગ્ય છે, એ ચૈતન્યસ્વભાવ વડે જણાવા યોગ્ય છે, એ પોતે પોતાને જાણતા નથી કે હું આ રાગ છું. આહાહાહા ! સમજાણું કાંઈ ?
કારણકે જે જડ હોય તે પોતાને ને પરને જાણતું નથી. રાગ પોતાને જાણતો નથી તેમ રાગ જોડે ચૈતન્ય ભગવાન છે એને એ રાગ જાણતો નથી, તેમ રાગ વડે જણાય એવો નથી. આહાહા! આવી વાતું છે. ઘણો ફેરફાર, ઘણો ફેરફાર. અહીં દયા, દાન, વ્રત, પૂજાના ભાવ એને અહીં ભગવાન કહે છે કે એ રાગ છે, ને રાગ છે તે જડ છે, એ ચૈતન્યનું નૂરનું પૂર જે ભગવાન આત્મા એનો એક અંશ એમાં નથી. એ તો અચેતન અંશ છે. બીજાઓ દ્વારા જણાવાયોગ્ય છે, કારણકે જે જડ હોય તે પોતાને ને પરને જાણતું નથી, તેને બીજો જ જાણે છે. આહાહા !
“માટે તેઓ ચૈતન્યથી અન્ય સ્વભાવવાળા છે” શું કીધું ઈ? વિકલ્પ જે ઉઠયો છે દયા, દાન, વ્રત, રાગ એ ચૈતન્ય સ્વભાવથી જણાય એવો છે, છે? તેઓ ચૈતન્યથી અન્ય સ્વભાવવાળા છે, માટે ચૈતન્ય એ નથી. આ ટીકા, એ પોતાને ને પરને રાગ જાણતું નથી, તેથી તેઓ રાગ જે ક્રિયા દયા, દાન, વ્રતના પરિણામ તે ચૈતન્યથી અન્ય સ્વભાવવાળા છે. ચૈતન્યનો સ્વભાવ જાણવું દેખવું એનાથી અન્ય સ્વભાવવાળા અજાણ ને અદેખું, જડ છે, એ તો. સાંભળ્યા જાય નહિ, એમાં સંપ્રદાયના આગ્રહમાં પડયા હોય એને તો, વસ્તુ કોઈ નિરાળી છે. ભગવાન સર્વજ્ઞ કહે છે કે, એને તો રુચિથી એણે સાંભળી નથી. આહાહા ! માટે તે પર છે. આહાહા !
“ભગવાન આત્મા તો” હવે એની સામે લે છે. જોયું પાછું ભગવાન આત્મા તો જયારે પુણ્ય ને પાપ ભાવ જડ છે ચૈતન્ય સ્વભાવથી અન્ય સ્વભાવવાળા છે, ત્યારે ભગવાન આત્મા કેવો છે? પોતાને સદાય વિજ્ઞાનઘન સ્વભાવપણું હોવાથી, પ્રભુ આત્મા તો સદાય પોતાને સદાય વિજ્ઞાનઘન સ્વભાવ, એ તો વિજ્ઞાનઘન સ્વભાવ, એ તો ઘન સ્વભાવ, એમાં વિકલ્પનો પ્રવેશ નથી. આસવનો જે રાગાદિ છે, એ વસ્તુમાં પ્રવેશ નથી. વિજ્ઞાનઘન સ્વભાવ ભગવાન આત્મા અંદર બિરાજે છે. અરેરે ! આહાહા !
એ તો સદાય અને પોતાને સદાય વિજ્ઞાનઘન, ઘન, પહેલાંના ઘી એવા થતાં ઘી, હવે તો બધું ગરબડ થઈ ગયું છે, પણ પહેલાંના પચાસ-સાઈઠ વરસ પહેલાંના ભેંસના ધી એવા થતાં કે તાવેથો પેસવો મુશ્કેલ પડે, આંગળી તો શેની પેસે? અરે નીકળે ઓલી ફાંસ વાગે, એવા ઘી હતા, સાંઈઠ વરસ પહેલાં, ફાંસ વાગે પછી છ મહીને એનું દુઃખે, એમાં આંગળી પેસે નહિ, એમ આ ભગવાન વિજ્ઞાનઘન પ્રભુ એમાં એ દયા, દાનનો વિકલ્પ પ્રવેશ ન કરી શકે ઘનમાં. આહાહાહા ! આવી વાતું હવે, આ તો શું જૈન વીતરાગની આવી વાતું હશે?
ભાઈ અમે તો જૈન માર્ગમાં તો દયા પાળો ને વ્રત કરો ને અપવાસ કરો ને ચોવીહાર કરો ને એવું સાંભળીએ છ પરબી દયા પાળો બ્રહ્મચર્ય પાળો, આવું તો સાંભળ્યું, અરે પ્રભુ સાંભળને હવે, સાંભળ્યું છે ને ખબર નથી અમને? ઓલા દેરાવાસીમાં તો ભક્તિ કરો ને પૂજા