________________
૬૯
ગાથા-૭૨ ઘટ ઘટ અંતર જિન વસે', ઘટ ઘટ અંતરમાં જિન અનાકુળ આનંદ અને અણાકુળ સ્વભાવ વીતરાગ સ્વભાવનો પિંડ આત્મા ઘટ ઘટમાં વસે છે પ્રભુ. એવો જે અણાકુળ વીતરાગી સ્વભાવ આત્મા, તે રાગનું કાર્ય નથી, વીતરાગ દશા એ રાગનું કાર્ય કેમ હોય? વીતરાગી ગુણ, વીતરાગી દ્રવ્ય ને વીતરાગી પર્યાય, આહાહા.... કે વીતરાગી ગુણ છે એ ત્રણેમાં વ્યાપે છે. એવી જે વીતરાગી શક્તિનો સાગર ભગવાન, એની જે વીતરાગી નિર્દોષ ધર્મ પર્યાય, તે રાગનું કારણ નથી, તેમ તે રાગનું કાર્ય નથી. એમ એવા અણાકુળ અનંત વીતરાગી ગુણ એનાથી રાગ ઉત્પન્ન થયો નથી, તેમ તે ગુણની પર્યાય રાગથી ઉત્પન્ન થતી નથી. આહાહાહા ! “અર્થાત્ દુઃખનું કારણ નથી.” આ એક બોલ આમાં પોણો કલાક ગયો આવો લ્યો. આહાહાહા ! આવી વાત છે.
આ તો ભગવાન જિનેશ્વરદેવની વાણી છે ભાઈ પરમાત્મા ત્રિલોકનાથ, તારે જો ધર્મ કરવો હોય તો, અણાકુળ ગુણથી ભરેલું દ્રવ્ય છે એની દ્રષ્ટિ કર એમ કહે છે. અને એ દ્રષ્ટિનું કારણ તો અણાકુળ દ્રવ્ય છે, એ દ્રષ્ટિનું કારણ રાગ કારણ ને દ્રષ્ટિ કાર્ય સમ્યગ્દર્શન કાર્ય એમ છે નહિ. એમ સમ્યજ્ઞાન એનું કારણ દ્રવ્ય સ્વભાવ જે અણાકુળ વીતરાગી સ્વભાવ, તે સમ્યજ્ઞાનની પર્યાયનું તે કારણ છે. તે સમ્યજ્ઞાનની પર્યાયનું કારણ, જ્ઞાન કરવું શાસ્ત્રનું એ કારણ તેનું સમ્યજ્ઞાન કાર્ય છે એમ નથી. અરે ! આરે ! ઓહોહો ! (શ્રોતા- અલૌકિક વાતું છે) હૈ! અલૌકિક વાતું છે, બાપુ. એમ આત્માના અણાકુળ વીતરાગી ગુણો છે તેનું કારણ થઈને ચારિત્ર પર્યાય વીતરાગી પર્યાય થાય, એ વીતરાગી પર્યાય રાગનું કારણ નથી, તેમ એ વીતરાગી ચારિત્ર રાગનું કાર્ય નથી. આવી વાતું શું હશે આ તે? જૈન ધર્મ તો આ દયા પાળવી, વ્રત કરવા ભક્તિ ને જાત્રા ને દોડાદોડ કરે છે ને? આ થઈ ગયો ધર્મ, ધૂળેય નથી સાંભળને.
જ્યાં ધર્મનો સ્વભાવથી ભરેલો ભગવાન આત્મા, તેનું કારણ બનાવ તો તેને ધર્મની પર્યાયનું કાર્ય થાય, પણ રાગને કારણે બનાવીને ધર્મની પર્યાયનું કાર્ય થાય એમ નથી. આહાહા ! આ ત્રણ બોલ થયા. આજ એક બોલ થયો, કાલ બે બોલ થયા'તાને.
“આ પ્રમાણે વિશેષ દેખીને” એટલે? કે રાગના ભાવ ને સ્વભાવ ભાવ બે ભિન્ન છે, એ રાગ ચાહે તો મહાવ્રતનો હો કે ભક્તિ, પૂજા, દાનનો હો, એ રાગ અને આત્મ સ્વભાવ “બે” ને “બે' ના વિશેષ જાણીને “બ” ની જુદાઈ જાણીને, બે તદ્દન જુદી જાતના છે. આહાહાહા !
હવે આમાં બાઈડીયું ને નવરાશ ન મળે બિચારાને આખો દિ' રાંધવું ને આ છોકરા, ને હવે આવી વાતું કાને, ઓલું સહેલું સટ હતું કે સામાયિક કરો ને પોહા કરો ને પડિકમ્મા કરો. અરેરે !જિંદગીયું ચાલી જાય છે. આવી ચીજ અંદરમાં જાણ્યા ને ઓળખ્યા વિના એનું પરિભ્રમણ મટતું નથી ભાઈ. ૮૪ના અવતારમાં ઘાણીમાં પિલાય છે એ. આહાહા !
જ્યાં અહીંયા રાગને દુઃખ કીધું, તો વળી સંયોગો છે એ તો નિમિત્ત છે દુઃખના. સમજાણું કાંઈ? અંદરમાં જે પુણ્ય ને પાપનો ભાવ થાય એ દુઃખ છે, બહારની લક્ષ્મી ને પ્રતિકૂળતા એ દુ:ખ નથી, એ તો દુઃખનું નિમિત્ત છે. અંદર ઘા વાગે છરાનો શરીરમાં એ દુઃખ નથી, એમાં જે દ્વેષ થાય એ દુઃખ છે ને એમાં એ તો નિમિત્ત છે એ ચીજ તો, હૈ? ઓહોહોહો ! કેટલું સમાડયું છે. હું