________________
ગાથા-૭૨
૬૫
અસ્તિત્વનું રૂપ છે એટલે કે જ્ઞાન પોતે છે અસ્તિત્વપણે એ પોતાને લઈને અસ્તિત્વ છે, એ અસ્તિત્વ ગુણને લઈને અસ્તિત્વ નથી. આહાહાહા ! સમજાણું કાંઈ ?
અજર પ્યાલા છે બાપા આ તો, વીતરાગનો મારગ આત્મા, એટલે ? કે ગમે તેટલી રાગની મંદતાનો ભાવ હોય પણ છતાં એનું એ કા૨ણ આત્માના દ્રવ્ય, ગુણ ને પર્યાય એનું કા૨ણ નથી. ત્રણેય હોં એક દ્રવ્ય ગુણ નહિ હોં. સમજાણું કાંઈ ? તેમ તે રાગનું કાર્ય નથી દ્રવ્ય ગુણ પર્યાય. દ્રવ્ય-ગુણ તો ન હોય રાગનું કાર્ય ભલે, એ તો કાયમી ચીજ છે. પણ એની જે પરિણતિ થઈ ધર્મની, સમ્યગ્દર્શનજ્ઞાન ચારિત્રની પર્યાય થઈ, તેનું એ રાગ કા૨ણ નથી. હવે આ મોટા વાંધા છે અત્યારે. પંડિતજી ! આહાહા ! વ્યવહા૨૨ત્નત્રય કારણ સાધક, નિશ્ચય સાધ્ય છે એમ કહે છે. અરે ભાઈ ! એ તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. આંહી તો ચોખ્ખી વાત છે આ.
પ્રભુ અનંતગુણની પ્રભુતાથી ભરેલો પ્રભુ એનામાં એક પ્રભુત્વ નામનો ગુણ છે પ્રભુમાં, તો એના અનંત ગુણમાં એની પ્રભુતાનું રૂપ છે, એનો જ્ઞાન ગુણ પ્રભુ, દર્શન ગુણ પ્રભુ, ચારિત્ર ગુણ પ્રભુ, અસ્તિત્વગુણ પ્રભુ, પ્રમેયત્વ ગુણ પ્રભુ, એવા અનંતા ગુણોમાં પ્રભુત્વનું રૂપ શક્તિ છે, પણ એનામાં એવી શક્તિ નથી કોઈ કે રાગનું કારણ થાય.. ભારે આકરું. એનામાં કોઈ એવો ગુણ નથી કે રાગનું કારણ થાય, તેમ તે રાગનું કાર્ય થાય એવી એનામાં શક્તિ નથી. રાગ કા૨ણ ને ધર્મની પર્યાય કાર્ય એવું છે નહિ. આહાહાહા ! હવે આવો એને નિર્ણય ક૨વો પડશે પ્રભુ ! આહા !
આખો દિ’ વ્યવસાય વ્યવસાય ધંધા પાપના એમાં ખુંચીને ગરી ગયો છે. એમાં પુણ્યના શુભ ભાવનો અવસર પણ થોડોક સાંભળવું કે,( શ્રોતાઃ- એમાં સમજાણું નહી આપ શું કહેવા માગો છો. ) હૈ ? એમ કહ્યું કે વાણીયાને વેપારના ધંધા આડે પુણ્યનીય નવરાશ ન મળે, આખો દિ’ આ કર્યું ને આ કર્યું આ બાઈડી છોકરાં સાચવ્યા, ધંધો અને ઘરાકને સાચવ્યા ને આ દીધું ને આમ દીધું ને આ એક દિવસમાં બે હજારની પેદાશ થઈ ને, આવું આખો દિ' પાપ બાવીસ કલાક, મૈં ? ( શ્રોતાઃ- પાપની પેદાશ થઈ ) ભાઈ ! પણ એ પાપના ભાવ કોઈ આત્મામાં ગુણ છે ને એને લઈ થયા છે એમ નથી. એ પર્યાયમાં ઉભા કર્યા એણે અને નવરો થાતો નથી પાછો એનાથી, નવ૨ો થાય તો એકાદ કલાક સાંભળવા કે દર્શન દેવ દર્શન એકાદ કલાક એ શુભ ભાવ. એરણની ચોરી ને સોયના દાન. આહાહા !
ભગવાન તારું સ્વરૂપ એવું છે ત્રિકાળી એની દ્રષ્ટિ થયા વિના એને ધર્મની પર્યાય નહિ પ્રગટે, એ શુભ-અશુભ ભાવ તો દુઃખરૂપ છે, એ તો ખૂબ કષાયની મંદતાના શુભ ભાવ કર્યા એથી એને સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર થાય એમ નથી. આહાહાહા ! જુઓ આ વીતરાગ મારગ જિનેશ્વર ત્રિલોકનાથ, રાત્રે તો કહ્યું'તું ને એ વીતરાગ ઉ૫૨થી કહ્યું'તું, આત્મામાં અનંતા ગુણો છે એ બધા વીતરાગ ભાવે છે બધા, જીવતર શક્તિ ચિતિ, દશિ, જ્ઞાન, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ એમાં બધામાં વીતરાગતા ભરી છે એમાં રાગ નથી ભર્યો એમ ( કહે ) સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ ? આહાહા ! એ રાગનું કાર્ય નથી, તેમ રાગનું એ કારણ નથી. કેમ કે એ વસ્તુ ભગવાન આત્મા જેટલા અનંત અમાપ અમાપ અમાપ ગુણોની સંખ્યા વિનાનું અનંત અનંત અનંત અનંતને અનંતગુણા કરી નાખો તોય પણ પાર નહિ એટલા ગુણો એનામાં છે, તે બધા ગુણો