________________
૫૦
સમયસાર સિદ્ધિ ભાગ-૪ ત્યારે આ આત્માને અનાદિ હોવા છતાં, શું કહે છે એ? જેમ ભગવાન આત્મા અનાદિનો એનો શુદ્ધસ્વભાવ પિંડ પ્રભુ અનાદિ હોવા છતાં આ રાગ મારું કાર્ય(-કર્તવ્ય ) ને રાગનું અમારું કાર્ય છે એવી અજ્ઞાનબુદ્ધિ પણ અનાદિની છે પર્યાયમાં સમજાણું કાંઈ ? રાગ ચાહે તો શુભ હો કે અશુભ પણ એ રાગ મારું કર્તવ્ય છે ને હું એનો કર્તા છું એ અજ્ઞાનબુદ્ધિ અનાદિની ચાલી આવે છે, આ કર્તા-કર્મ અધિકાર છે-એકોતેર ગાથા છે. આહાહા! સમજાણું કાંઈ....?
અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ, કર્મથી ઉત્પન્ન થયેલ એવું નહીં “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ, (અગ્નિ સહે ઘનઘાત લોહકી સંગતિ પાઈ”) કર્મ તો જડ છે-માટી ધૂળ છે. પોતાનો સ્વભાવ ચૈતન્ય, પૂર્ણાનંદ પ્રભુ! એનાં અજ્ઞાનથી, એનું જ્ઞાન નહીં હોવાથી. રાગનું કાર્ય મારું ને હું એનો કરવાવાળો, એવી અજ્ઞાનબુદ્ધિ ઉત્પન્ન (અનાદિની) થઈ છે. એવું અજ્ઞાન પરિણમન કર્તાકર્મની પ્રવૃત્તિ, સમ્યગ્દર્શન થયું-શુદ્ધચૈતન્ય વસ્તુ હું છું, હું તો પુર્ણાનંદ સ્વરૂપ છું એવી પરિણતિ શ્રદ્ધા-જ્ઞાનમાં થઈ ત્યારે અનાદિની જે કર્તાકર્મની પ્રવૃત્તિ હતી તેનાથી નિવૃત્ત થાય છે-અનાદિની કર્તાકર્મની બુદ્ધિનો નાશ થયો. એની નિવૃત્તિ થવાથી, અજ્ઞાનના નિમિત્તથી થતો એ અજ્ઞાનના નિમિત્તથી પુદ્ગલ(નો સંબંધ) બનતો હતો, એ રોકાઈ ગયો. આહાહા!
શું કીધું એ? કે જ્યારે આત્મા આનંદ ને અતીન્દ્રિયજ્ઞાનસ્વરૂપ એનો સ્વભાવ, એ સ્વભાવની દૃષ્ટિ માલૂમ પડી, તો પરિણમનમાં-પર્યાયમાં પણ અતીન્દ્રિય આનંદ ને જ્ઞાનની પર્યાય સ્વરૂપમાં થઈ સમ્યકની તો તે જ સમયે અનાદિની (માન્યતા હતી કે) રાગનું કર્તવ્ય મારું અને રાગનો કરવાવાળો હું એ (અભિપ્રાય) અજ્ઞાનબુદ્ધિનો નાશ થાય છે. અજ્ઞાનના નિમિત્તથી જે પુગલ કર્મનો બંધ અનાદિથી થતો હતો, એ અનાદિનો કર્મનો બંધ પણ નિવૃત થયો-એને (હવે ) બંધ થતો નથી. આહાહાહા !
અજ્ઞાનની નિવૃત્તિ થઈ તો અજ્ઞાનથી બંધાવાવાળા કર્મ પણ બંધાતા નથી. શું થાય? એમ થવાથી જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે. છે? સંસ્કૃત છે એમ થતાં, જ્ઞાનમાત્રથી બંધનો નિરોધ થઈ જાય છે. જ્ઞાન શબ્દ, એ આત્મા! શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે એવું પરિણમન થયું જ્ઞાનનું એ જ્ઞાનના પરિણમન માત્રથી બંધ રોકાઈ જાય છે, જ્ઞાન એટલે આ શાસ્ત્રના જાણપણા એ જ્ઞાન નહીં (પરંતુ ) જ્ઞાનસ્વરૂપ ચિધન જ્ઞાતાદેષ્ટા ભગવાન આત્મા ! એની પર્યાયમાં આત્માનું પરિણમન એટલે જ્ઞાનનું પરિણમન કે સ્વભાવનું પરિણમન, આવા જ્ઞાનમાત્રથી અજ્ઞાનની નિવૃત્તિ થઈ, અને અજ્ઞાનથી બંધ હતો એ બંધ રોકાઈ ગયો, સમજાણું કાંઈ? આહાહા! આવી ઝીણી વાતું હવે, કેટલી યાદ રાખવી એક કલાકમાં!
ભાઈ, ઓલું તો કંઈક કહે (કરવાનું કે) આ વ્રત કરો, જાત્રા કરો, અપવાસ કરો, ભક્તિ કરો, મંદિર બનાવો તો સમજાય તો ખરું-અનાદિથી અજ્ઞાન છે એમાં શું સમજવું'તું! આ વાત નિરાળી પ્રભુ વીતરાગમાર્ગની! આહા!
એ કારણે જ્ઞાનમાત્રથી જ-એ સ્વરૂપનું જ્ઞાન થયું, રાગની રુચિ છૂટી ગઈ, ત્રિકાળ જ્ઞાયક-ભાવનું પોષાણ-ચિ થઈ તો સમ્યજ્ઞાન થયું તો સમ્યક જ્ઞાનમાત્રથી બંધનો નિરોધ થઈ