________________
૪ ૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ છે–વસ્તુ એનો જ્ઞાનસ્વભાવ છે, વસ્તુ છે આત્મા એનો જ્ઞાનસ્વભાવ છે-જ્ઞાન જ સ્વભાવ છે. એ જ્ઞાનનું ભવન-પરિણમન થવું એ સ્વભાવનું પરિણમન છે, એ આત્મા છે. આરે! આમ છે!
ધર્મીને ધર્મ શી રીતે થાય છે? કે ધર્મી એવો જે આત્મા, એનું જે જ્ઞાન-આનંદ આદિ જે સ્વભાવ, એ જ્ઞાન-આનંદ આદિ સ્વભાવનો ધરવાવાળો આત્મા, એ આત્મા ઉપર દૃષ્ટિ થવાથી, એનું જ્ઞાન ને આનંદપણે થવું એ એનો ધર્મ ને પર્યાય છે. આવી વાત છે, ઝીણી વાત છે ભાઈ !
આહાહા ! ત્રણ વાત કરીને ! કે જે વસ્તુ છે–જેમ વસ્તુ આત્મા તો એ સ્વભાવમાત્ર વસ્તુ છે. એ વિકાર-ફિકાર એમાં છે નહીં. એમાં પોતાનું જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા(આદિ) જે સ્વભાવ છે, એ સ્વભાવમાત્ર વસ્તુ છે, અને એ સ્વ-ભાવનું સ્વ-ભવન-પોતાની પર્યાયમાંઅવસ્થામાં સ્વ-ભાવનું પરિણમન-દશાનું થવું એ આત્મા છે. આવું છે, કર્તાકર્મ અધિકાર છે ને!
(કહે છે) આત્મા જ્ઞાન-પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ એ સ્વભાવમાત્ર જ એ આત્મા અને સ્વનું ભવનમ (એટલે કે) એ જ્ઞાનને પકડીને, વસ્તુ જ્ઞાનસ્વરૂપ છે એવી પર્યાયમાં પકડ કરીને, પર્યાયમાં જે જ્ઞાનનું શ્રદ્ધાનું શાંતિનું આનંદનું પરિણમન થવું એ એનું કાર્ય છે. સમજાણું કાંઈ....?
“અને ક્રોધાદિકનું થવું-પરિણમવું તે ક્રોધાદિ છે.” શું કહે છે? આહાહા ! એ સ્વભાવ જે ભગવાન આત્માનો, સર્વજ્ઞ પરમેશ્વરે જોયો તો આત્મા જ્ઞાન-આનંદસ્વરૂપ છે, (હવે ) જેની આવી દષ્ટિ નથી અને જે પુણ્ય-પાપના ભાવ (જે) સ્વભાવથી વિરુદ્ધ ભાવ એની રુચિથી જે પરિણમન કરે છે ત્યાં વિકાર દેખાય છે ત્યાં આત્મા (દેખાતો) નથી. આહાહાહા ! વીતરાગ મારગ બહુ અલૌકિક ! આહાહાહા ! પર્યાયમાં સ્વ-ભાવનું ભવન-(પરિણમન) ન થવું અને પર્યાયમાં પુણ્ય-પાપના-વિકારના ભાવ થવા (તો એને ) એ જ ભાસે છે, તે આત્મા નથી. આહાહા ! વાત સૂક્ષ્મ છે ભાઈ....! આહાહા!
ક્રોધ-ક્રોધ એટલે (આત્મ) સ્વભાવ જે ચૈતન્ય જ્ઞાન ને આનંદ આદિ સ્વભાવ, એની રુચિ ન થઈને, પુણ્ય-પાપના ભાવમાં રુચિ થવી, એનું નામ ક્રોધ છે. એનું નામ સ્વભાવ પ્રત્યે અનાદર છે. આહાહા ! આવી વાત ! ભગવાન આત્મા આનંદમૂર્તિ, સચ્ચિદાનંદ પ્રભુ એ પોતાનો સ્વભાવ, એ સ્વભાવથી વિરુદ્ધ વિકારની રુચિ થવી-ચાહે તો દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ હો એ રાગ છે અને રાગની રુચિ થવી એ ક્રોધ છે. સ્વભાવ જ્ઞાયક ચૈતન્ય પ્રભુ, એનાથી વિરુદ્ધ વિકારની રુચિ થવી એ સ્વભાવથી વિરુદ્ધ ક્રોધભાવ છે. આવી વાતું છે!
ક્રોધાદિકનું થવું-પરિણમવું તે ક્રોધાદિ છે.” જ્ઞાનનું થવું-પરિણમવું તે ક્રોધાદિકનું થવું એવું છે નહીં. શું કહે છે? બહુ સૂક્ષ્મ વાત છે ભાઈ ! ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી -આનંદસ્વરૂપી પ્રભુ છે તો એ જ્ઞાનની પક્કડ કરીને જ્ઞાનનું થવું શુદ્ધ સ્વભાવનું થવું, અને વિકારનું પણ થવું એવું છે નહીં. આહાહા ! જ્ઞાનનું થવું પરિણમવું તે ક્રોધાદિનું પણ થવું (એમ નથી.) એટલે શું કહે છે? કે આત્મસ્વભાવ જે શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ, એની દૃષ્ટિથી જે પરિણમનજે શુદ્ધનું થયું. અને એ જ (પરિણમન ) શુદ્ધન્ય થવું ને વિકારનુંય થવું, એવું થતું નથી. આહાહા ! આવો મારગ છે! દુનિયાને બહારથી ધર્મ માનવો, ધર્મ કોઈ અલૌકિક ચીજ છે ભાઈ !