________________
૪૦
સમયસાર સિદ્ધિ ભાગ-૪
સ્વભવનપણે પરિણમે ત્યારે ખ્યાલમાં આવે, ત્યારે આત્મા શુદ્ધપણે પરિણમે છે એ મારું કાર્ય છે એમ ખ્યાલમાં આવતાં વસ્તુમાં અનંત સ્વભાવ હતો એનો ખ્યાલ આવ્યો, એનું પરિણમન થતાં એનો ખ્યાલ આવ્યો, અને પરિણમનમાં સ્વભાવનું પરિણમન ખ્યાલમાં આવે છે. આહાહા ! આહાહાહા !
જેમ સ્વભાવનું થવું, પર્યાયમાં સ્વભાવનું થવું જેમ માલૂમ પડે છે, એ જ્ઞાનમાં જણાય છે, કે આ સ્વભાવ શુદ્ધપણે પરિણમ્યો, એમ જ્ઞાન જાણે છે, તેમ તે રાગપણે પરિણમવું એ છે નહિ, માટે તેને રાગપણે થવું માલૂમ પડતું નથી. એ વખતે જરી રાગાદિ હો, પણ છતાં સ્વાભાવિક વસ્તુ જે અનંત ગુણનો પિંડ પ્રભુ એનો જ્યાં સ્વીકાર થયો એટલે પરિણમનમાં સ્વનું ભવન થાય, સ્વના ભવનમાં જ્ઞાન ને આનંદનું થવું માલૂમ પડે, એ વખતે રાગ હો, છતાં રાગનું જ્ઞાન થાય તે માલૂમ પડે છે. હેં ? ( શ્રોતાઃ- રાગ માલૂમ પડતો નથી ) આહાહાહા ! આવી વાતું છે. કહો કાંતિભાઈ ! આ કાંતિની વ્યાખ્યા હાલે છે આત્માની કાંતિ અંદરખાને, આત્માની કાંતિ માલૂમ પડે ત્યારે રાગની અકાંતિ માલૂમ પડતી નથી, કહે છે. એ વખતે રાગ હો, છતાં સ્વનું પરિણમન થતાં પોતે પોતાને જાણવારૂપે પરિણમે છે તેમ તે વખતે રાગને રાગપણે છે ભલે, પણ તેના જાણવાપણે એ પરિણમે એ તો પોતાનો સ્વભાવ જ એવો છે સ્વપરપ્રકાશક સ્વભાવપણે થવું તે તેનો સ્વભાવ છે. આહા ! સમજાણું કાંઈ ? આહાહાહા !
અમૃત રેડયા છે, દિગંબર સંતોએ જગતનો ઉદ્ધાર, દોષ કેમ નીકળી જાય, એની વાતું કરી છે. આહાહા ! કર્તા કર્મની પ્રવૃત્તિ કેમ અટકી જાય, હેં ? અજ્ઞાનપણે કર્તા કર્મ છે એમ કહીને પણ તાત્પર્ય તો પાછું એને વીતરાગતા બતાવવી છે ને ? ન્યાં રોકવો છે એમ નથી. સમજાણું કાંઈ ? આહાહાહા ! આહાહા!
જેમ આત્માનો સ્વભાવ માલૂમ પડે છે તેમ વિકારી પણ થતાં માલૂમ પડતા નથી એક વાત. અને ક્રોધાદિનું જે થવું પરિણમવું જ્ઞાનનું પણ થવું પરિણમવું નથી.” એટલે ? સ્વભાવથી વિરુદ્ધ વિભાવ એનું પરિણમવું, જે પરિણમવું તે જ્ઞાનનું પણ પરિણમવું એમ નથી. વિકા૨નું પરિણમનું એ જાદી ચીજ છે ને જ્ઞાનનું પરિણમવું એ જુદી ચીજ છે. આહાહાહા ! ભારે વાતું ભાઈ, કહો રસિકભાઈ આ થોડે ઘણે સાંભળીને નથી બેસે એવું આ, મોટો અભ્યાસ કરવો પડશે. આહાહા !
ક્રોધાદિકનું જે થવું તે શાનનું પણ થવું, એટલે ?વિકા૨૫ણે થવું એમ ભાસે, ત્યાં જ્ઞાન પણ થવું ભાસે એમ નથી. સમજાણું કાંઈ ? ક્રોધાદિકનું જે થવું એ આત્માનું પણ સ્વભાવનું પણ થવું નથી, કારણ ક્રોધાદિના થવામાં ક્રોધાદિ થતાં માલૂમ પડે છે, એ માલૂમ પડે છે જોયું. અજ્ઞાનીના અજ્ઞાનમાં વિકા૨૫ણે થવું માલૂમ પડે છે કે આ વિકાર થાય છે, આનંદ નથી ત્યાં. વિકા૨૫ણે એટલે દુઃખપણે પરિણમવું જેમ માલૂમ પડે છે તેમ આત્માના સુખપણે પણ પરિણમવું માલૂમ પડે છે એમ નથી એને. જેને રાગના દુઃખના ભાવનું પરિણમવું માલૂમ પડે છે એને આત્માનું થવું એને છે જ નહિ, માટે માલૂમ પડતું નથી. સમજાણું કાંઈ ? આહાહાહાહા!
જેમ ભગવાન આત્મા ! આમાં પુનર્યુક્તિ લાગે એવું નથી. આત્મપ્રભુ વસ્તુ છે, તેથી વસ્તુ શબ્દ વાપર્યો, કેમ કે તેમાં અનંતા સ્વભાવો વસેલા છે અને તે સ્વભાવમાત્ર તે વસ્તુ છે.