________________
૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૪ તે આત્મા છે. જોયું? કેમ કે ભગવાન આત્મા તે જ્ઞાનસ્વભાવ વસ્તુ છે અને તે જ્ઞાનસ્વભાવનું પર્યાયમાં જ્ઞાનરૂપે, આનંદરૂપે, શાંતિરૂપે પરિણમવું તે તેનો સ્વભાવ છે. આહાહાહા !
ખરેખર ભગવાન જ્ઞાનનું થવું કેમ કે આત્મા જ્ઞાનસ્વભાવ છે. આત્મા વસ્તુ છે એનો જ્ઞાન સ્વભાવ છે અને તેથી જ્ઞાનનું પરિણમવું થવું તે આત્મા છે, ક્રોધાદિનું થવું પરિણમવું તે ક્રોધાદિ છે. વિકારરૂપે થવું તે વિકાર છે, એ આત્મા નથી. પુષ્ય ને પાપના ભાવરૂપે થવું તે વિકારરૂપ થવું, તે વિકાર છે તે આત્મા નથી. આહાહા !વળી જ્ઞાનનું જે થવું પરિણમવું છે, એટલે કે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી, જ્ઞાન સ્વભાવી મુખ્ય લેવું છે ને? બાકી તો અનંત સ્વભાવ પણ-જ્ઞાન તે મુખ્ય વસ્તુ છે. “માટે જ્ઞાનનું જે થવું પરિણમવું છે તે ક્રોધાદિનું પરિણમવું નથી.” આહાહાહા ! ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, તેનું જ્ઞાન ને આનંદ ને શાંતિનું થવું તે આત્મા. પણ તેનું રાગરૂપે થવું એ નહિ, એ આત્મા નહિ. શું વાત? સમયસાર તો આ ભરતક્ષેત્રમાં અલૌકિક વાત છે. એની એક એક ગાથા એક એક પદ!
કહે છે કે વસ્તુ જગતમાં છે, અને તે વસ્તુ સ્વભાવમાત્ર જ છે, અને તે સ્વભાવનું પરિણમવું માત્ર તે આ વસ્તુ છે, એમ ભગવાન આત્મા છે અને તેનો જ્ઞાન, આનંદ આદિ સ્વભાવમાત્ર છે, અને તે જ્ઞાન ને આનંદ સ્વભાવમાત્રનું જ્ઞાન ને આનંદરૂપે થવું તે આત્મા છે. પણ તેનું વિકારરૂપે પણ થવું એ નહિ. એ વસ્તુ નહિ, એમ કહે છે. એનો અર્થ એમ છે કે જેણે આત્મા છે, એવું જેણે દૃષ્ટિમાં લીધું તો તો એ આત્માનો જ્ઞાન ને આનંદ સ્વભાવ છે, અને જ્યાં એ લીધું દૃષ્ટિમાં એટલે જ્ઞાન ને આનંદરૂપે થવું એ આત્મા છે. પણ તેના આનંદ ને જ્ઞાનરૂપે થવું એની સાથે રાગરૂપે થવું એ આત્મા નહિ. આહાહાહાહા !
પરનું કરવાપણાની તો વાત અહીં છે જ નહિ. અહીંયા તો એનો સ્વભાવ જે છે ભગવાન આત્મા ! જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા એવો જે વસ્તુનો સ્વભાવ છે, તે વસ્તુનો સ્વભાવ ત્રિકાળ છે, એ દ્રવ્ય ત્રિકાળ છે, પણ વર્તમાનમાં એ સ્વભાવનું થવું, જ્ઞાનરૂપે, આનંદરૂપે, શાંતિરૂપે, સ્વચ્છતારૂપે, પ્રભુતારૂપે એ સ્વભાવનું થવું તે આત્મા છે, તે દ્રવ્ય ગુણ ને પર્યાય ત્રણ થઈને આત્મા કીધો. સમજાણું કાંઈ ? અને તે વખતે રાગના પ્રેમપણે પરિણમવું તે આત્મા નહિ, એ આત્માનો સ્વભાવ નહિ અને સ્વભાવરૂપે પરિણમ્યા સિવાય આ પરિણમવું એ આત્મા નહિ. આહાહાહા!
જ્ઞાનનું પરિણમવું તે ક્રોધાદિકનું પણ પરિણમવું નથી કારણ કે જ્ઞાનના થવામાં જેમ જ્ઞાન થતું માલૂમ પડે છે” શું કહે છે કે ભગવાન આત્મા જ્ઞાન ને આનંદસ્વભાવ વસ્તુ છે અને જ્યારે જ્ઞાન ને આનંદરૂપે પરિણમે છે ત્યારે તેને આનંદ ને જ્ઞાનરૂપે થવું તે ભાસે છે. છે? જ્ઞાનનું પરિણમવું માલૂમ પડે છે, એટલે ? આત્મા આનંદ ને જ્ઞાનપણે પરિણમે છે તેવું પર્યાયમાં માલુમ પડે છે. ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપ છે સ્વભાવ અને તે શુદ્ધરૂપે પરિણમે છે એમ માલૂમ પડે છે, તે વખતે ક્રોધરૂપે પણ પરિણમું છું એમ માલૂમ પડતું નથી. શું શૈલી ! શું ટીકા ! ગજબ વાત છે ભાઈ, ભગવાન-ભગવાનની સાક્ષાત્ વાણીમાં આવી હોય એ સંતોએ એવી વાતું કરી છે ભાઈ પણ એને સાંભળવાને માટે પાત્રતા જોઈએ. આહાહાહાહા !
આત્માના સ્વભાવપણે પરિણમવામાં જેમ સ્વભાવ થતું માલૂમ પડે છે. શાંતિ થઈ,