________________
૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ ઉત્પન્ન થયેલી એવી (પરમાં) કર્તાકર્મની પ્રવૃત્તિ નિવૃત્ત થાય છે; તેની નિવૃત્તિ થતાં અજ્ઞાનના નિમિત્તે થતો પૌગલિક દ્રવ્યકર્મનો બંધ પણ નિવૃત્ત થાય છે. એમ થતાં, જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે.
ભાવાર્થ- ક્રોધાદિક અને જ્ઞાન જુદી જુદી વસ્તુઓ છે; જ્ઞાનમાં ક્રોધાદિક નથી, ક્રોધાદિકમાં જ્ઞાન નથી. આવું તેમનું ભેદજ્ઞાન થાય ત્યારે તેમના એકપણારૂપ અજ્ઞાન માટે અને અજ્ઞાન મટવાથી કર્મનો બંધ પણ ન થાય. આ રીતે જ્ઞાનથી જ બંધનો નિરોધ થાય છે.
પ્રવચન નં. ૧૪૭ ગાથા-૭૧
તા. ૨૭/૧૧/૭૮ હવે પૂછે છે શિષ્ય આવું જ્યારે સાંભળ્યું ત્યારે, હવે એને જિજ્ઞાસા ઉત્પન્ન થઈ એમ લીધું છે ને? આ રીતે જ્યારે સાંભળ્યું કે આત્મા અજ્ઞાનભાવે વિકારનો કર્તા થાય અને વિકાર તેનું કાર્ય થાય, તે કાળે કર્મના પરમાણું થવાને લાયક પોતાની પર્યાયપણે પરિણમે તે બંધ કહેવાય, એ બંધનું નિમિત્ત આ પરિણામ, અને એ બંધનું નિમિત્ત ભવિષ્યના અજ્ઞાનનું નિમિત્ત. સમજાણું કાંઈ? આહાહા !
હવે પૂછે છે કે પ્રભુ આ કર્તાકર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે થાય? અરેરે!આ તો અજ્ઞાનભાવે આ કરે છે અને બંધન થાય છે એ દુઃખી છે. એ દુઃખમાં ઘેરાઈ ગયો છે. આહાહા !
અજ્ઞાનભાવે વિકારનો કર્તા થાય છે એ દુઃખના ભાવમાં પ્રભુ, એ ઘેરાઈ ગયો છે. એ એનો અભાવ ક્યારે થાય? એવી જેને અંતરમાંથી સમજવાની જિજ્ઞાસા થઈ છે અને આ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? આહાહાહા ! એને ખ્યાલમાં આવ્યું કે આત્મા પોતાના સ્વભાવનો અજાણ અજ્ઞાનભાવે એના સ્વભાવમાં નથી એવા સંયોગસિદ્ધ સંબંધવાળા રાગાદિ એ કર્તા થાય અને રાગાદિ એનું કાર્ય થાય, એ તો દુઃખની દશા થઈ. તો એવી કર્તાકર્મની પ્રવૃત્તિ અજ્ઞાનભાવ કર્તા ને રાગ તેનું કાર્ય, એવી કર્તાકર્મની પ્રવૃત્તિનો અભાવ પ્રભુ ક્યારે થાય ? કર્તાકર્મની પ્રવૃત્તિનો સિદ્ધ અંત તો અમે જાણ્યો. હૈ? પણ એ અજ્ઞાનભાવ કર્તા ને રાગદ્વેષ કાર્ય, એનો અભાવ શી રીતે થાય પ્રભુ?
કેમ કે ભગવંત અને ગુરુ જે કહે છે ભલે આ વાત આમ, પણ એ કહે છે વીતરાગભાવ પ્રગટ કરવા માટે આ કહે છે, આમાં રોકાવા કહે છે, એમ નહિ. સમજાણું કાંઈ ? એથી શિષ્યનો પ્રશ્ન ઉઠયો, પ્રભુ ત્યારે અમને આ કહોને તમારે જે કહેવાનો આશય તો આચાર્યને પાછો વીતરાગ ભાવ આમ થાય, એમ તમારે તો સરવાળો લાવવો છે. સમજાણું કાંઈ ? તો એ શી રીતે થાય? આહાહા!
આવી વાતું. ઉપદેશ લોકો હવે મોટા ધંધા ને એમાં ગુંચાઈ ગયા. જે સંપ્રદાયમાં જગ્યા જે કુળમાં જન્મ્યા, જેનો સંગ રહ્યો એ વાત એને બેસી ગયેલી. હું? જેશી કુળે સમુપન્ને-જે કુળમાં ઉપજ્યો, અને તે કુળમાં જે એની જાત ધર્મ હોય એનો એને એવા ધર્મી એનો સંગ થયો એની વાત એને બેઠેલી. હેં ! નવું શું છે સત્ય, વિચાર કરવાનો અવસર ન મળે. શિષ્યને તો આ પ્રશ્ન ઉઠયો છે. પ્રભુ જ્યારે આત્માના અજાણ સ્વભાવમાં અજ્ઞાનભાવમાં કર્તા અજ્ઞાન થઈને દુઃખના