________________
૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪
બંધ છે અને તે બંધના નિમિત્તથી પાછું તે બંધ થયો ને ? એના નિમિત્તથી અજ્ઞાન છે. એ પ્રમાણે અનાદિ પ્રવાહ સંતાન છે. માટે તેમાં એકબીજાનો આશ્રય-દોષ પણ આવતો નથી. એમ કે આણે રાગ કર્યો ને ત્યારે બંધન થયુ, ને બંધનનું નિમિત્ત થયું તેથી આંહી અજ્ઞાન થયું એવો એકબીજાના આશ્રયે ( નથી ) સ્વતંત્ર છે. પ્રવાહરૂપે અનાદિ એ રીતે સ્વતંત્ર છે એકબીજાને આશ્રયે થાય એવું અનાદિ પ્રવાહમાં ઇતર–ઇતર દોષ આવતો નથી. આહાહાહાહા ! એ ગાથાઓ ઝીણી. પહેલી ગાથા કર્તાકર્મની ઝીણી ભાઈ. આહા !
“આ રીતે જ્યાં સુધી આત્મા ક્રોધાદિ કર્મનો કર્તા થઈ ” વિકારી પરિણામનો કર્તા થઈ, કે જે વિકારી પરિણામ જીવને સંયોગસંબંધે છે, સ્વભાવસંબંધે નથી. એવા સંયોગી સંબંધના પુણ્યપાપના ભાવ એનો કર્તા થઈ પરિણમે છે, ત્યાં સુધી કર્તાકર્મની પ્રવૃત્તિ છે અને ત્યાં સુધી કર્મનો બંધ થાય છે. આ તમારી મેળાએ વાંચ્યું છે કે નહિ કોઈ દિ’આ. ચીમનભાઈ ? હૈં ? નવરાશ નથી ભાઈ. મોટાભાઈ કહે છે, આ ભાઈને કાલ પૂછ્યું નહિ ? ઓલા રમણીકભાઈને કીધું આ બેનનું પુસ્તક વાંચ્યું ? તો કહે વાંચ્યું જ નથી, કહો હવે. આરે ! આરે ! હવે મારી નાખે જગતને. આવું બહાર નીકળ્યું પુસ્તક તે ભેટ તો આપ્યું છે ને ? આત્મધર્મ જે મંગાવે છે એને ભેટ આપ્યું છે. ઘણાં વખતથી આવી ગયું છે તોય વાંચ્યું નથી કહે. ચોપડા વાંચ્યા છે મુંબઈમાં, મોહનગરી કીધીને ? અરે રે ! ચાલ્યો વખત ચાલ્યો જાય છે, પોતાનું જે કર્તવ્ય છે એ સમજે નહિ આ જીવ, અવતાર ચાલ્યા જાય છે બાપુ. આહાહા ! ઘડી ઘડી જાય તે મૃત્યુને સમીપે જાય છે. આહાહા ! બે ઘડી, ચાર ચાર ઘડી ચાલ્યો જાય છે, તેમ તેમ દેહને છૂટવાના સમીપમાં જાય છે. છૂટવાનો તો છે જ, છૂટો તો છે જ, પણ બાહ્ય ક્ષેત્રાંત૨ આઘો જવાનો કાળ, એને સમીપ આવે છે. આહાહા !
દ્રવ્ય તેની પોતાની પર્યાયને કે જે તેના જન્મક્ષણે-સ્વકાળે ક્રમબદ્ધ થવાની છે તેને આડી-અવળી કે આઘી-પાછી કરી શકે એમ પણ નથી
દરેક પદાર્થની પર્યાય ક્રમબદ્ધ થાય છે. દરેક જીવ કે જડની પર્યાયનો જે જન્મક્ષણ છે તે જ સમયે તે પર્યાય ક્રમબદ્ધ થાય છે, તેને ઇન્દ્ર, નરેન્દ્ર, કે જિનેન્દ્ર પણ ફેરવવા સમર્થ નથી. આહાહા ! જીવ એકલો જ્ઞાતા છે. અહીં અકર્તાપણાની ઉત્કૃષ્ટતા બતાવે છે કે ઇશ્વ૨ જગતનો કર્તા છે એ વાત તો જૂઠી છે જ અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકે એ પણ જૂઠું છે અને તે તે દ્રવ્ય તેની પોતાની પર્યાયને કે જે તેના જન્મક્ષણે-સ્વકાળે ક્રમબદ્ધ થવાની છે તેને આડી-અવળી કે આઘીપાછી કરી શકે એમ પણ નથી. જે સમયે જે પર્યાય ક્રમબદ્ધ થવાની છે તેને અન્ય નિમિત્તની અપેક્ષા તો નથી જ પણ એના દ્રવ્યની પણ અપેક્ષા નથી. આવી વસ્તુની સ્થિતિ છે. (આત્મધર્મ, અંક ૭૨૬, વર્ષ-૬૦, પાના નં. ૭)