________________
૩૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ (શ્રોતા:- સમજવું પડશે) સમજવું પડશે લ્યો ભાઈ કહે છે. હેં? પોતા માટે (શ્રોતા- સમજવાનું પોતાના માટેજ છે ને?) પોતા માટે જ છે ને? વાત સાચી.
આ કર્તાકર્મની પ્રવૃત્તિ આની અનાદિથી આમ છે. એ કહેશે કે એ જીવ જ્યારે પોતાના સ્વભાવને ભૂલી અજ્ઞાનભાવરૂપ રાગદ્વેષરૂપે થાય છે તે કાળે કર્મના પરમાણુંઓ કર્મ રૂપે થવાને લાયક હતા તે કર્મરૂપે થાય છે, એમ બેને એકક્ષેત્રે રહેવાનો સંબંધ છે. એકક્ષેત્રે એકબીજાનો સ્વભાવ સંબંધ છે એમ નહિ. આહાહા ! આ રીતે જીવ અને પુદ્ગલનો પરસ્પર અવગાહુપરસ્પર અવગાહ, જ્યાં કર્મના પરમાણુંઓ છે, ત્યાં આત્માના રાગદ્વેષના પરિણામવાળો જીવ છે. એમ પરસ્પર અવગાહ સંબંધ છે. જ્યાં આત્મા છે, રાગદ્વેષના પરિણામ, તે જ કાળે કર્મના પરમાણુંનો તે જ ક્ષેત્રે અવગાહ રહેલા છે. એવો સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે. સમજાય છે કાંઈ ? આહાહા!
અનેકાત્મક હોવા છતાં, હવે શું કહે છે?કે આત્મા ને પરમાણુંઓ કર્મ અનેક છે, એક નથી ભિન્નભિન્ન છે બેય, આત્મા ભિન્ન દ્રવ્ય છે, કર્મના પરમાણુંઓ ભિન્ન દ્રવ્ય છે એ અનેકાત્મક અનેક સ્વરૂપે હોવા છતાં, અનાદિ એક પ્રવાહપણે હોવાથી, એટલે? કે આત્મા પણ પોતાને ભૂલીને રાગદ્વેષરૂપે પરિણમે છે, એ પણ અનાદિ પ્રવાહ છે, અને કર્મ પણ કર્મરૂપે પ્રવાહ છે એ પણ અનાદિ પ્રવાહ છે. આને લઈને આ ને આને લઈને આ, એમ નથી. આહાહાહા! ઝીણી વાત છે એકદમ.
એવા અનેક નામ બેપણું ભિન્ન ભિન્ન હોવા છતાં એકપ્રવાહપણે હોવાથી પ્રવાહ એક જ છે. વિકારપણે આત્મા પોતે સ્વતઃ અનાદિ પરિણમે છે અને કર્મના પરમાણુંઓ કર્મરૂપે પણ અનાદિ પોતાથી પરિણમે છે. આ હોય તો આ પરિણમે, આ હોય તો આ પરિણમે, એમ ઇતર ઇતર દોષ એમાં આવતો નથી. આહાહાહા ! આવી વાતું ન્યાયના ગ્રંથની વાતું છે આ તો.
જેમાંથી ઇતરેતરાશ્રય દોષ દૂર થયો. એટલે? કે જીવ રાગદ્વેષરૂપે પરિણમ્યો ત્યારે કર્મના પરમાણુંઓ પરિણમ્યા એના આશ્રયે એમ નથી, એ ત્યાં પરિણમવાને લાયકવાળા પરમાણુંઓ અનાદિથી એમ પરિણમે છે, અહીં રાગદ્વેષને લાયકવાળા જીવ રાગદ્વેષરૂપે અનાદિથી પરિણમે છે, એમ બે ભિન્ન હોવા છતાં, એકબીજાને આશ્રયે થાય છે, એવું નથી, બેય સ્વતંત્ર છે. આહાહાહા ! આવું બધું. એમ કહીને કર્તાકર્મની પ્રવૃત્તિ સિદ્ધ કરી. પોતે આત્મા વિકારી પર્યાય કર્તા, વિકારી પર્યાય, કર્મ પરની સાથેનો સંબંધ નહિ અજ્ઞાનભાવે. એમ જેમાંથી ઇતર ઇતર એટલે એકબીજાને આશ્રયે છે એવો પ્રવાહ નથી. સ્વતંત્ર પ્રવાહ છે. આહાહાહા ! નહીંતર તો એમ થાય કે રાગદ્વેષ થાય ત્યારે કર્મ કર્મરૂપે પરિણમે એટલો સંબંધ રહે છે આશ્રય? કે “ના” એ તો એ કર્મરૂપે થવું પ્રવાહમાં એ એને કારણે. રાગદ્વેષરૂપે થવું જીવન જીવને કારણે, એવો તે બંધ કર્તાકર્મની પ્રવૃત્તિનું નિમિત્ત જે અજ્ઞાન, તેનું નિમિત્ત છે. આહાહાહા !
જ્યાં જીવે રાગદ્વેષ કર્યો અજ્ઞાનભાવે તે કાળે જ ત્યાં કર્મના પરમાણુંપણે પરિણમનારા પરિણમ્યા એવો બંધ સિદ્ધ થાય છે. અને તે બંધ, કર્તાકર્મ પ્રવૃત્તિનું નિમિત્ત અજ્ઞાન. આત્મામાં જે કર્તાકર્મ રાગાદિનો કર્તાને એનું કર્મ એવું જે અજ્ઞાન તેનું નિમિત્ત છે, કોણ? બંધ પૂર્વનો જે બંધ છે એ આંહીં કર્તાકર્મનું જે અજ્ઞાન તેમાં એ નિમિત્ત છે. અને એ બંધમાં પણ એ રાગદ્વેષના