________________
ગાથા-૬૯-૭૦
૩૧
સંબંધ. આહાહાહા ! ભગવાન આત્મા પોતાના સ્વભાવને ભૂલી, અજ્ઞાનભાવે રાગનો કર્તા ભાસે અને રાગ તેનું કાર્ય ભાસે તેટલું રાગનું નિમિત્તમાત્ર કરી તે વખતના ૫૨માણુંની પર્યાય પોતાપણે પરિણમે અને એના એકક્ષેત્રાવગાહે રહે, જ્યાં આત્મા છે ત્યાં કર્મ રહે. આહાહા ! પરસ્પર અવગાહ જેનું, ૫૨સ્પ૨ અવગાહ જેનું લક્ષણ જોયું ! ૫૨૫૨, આત્મા પોતાના રાગદ્વેષથી પડયો છે, કર્મ એની અવસ્થાથી ૫૨સ્પ૨ એકબીજાના અવગાહ એક ક્ષેત્રમાં રહેલાં છે. આહા ! સમજાણું કાંઈ ?
હવે આ એક જણો કહે કે હું પંદર દિ'માં સમયસાર વાંચી ગયો, બાપુ હૈં! ગંભીરતાનો પાર નથી... બાપુ આ તો ત્રણ લોકના નાથ સંતોની વાણી છે આ, સંત, સંત છે એ વીતરાગ મૂર્તિ છે. દિગંબર સંત, એવા સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે. આવા સંબંધરૂપ બંધ એક ક્ષેત્રાવગાહે રહેવું, જોયું ? સંબંધરૂપ બંધ, ત્રણ વાત થઈ, વખત થઈ ગયો છે. ત્યાં એમ કીધું’તું કે પુણ્ય ને પાપ સંયોગસિદ્ધ સંબંધ છે. સમજાણું ? અને આ એક અવગાહરૂપી સંબંધરૂપ બંધ સિદ્ધ છે, બાકી કાંઈ સંબંધ એને છે નહીં, સૌ સૌ પોતપોતાથી રહ્યાં છે, “અનેકાત્મક હોવા છતાં ” એટલે કે અનેકપણાની ભિન્નતા હોવા છતાં “એક પ્રવાહપણે હોવાથી જેમાંથી ઇતરેતરાશ્રય દોષ દૂર થયો છે આનું વ્યાખ્યાન થોડું બાકી છે થોડું કાલે કહેવાશે. (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ )
પ્રવચન નં. ૧૪૭ ગાથા-૬૯-૭૦-૭૧
તા.૨૭/૧૧/૭૮ સોમવાર કારતક વદ-૧૨
શ્રી સમયસાર ૬૯ ને ૭૦ છેલ્લી વાત છે. આ રીતે જીવ અને પુદ્ગલનો, છે ને છેલ્લું. ૫૨સ્પ૨ અવગાહ જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે. શું કહ્યું ? કે જેમ આત્માને અને જ્ઞાનને તાદાત્મ્ય સંબંધ સિદ્ધ છે તેમ આત્માને ને રાગને સંયોગસિદ્ધ સંબંધ છે. આહાહા ! આત્મા ને શાન એ તપ, અગ્નિ ને ઉષ્ણતા જેમ તરૂપ સંબંધ છે, તે રૂપ સંબંધ છે, એમ ભગવાન આત્માને ને જ્ઞાનને, તે રૂપ તરૂપ સંબંધ છે. તેને તાદાત્મ્યસિદ્ધ સંબંધ કહ્યો. અને પુણ્ય ને પાપના ભાવને આત્માની સાથે સંયોગસિદ્ધ સંબંધ છે. ઓલો સ્વભાવસિદ્ધ સંબંધ છે, આ સંયોગસિદ્ધ સંબંધ છે. આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપ એને પુણ્ય ને પાપના ભાવ સંયોગે– સિદ્ધ સંબંધ છે સ્વભાવ નહિ. આવું ઝીણું છે, તાદાત્મ્યસિદ્ધ સંબંધ ને સંયોગસિદ્ધ સંબંધ ને આંહીં અવગાહ આંહીં તો અવગાહ ઉપર લેવું છે ને છેલ્લું. આહાહા ! ત્રણ સંબંધ છે. એ બે થયા.
ત્રીજો, આત્મા જ્યારે રાગદ્વેષરૂપે પરિણમે છે ત્યારે કર્મના ૫૨માણુંઓ તે પોતાને કા૨ણે તે રીતે પરિણમવાની લાયકાતવાળા પરિણમે છે. ૫૨માણુંઓ તો અનંત છે, પણ તે કાળે ત્યાં રાગદ્વેષ જેટલા થયા, તેના પ્રમાણમાં એની અપેક્ષા વિના, નિમિત્ત છે ને એ તો ? કર્મના ૫૨માણુંઓ પોતાની લાયકાતથી કર્મરૂપે થવાને યોગ્ય હતા તે કર્મરૂપે થાય છે અને જ્યારે રાગદ્વેષરૂપે થાય છે ત્યારે નવા કર્મો સંયોગ સંબંધે જે આવે છે, ભાવસંયોગ, તો આયે સંયોગ છે પણ એક ક્ષેત્રાવગાહ સંબંધ બસ. આત્માને અને કર્મના ૫૨માણુંઓને એકક્ષેત્રે રહેવું એટલો સંબંધ છે. આહાહાહા !
આવું બધું ઝીણું લ્યો. હવે વાણીયા નવરા ક્યારે થાય આ બધુંનિર્ણય કરવા ? ચીમનભાઈ !