________________
૩૦
સમયસાર સિદ્ધિ ભાગ-૪ હવે આ બધા ગૃહસ્થો મોટા મરી જાયને કરોડપતિને પચાસ લાખ ને ધૂળ લાખવાળા, એ ઉદ્યોગપતિ હતા એણે ઉદ્યોગ બહુ કર્યો, છાપામાં એમ આવે, ઉદ્યોગપતિ હતા, ઉદ્યોગપતિ આ ધૂળના? (શ્રોતા:- માનવા તો પડે ને) માને છે એ તો અજ્ઞાન થયું. આહા! એમ કે જમ્યા ત્યારે મા-બાપ પાસે કાંઈ નહોતું પછી પોતે યુવાન અવસ્થા થઈ પોતાના ડહાપણે ઉદ્યોગ વધાર્યો અને ઉદ્યોગપતિ થયા અને ચાલીસ-ચાલીસ કરોડ ભેગાં કર્યા. આહાહા ! આંહીં તો કહે છે કે રાગનો ઉદ્યોગપતિ થાય એ પણ મિથ્યાદેષ્ટિ છે. એય ! વીતરાગ પર્યાયનો ઉદ્યોગપતિ થાય એ ધર્મી છે. આહાહા!
એ રીતે પોતાના અજ્ઞાનને લીધે” પાછું આ એવું આ કેમ થયું છે કે કર્મનું જોર છે માટે થયું છે એમ નહિ, એના સ્વરૂપનું એને ભાન નથી માટે થયું છે. “પોતાના અજ્ઞાનને લીધે કર્તાકર્મભાવ વડે ક્રોધાદિમાં વર્તતા” એટલે પુણ્ય-પાપના ભાવ જે આત્માના સ્વભાવથી વિરુદ્ધ તેમાં વર્તતા, આ આત્માને તે ક્રોધાદિની પ્રવૃત્તિરૂપ પરિણામને નિમિત્ત માત્ર કરી, અજ્ઞાનીના તે ક્રોધ, માન, માયાના અથવા રાગના પ્રેમરૂપી જે ક્રોધ, સ્વભાવ પ્રત્યેનો અનાદર તેની પરિણતિનું નિમિત્તમાત્ર કરીને પોતે પોતાના ભાવથી પરિણમતું કર્મ, આ તો ફક્ત નિમિત્ત છે, તે સમયે પરમાણુંઓ કર્મ થવાને લાયક એ પોતાના ભાવથી પરિણમતું આ તો નિમિત્તમાત્ર છે, નિમિત્તનિમિત્ત કેમ કહ્યું કે એ કાંઈ એના કર્મના પુદ્ગલને પરિણમાવતું નથી. કર્મની પર્યાયને તે પરિણમાવતું નથી. નિમિત્તાત્રે એમ, નિમિત્તમાત્ર અજ્ઞાનીના રાગના કર્તાપણાના નિમિત્તમાત્રને પામી પરમાણુંઓ કર્મની અવસ્થાને ધારણ કરે છે. આહાહાહા ! પોતે પોતાના ભાવથી, પર્યાયથી, પરિણમતું પૌદ્ગલિક કર્મ એકઠું થાય છે. ત્યાં પરમાણુંઓ કર્મના એકઠા થાય છે, આ તો પરિણામ આમાં તો નિમિત્ત માત્ર છે, તે સમયે તે પરમાણુંઓમાં કર્મની અવસ્થા થવાને લાયકવાળા પરિણમે છે, એ પોતાના ભાવથી પરિણમે છે, આ આત્માના રાગના ભાવને લઈને નહિ. આહાહાહા ! સમજાણું કાંઈ ?
બીજી રીતે કહીએ તો ભગવાન આત્મા એમાં વિકાર થવાનો કોઈ ગુણ નથી. આત્મામાં અનંતગુણો છે, અનંતા અનંત ગુણો અનંતા અનંત ગુણો, એમાં કોઈ એક ગુણ વિકાર કરે એવો કોઈ ગુણ નથી, પણ પર્યાયની બુદ્ધિવાળા અજ્ઞાનીઓ કર્મ-વિકારને પર્યાયમાં કરે છે. સમજાય છે કાંઈ? એમ કર્મની અવસ્થા પુગલમાં થવાની અવસ્થા પુદગલમાં એવો કોઈ ગુણ નથી કે કર્મરૂપી અવસ્થા થાય. સમજાય છે કાંઈ? પુગલમાં એવો કોઈ ગુણ નથી કે કર્મની અવસ્થા થાય, પણ તેની પર્યાયમાં અધ્ધરથી કર્મની અવસ્થા પરમાણુમાં થાય છે. આહાહાહા !
પ્રવૃત્તિરૂપ પરિણામને નિમિત્તમાત્ર કરીને, પોતે પોતાના ભાવથી પર્યાયથી પરિણમતુંપર્યાયથી પરિણમતું ભાવથી પરિણમતું એમ, પરમાણુંઓ કર્મ થવાને લાયક છે પર્યાયમાં, તે પોતાના ભાવથી, પર્યાયથી પરિણમતું એના દ્રવ્યગુણના ભાવથી પરિણમતું એ નહિ, આહાહાહા! ગજબ ટીકા કરે છે ને? આહાહા ! પોતે પોતામાં પર્યાયથી જ પરિણમતું, હું! પોતે પોતાની પર્યાયથી જ પરિણમતું, પૌદ્ગલિક કર્મ એકઠું થાય છે તેને પરમાણુંઓ ત્યાં બંધાય છે, એની પોતાની પર્યાયની લાયકાતથી. આ તો નિમિત્તમાત્ર છે.
આ રીતે જીવ ને પુગલનો પરસ્પર અવગાહ, બસ! એક ક્ષેત્રમાં રહેવું એટલો અવગાહ