________________
ગાથા-૬૯-૭૦.
૩૩ પરિણામ નિમિત્ત છે, બસ એટલું છે. ન્યાયના માર્ગ છે આ તો ભાઈ વાણીયાને ન્યાયમાં ક્યાં હવે આવું, સમજવું પડે બાપુ. પાછું જે બંધ થયો એ વળી આ બાજુ અજ્ઞાનનું નિમિત્ત, એ બંધ થયો છે એ અજ્ઞાની જે અજ્ઞાન છે કરશે તેમાં એ નિમિત્ત છે અને બંધ થયો એમાં અજ્ઞાનભાવ જે થયો તે એને નિમિત્ત છે. આહાહા ! આવું છે.
ભાવાર્થ – આ આત્મા, જેમ પોતાના જ્ઞાનસ્વભાવરૂપ પરિણમે છે, પોતાના આનંદ ને જ્ઞાનરૂપે પરિણમે છે, થાય છે, તેમ જ્યાં સુધી વિકારરૂપપણે પરિણમે છે, ક્રોધ એટલે જ્ઞાનમાં અને ક્રોધાદિમાં ભેદ જાણતો નથી. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનું થવું, અને રાગરૂપે થવું એ બે નો ભેદ અજ્ઞાની જાણતો નથી. બેનું અંતર જાણતો નથી. તેમ બેની ભિન્નતા જાણતો નથી. વિશેષ અંતર છે ને બે શબ્દ વિશેષ અંતર, બે માં વિશેષપણું અને અંતર નામ ભેદપણું સમજાય છે કે નહિ? ભેદ જાણતો નથી, ત્યાં સુધી તેને કર્તાકર્મની પ્રવૃત્તિ છે. આત્માની પર્યાય કર્તા ને રાગ તેનું કર્મ પણ આત્મા કર્તા ને વિકારપણું કર્મ એમ અહીંયા કહેવાય છે, ખરેખર તો અજ્ઞાનભાવ એવો જે પર્યાય એ કર્તા અને રાગાદિ ભાવ તેનું કર્મ, પણ અજ્ઞાન આત્માએ કર્યું એમ કહીને અજ્ઞાનભાવનો કર્તા આત્મા અને અજ્ઞાનભાવ તેનું કાર્ય, રાગાદિનું. જોયું, ત્યાં સુધી તેને ક્રોધાદિરૂપ પરિણમતો તે પોતે કર્તા જોયું અને ક્રોધાદિ તેનું કર્મ.
ખરેખર તો એ વિકારી પરિણામ પોતે જ કર્તા અને વિકારી પરિણામ પોતે જ કર્મ છે. તેમ ભગવાન આત્મામાં દ્રવ્યગુણ કોઈ એવો નથી કે વિકારનો કર્તા થાય, શું કીધું છે? ભગવાન આત્મામાં એટલા ગુણો છે અમાપ પણ એવો કોઈ ગુણ નથી કે જે રાગનો કર્તા થઈને પરિણમે, એવો કોઈ ગુણ નથી. પણ એવું સ્વરૂપ જે છે જ્ઞાતાદેષ્ટા, તેના અજ્ઞાનને લઈને જે પર્યાય થઈ તે અજ્ઞાનની પર્યાય કર્તા ને એ અજ્ઞાન પર્યાય રાગ તેનું કાર્ય. આહાહા! આવો મારગ હવે.
“અનાદિ અજ્ઞાનથી તો કર્તાકર્મની પ્રવૃત્તિ છે, અજ્ઞાનથી કર્તાકર્મની પ્રવૃત્તિથી બંધ છે, એ તો અનાદિથી છે”. એમાં કાંઈ પહેલાં આણે આ થયું ને પછી આ થયું એમ કાંઈ છે નહિ. એમ કે જીવે અજ્ઞાન કર્યું અને પછી બંધન થયું તે જ કાળે એમ કંઈ નથી એ તો આંહીં બંધનો પ્રવાહ છે ને આંહીં અજ્ઞાનનો પ્રવાહ એમ અનાદિથી ચાલે છે. હવે આમાં ધંધા મુંબઈના ધંધા આડે એમા આ વાત. (શ્રોતા- આ વાત વિચારવી પડશે) વિચારવી. આહાહા!
આહીં તો એ સિદ્ધ કરવું છે, કે ભગવાન આત્મા પોતાના સ્વભાવરૂપે પરિણમે એ તો એનું સ્વરૂપ છે. સમજાણું? પણ એ પોતાના સ્વભાવને પર્યાયમાં ન જાણતા અજ્ઞાનભાવરૂપી ભાવકર્મનો કર્તા થાય એ રાગ તે એનું કાર્ય ને અજ્ઞાનભાવ તે તેનું કર્તા. દ્રવ્ય તો દ્રવ્ય ને ગુણ તો છે એ છે. આહાહાહા ! આવો મારગ, વીતરાગ સિવાય ક્યાંય ન મળે, ગપ્પા માર્યા છે બધાએ આ તો ત્રણલોકના નાથ જિનેશ્વરદેવ પરમેશ્વરે સર્વજ્ઞપણામાં બધું જાણું, ઇચ્છા વિના વાણી નીકળી, એ વાણીમાં સ્વપર કહેવાની તાકાત છે આત્મામાં સ્વપરને જાણવાની તાકાત છે. વાણીમાં સ્વપરને જાણવાની તાકાત નથી. આહાહા ! આત્મામાં સ્વપરને કહેવાની તાકાત નથી.
કીધું? ભગવાન આત્મા સ્વપરને કહે એવી એનામાં તાકાત નથી, સ્વપરને જાણે એવી એની તાકાત છે. વાણીમાં સ્વપરને કહેવું એવી તાકાત છે પણ વાણીમાં સ્વપરને જાણવું એવી તાકાત નથી. આહાહાહા! અનાદિ અજ્ઞાનથી તો કર્તાકર્મની પ્રવૃત્તિ(છે) એ કર્તાકર્મની પ્રવૃત્તિથી