________________
ગાથા-૭૧
૩૭
ભાવ જે રાગાદિ તેનું કાર્ય કરે અને તે રીતે અનાદિથી પરિભ્રમણ કરી રહ્યો છે તેને લઈને નિમિત્તથી સામે બંધ થાય છે એ બંધનો પાછો ઉદય થાય ત્યારે એ અહીંયા અજ્ઞાન કરે એને નિમિત્ત થાય, કરે એને નિમિત્ત થાય. સમજાણું કાંઈ ? તો હવે ન કરે એ શી રીતે છે ? હૈં ? ૭૧ ગાથા. આ જીવ જ્યારે આસ્રવોનું તેમ નિજ આત્મા તણું,
જાણે વિશેષાંતર, તદા બંધન નહીં તેને થતું. ૭૧.
આહાહાહા ! કુંદકુંદાચાર્યની વાણી ભગવાનની દિવ્યધ્વનિનો સાર છે. આહાહા ! ટીકાઃ-‘આ જગતમાં' એક તો આ જગત છે એમ સિદ્ધ કર્યું. વસ્તુ છે જગત, જ–ગ–ત ત્રણ અક્ષર છે, એકાક્ષરી. કાનો, માત્ર, મીંડુ કાંઈ ન મળે. ભગવાનની વાણી જેમ નિ૨ક્ષી છે. એમ આ “જગત” ત્રણ અક્ષર નિરક્ષરી છે એટલે એને કાનો માત્ર નહિ. જગ-ત જે આખું જગત જે પોતે પોતાની સ્થિતિમાં રહીને પરિણમે છે એને જગત કહે છે. આ જગત, એની અસ્તિ સિદ્ધ કરી. વસ્તુ છે એ જગતમાં જે વસ્તુ છે, આ જગત છે અને “એમાં જે વસ્તુ છે, તે સ્વભાવમાત્ર જ છે” આહાહાહા! વસ્તુ છે એ તો સ્વભાવમાત્ર જ છે. જીવનો સ્વભાવ જ્ઞાનાનંદ તે સ્વભાવમાત્ર જ વસ્તુ છે, એમ કહે છે. આ જગતમાં, વસ્તુ છે, શબ્દ જ ‘વસ્તુ’ શબ્દ વાપર્યો, કેમ કે જેમાં અનંતા ગુણ વસેલા છે. જગત છે તેમાં અનંતા દ્રવ્યો રહેલાં છે. એમ આ વસ્તુ ભગવાન છે તેમાં અનંતા ગુણો વસેલા છે. એ પણ ગુણનો એક મહાજગત છે. આહાહા !
આંહીં કહે છે કે એ સ્વભાવમાત્ર જ છે, વસ્તુ છે એ તો જે સિદ્ધાંત પહેલો, પછી આત્મામાં ઉતા૨શે. વસ્તુ છે તે સ્વભાવમાત્ર જ હોય તે વસ્તુ અને ‘સ્વ’નું ભવન તે સ્વ-ભાવ છે. વસ્તુ સિદ્ધ કરી, પછી એ વસ્તુ સ્વભાવમાત્ર જ છે એમ સિદ્ધ કર્યું. હવે એનો ‘સ્વ’નું ભવન તે સ્વભાવ છે. એની જે પર્યાય પરિણમે છે એનું નામ સ્વભાવ છે. આહાહા ! આ તો સમયસાર છે, ભગવાનની વાણી છે, કુંદકુંદાચાર્યની વાણી બાપુ, ‘સ્વભાવમાત્ર જ’ પાછું છે એમ, જોયું ? અને સ્વનું ભવન તે સ્વભાવ છે, તે સ્વભાવ જ છે, વસ્તુ છે એ સ્વભાવમાત્ર જ છે, અને એ સ્વભાવનું ભવન થવું. ભવન થવું તે સ્વભાવ છે. “પોતાનું જે થવું પરિણમવું તે સ્વભાવ છે” એટલું સિદ્ધ સાધારણ કર્યું. માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું કેમ કે આત્મા જ્ઞાન સ્વભાવ વસ્તુ છે, હવે એ જ્ઞાન સ્વભાવ છે તેનું થવું, શું કહ્યું ? પહેલો તો સિદ્ધાંત સિદ્ધ કર્યો, કે આ જગતમાં વસ્તુ છે એ સ્વભાવમાત્ર છે, બસ સામાન્ય બસ, અને તે સ્વભાવનું પરિણમવું તે સ્વભાવ છે. આહાહા!
તેમ આ ભગવાન આત્મા વસ્તુ છે તેનો શાન સ્વભાવ ત્રિકાળ છે. અને તે વસ્તુ છે તે જ્ઞાનસ્વભાવ છે અને તે જ્ઞાનસ્વભાવનું જ્ઞાનરૂપે પરિણમવું તે એનો સ્વભાવ છે. શું વાત, શું વાત ? ગજબ વાત છે. લોજીક-ન્યાયથી, વસ્તુ છે એમ સિદ્ધ કર્યું, અને એ વસ્તુ સ્વભાવમાત્ર જ છે, તેમ આત્મા આત્માપણે જ છે તે આત્મા જ્ઞાનસ્વભાવમાત્ર જ છે. આહાહા ! જ્ઞાનની હારે અનંતગુણો ભલે રહ્યા અને તે જ્ઞાનનું પર્યાયમાં જ્ઞાનરૂપે પરિણમવું આત્માના સ્વભાવનું સ્વભાવરૂપે પરિણમવું, છે? થવું, સ્વનું થવું, સ્વ...ભાવ કીધો ને તો સ્વ જે જ્ઞાનસ્વરૂપ ભગવાન એનું ભવન, સ્વભાવનું સ્વનું ભવન, તે સ્વભાવ છે. અર્થાત્ પોતાનું જે થવું એટલે કે જે સ્વભાવ પોતાનો છે તે રૂપે પરિણમવું, તે સ્વભાવ છે. માટે નિશ્ચયથી જ્ઞાનનું પરિણમવું