________________
ગાથા-૬૯-૭૦.
૨૯ એવા ક્રોધાદિક, ક્રોધ–કેમ કીધું, કહ્યું? સમજાણું ને? કે એ રાગ ને દયા દાન વ્રત કે કામ ક્રોધના પરિણામ થયા એની રૂચિ છે, ને એને એની દૃષ્ટિ છે અને એ એને પોષાય છે. ભગવાન એને પોષાતો નથી. જે કંઈ વિકલ્પ થયો, શુભ-અશુભ ભાવનો એનું એને પોષાણ છે, પોષે છેપોષે છે, રુચિ છે તેથી ભગવાનનો એને અનાદર છે. પરમાત્મા પ્રકાશમાં કહ્યું છે કે રાગના ભાવને જેણે ઉપાદેય તરીકે સ્વીકાર્યો એણે ભગવાન ત્રણલોકનો નાથ પરમાત્મા પોતે તેને હેય છે. આહાહા ! આત્મા હેય છે. શશીભાઈ ! અનાદિથી હેય કર્યો તેં પ્રભુ! આહાહાહા ! ભગવાન સ્વરૂપ પરમાત્મા એનો આદર નહીં કરતાં અજ્ઞાનભાવે એટલે કે તે સ્વરૂપના મહાભ્યના અભાવે, રાગના મહા તને આવ્યા, એ વિકારી પર્યાયના પ્રભુ તને મહાભ્ય આવ્યા. તેથી વીતરાગી પ્રવર્તનથી તે રાગ પ્રવર્તન જુદી જાત છે. આહાહા ! હીરાભાઈ ? આવું છે ! આહાહા !
શું ટીકા, શું એની ગંભીરતા! શું એના ભાવ. અમૃતચંદ્રાચાર્ય એક હજાર વર્ષ પહેલા દિગંબર સંત, જિન નહિ પણ જિન સરીખા, એની આ ટીકા બાપુ, જિન છે ને? મોક્ષ તત્વ કહ્યું છે ને? એને તો મોક્ષ કહ્યું છે, મોક્ષમાર્ગમાં પરિણમેલા મુનીઓને મોક્ષ તત્વ છે એમ કહ્યું છે. આહા! અહીંયા એ સંતો વિકલ્પ આવ્યો છે તેના એ કર્તા તો નથી, અને આ ટીકા થાય તો એના કર્તા તો ત્રણ કાળમાંય નથી, પણ એમાં પાણી આવી રચાઈ ગઈ. આહાહા!
પ્રભુ! તું કર્તા તો વીતરાગી પર્યાયનો હોવો જોઈએ એને ઠેકાણે રાગ પર્યાયનો કર્તા તને પ્રતિભાસે છે, એ અજ્ઞાન છે, અને વીતરાગી પરિણામ તે તારું કાર્ય છે એમ ભાસવું જોઈએ. તેને છોડીને, રાગમાં પ્રવર્તનરૂપ, વીતરાગ પ્રવર્તનથી જુદી જાત જે રાગ તેમાં પ્રવર્તતો તને ભાસે છે, કહે છે એ તારું કાર્ય છે અજ્ઞાનીનું. આહાહાહા ! એ હાથ હલાવી શકે છે, એ તો નહિ. ગજબ વાત છે. હેં? કહ્યું'તું ને અહીંયા. પગ-પગ જે હાલે છે આ જમીનને અડતો નથી પગ, હવે આ કોને બેસે? અડતો નથી, અડે તો બેય એક થઈ જાય. અને તે પગ હાલે છે એ આત્માથી નહિ, આત્માને વિકલ્પ આવ્યો કે આમ થાય એનાથી નહિ, તેમ જે પગ આમ હાલે છે એ પરને અડયા વિના, એ હાલવાની ક્રિયા એના પરમાણુંથી નહિ. એની પર્યાય(નો) પર્યાય કર્યા છે એની.
ભાષા જાઓ ને જ્ઞાનભવન વ્યાપારરૂપ આત્માના સ્વભાવના વ્યાપારરૂપ વીતરાગ પરિણામ તેના પ્રવર્તનથી જુદાં ક્રિયમાણપણે જાણે કે કરતું હોય, હું કરું છું એમ અંતરંગમાં ઉત્પન્ન થતાં પ્રતિભાસે છે એવા એ વિકારીભાવ એનું કાર્ય છે કર્મ એટલે કાર્ય છે. આહાહા ! શ્લોક બહુ સારો આવી ગયો છે, અત્યારે તમારે દાક્તર આવ્યા છે ને. આંહીં કહો જાંઝરી, જાંઝરી અત્યારે આવ્યા છે આજ. આહાહાહા ! શું એની શૈલી, શું એની ધારા-આહાહા ! પ્રભુ તું તને ભૂલીને રાગનો કર્તા તું થાશ ભાઈ ! વીતરાગી પ્રવર્તનના કાર્યને છોડી દઈને, પ્રભુ તેં રાગના કાર્ય મારાં માન્યા છે એમ કહેવું છે. આ કર્તા કર્મની સિદ્ધિ કરી. અરે! આ ક્યાં પકડે સાધારણ માણસ. આહાહા!
આ પ્રમાણે અનાદિ કાળથી” અનાદિ કાળના અજ્ઞાનથી. નિગોદથી માંડીને નવમી રૈવેયક ગયો અનંતવાર, જૈન દિગંબર સાધુ થયો, પંચમહાવ્રત પણ એ બધા રાગ છે એ મારું કાર્ય છે તેમ એને ભાસ્યું છે. આહાહા! “આ પ્રમાણે અનાદિ કાળની, અજ્ઞાનથી થયેલી આત્માની કર્તા કર્મની પ્રવૃત્તિ છે.” લ્યો. આ રીતે અજ્ઞાનથી કર્તાકર્મની પ્રવૃત્તિ છે. આહાહાહા !