________________
૨ ૭.
ગાથા-૬૯-૭૦.
જેને એ શુભરાગ હોય એનો પણ જેને પ્રેમ છે, રુચિ છે, એને ભગવાન અનંત આનંદનો કંદ વીતરાગમૂર્તિ પ્રભુ તેના પ્રત્યે તેને દ્વેષ છે, વૈષનો ભાગ ક્રોધ અને માન છે. આહાહાહા! એવા વ્યાપારરૂપ પ્રવર્તતો થકો પ્રતિભાસે છે. એમ શું કીધું ઈ ? અજ્ઞાની સ્વભાવના અજ્ઞાનને લઈને રાગના અજ્ઞાનરૂપ વેપારમાં પ્રવર્તતો, એનો કર્તા હું છું એમ પ્રતિભાસે છે. આ રાગનો કર્તા હું છું એમ અજ્ઞાનપણે તેને પ્રતિભાસે છે. તે કર્તા છે, એટલું તો કાલ આવી ગયું'તું. આ તો ફરીને આ બધા નવા આવ્યા છે ને? અહીં સુધી તો કાલે આવ્યું'તું.
અને હવે કર્મ, એ કર્તા પ્રતિભાસે છે એમ લીધું, હવે એનું કર્મ શું? કર્તાનું કાર્ય શું? અને જ્ઞાનભવનવ્યાપારરૂપ પ્રવર્તનથી જુદાં, ત્યાં એ નાખ્યું છે (કહ્યું છે) જોયું? ને પાછું ઓલું જ્ઞાનભવનમાત્રસહજ ઉદાસીન અવસ્થા તેનો ત્યાગ કરીને કીધું, કર્તા સિદ્ધ કરવો છે. હવે અહીંયા જ્ઞાનભવનવ્યાપારરૂપ, આત્માના સ્વભાવનો વ્યાપાર થવો જોઈએ. ભગવાન આત્મા અનંત અનંત ગુણનો સ્વભાવિક વસ્તુ, એ સ્વભાવની અવસ્થા થવી જોઈએ. એ જ્ઞાનભવનવ્યાપાર એટલે એ, આત્માના સ્વભાવનું થવું પર્યાયમાં, એના વ્યાપારરૂપ પ્રવર્તનથી જુદા, જ્ઞાતાદેષ્ટાના વીતરાગી પરિણામનું જ્ઞાન ભવન એટલે આત્માનું થવું એવો જે આત્માનો વ્યાપાર, તેનાથી પ્રવર્તનથી જુદાં. આહાહાહા !
ઓલામાં એમ કહ્યું'તું કે જ્ઞાતાદેખાની સહજ દશાનો ત્યાગ કરીને, કર્તા ભાસે છે. હવે અહીં કર્મ ભાસે છે, એમ કહ્યું છે. આહાહા... ગજબ વાત ટીકા તે કંઈ. આહાહા ! જ્ઞાન એટલે આત્માનું થયું એટલે કે વીતરાગી પર્યાયરૂપી વ્યાપાર થવો, એના પ્રવર્તનથી જુદા, વીતરાગી કાર્ય થવું જોઈએ, વીતરાગી દ્રવ્યગુણ છે માટે વીતરાગી પર્યાય થવી જોઈએ, પણ એ પ્રવર્તનથી જુદું એની મેળાએ આ બધું બેસે એવું નથી ત્યાં! આ બેનનું પુસ્તકનું પૂછયું છે એ બેનના પુસ્તકના તો મોટા અમલદાર અધિકારીઓ અત્યારે વાંચે છે કેટલી વાર બબ્બે, ચચ્ચારવાર વંચાઈ ગયા ને તમને પૂછયું કે વાંચ્યું નથી હજી કહો. આહા! વાંચ્યું છે તમે? કેટલી વાર એક? (શ્રોતા - બે વાર.) આહાહા! ટીકા છે આ જુઓને કહે છે. દ્રવ્યગુણ ને પર્યાય આમ નિર્મળદ્રવ્ય, નિર્મળગુણ તો એની નિર્મળ અવસ્થા થવી જોઈએ, તેનો તેને ખ્યાલ નથી, એથી અજ્ઞાનભાવે રાગમાં પ્રવર્તતો પ્રતિભાસે છે. તે પર્યાય તેની કર્તા, દ્રવ્ય કર્તા કહેવું એ ઉપચારથી. આહાહાહા!
આંહીં હવે કર્મ, જ્ઞાનનું ભવન થવું આત્માના સ્વભાવનું વીતરાગભાવરૂપે થવું, એવો જે વ્યાપાર તેના પ્રવર્તનથી જુદા, ક્રિયમાણપણે કરાતું હોય એમ અંતરંગમાં ઉત્પન્ન થતાં કરાતું હોય એમ અંતરંગમાં ઉત્પન્ન થતાં પ્રતિભાસે છે, આ મારાથી થયું છે એમ એને પ્રતિભાસે છે. મેં કર્યું એ કર્તા પહેલું પાછું થયું, હવે આ રાગ છે એ મારાથી થયો એમ એને પ્રતિભાસે છે, એ રાગ એનું કાર્ય છે. આ કારખાનાના કામ ને વેપારધંધાના ને એ નહિ. (શ્રોતા – મુંબઈમાં તો ખરું ને!) એ ધૂળમાંય નહિ, મુંબઈમાં ક્યાં હતો. ભાષા સાદી છે ભાવ ભરેલા છે ગંભીર (શ્રોતા- એટલે તો આપ ખોલીને બતાવો છો ) આહાહાહા ! બહું ઝીણું એટલે. આહાહા!
ક્રિયમાણપણે અંતરંગમાં ઉત્પન્ન થતાં પ્રતિભાસે છે.” પર્યાયમાં રાગ ઉત્પન્ન થાય છે એમ અજ્ઞાનીને કાર્ય ભાસે છે. અંતરંગમાં લીધું ને બહારનું કોઈ કાર્ય છે નહિ અંદર, એ હાથ હલાવી શકે નહિ ને ભાષા બોલી શકે નહિ, પાંપણ ફેરવી શકે નહિ, દાળ-ભાત ખાઈ