________________
ગાથા-૬૯-૭૦.
૨૫ અનંતગુણનો ગોદામ છો. એવા અનંતગુણના ગોદામ નામ સ્વભાવને ન જાણતાં, એ ભગવાન પૂર્ણાનંદને આમ ધ્યેયમાં લેવો જોઈએ અંદર, એને ન લેતાં રાગની ક્રિયા ચાહે તો દયા, દાન, વ્રત આદિની હોય, એ પોતાના ત્રિકાળી સ્વભાવના અજ્ઞાનને લીધે તે અવસ્થા નિર્મળ થવી જોઈએ, તેનો ત્યાગ કરી અને રાગમાં પ્રવર્તતી પ્રતિભાસે છે, તે આત્મા રાગનો કર્તા છે. સુમનભાઈ ! એ તમારે કાયદા ફાયદામાં આવું ક્યાંય આવતું ન હોય એમાં એ, તમારે તો કાયદાનું ક્યાં હતું એ તો રામજીભાઈને. આહાહા ! આહાહા ! ગજબ વાત કરે છે ને! ટૂંકી ભાષામાં કેટલું સમાડી દીધું છે! હું? એનું દ્રવ્ય, એનો ગુણ, એની પર્યાય વીતરાગી થવી જોઈએ, એને ઠેકાણે તે વસ્તુના સ્વભાવનો અજાણ–અજ્ઞાની અનાદિથી જે દશા આનંદ ને શાંતિની થવી જોઈએ તેને ઉત્પન્ન નહિ કરતો એટલે કે તેનો ત્યાગ કરતો, આહાહા ! આવી વાત ક્યાં હવે, વાણિયાને નવરાશ ન મળે!
એ વાત આવી છે સાંભળી છે તમે રમણીકભાઈ ? જાપાનમાં એક ઐતિહાસિક મોટો છે ઐતિહાસિક મોટો જૂનો ૬૭-૬૮ વર્ષની ઉંમરનો છે. ઘણાં લાખો પુસ્તકોનો ઐતિહાસિક ઈતિહાસનો અને એનો છોકરો છે એ બેયને આ રસ છે. એને છાપામાં આપ્યું છે બહુ જૂનો ઐતિહાસિક કે અરે જૈન ધર્મ તો અનુભૂતિરૂપ ધર્મ છે, આંહીં એ કીધું ને, કીધું ને જે આનંદ ને જ્ઞાનસ્વરૂપ છે એટલી બધી તો એને ખબર ન હોય પણ એની અનુભવ દશા થવી જોઈએ, “એ અનુભૂતિ તે જૈન ધર્મ છે” એમ કહ્યું છે. અહીં કીધું ને જ્ઞાતાદેખાની અવસ્થાનો ત્યાગ કરીને, એટલે એની અનુભૂતિની દશાનો ત્યાગ કરીને. એણે તો એમ કહ્યું છે કે આવો જૈન ધર્મ, પણ વાણિયાને હાથ મળ્યો. વાણિયા વેપારમાં ગૂંચાઈને પડયા છે અને આ સૂઝે ક્યાંથી એમ લખ્યું છે. એય ! રમણીકભાઈ ? ઓલો ઐતિહાસિક ઠપકો આપે છે, જાપાનનો! આહાહા... સાંભળે છે ને લોકો બધાય. આહા! હીરાભાઈ? ઓલો જાપાની એમ કહે છે કે વાણિયાને આ મળ્યો ને વાણિયા વેપાર આડે નવરાશ નથી કે આમાં શું ચીજ છે. આહાહાહા!
આંહીં આવ્યું ને? આંહીં શું આવ્યું જુઓ ! ક્રોધાદિવ્યાપારરૂપ પ્રવર્તતો, છે ને? એટલે? કે ભગવાન આત્મા વીતરાગી જિનરૂપી બિંબ આત્મા છે. તેની જિન અવસ્થા એટલે વીતરાગી અવસ્થા, ઉદાસ અવસ્થા થવી જોઈએ, તેનો ત્યાગ કરીને, સ્વભાવનો અભાવરૂપ, પુણ્ય-પાપના પ્રેમરૂપ, સ્વભાવ પ્રત્યેના ક્રોધરૂપ, સ્વભાવ પ્રત્યેના ક્રોધરૂપ અવસ્થાના વેપારમાં પ્રવર્તતો, રમણીકભાઈ ? એ તમારા ચોપડામાંય ન મળે એ બેન એ ન્યાં બધું ધ્યાન રાખે પણ આ ન મળે ક્યાંય, બેન ધ્યાન રાખે છે ને, એમ સાંભળ્યું છે ને. આહા! આહા! પ્રભુ, પ્રભુ વીતરાગ માર્ગ તો જુઓ. આહાહા!
આંહી તો એમ સિદ્ધ કરે છે કે ભગવાન આત્મા વીતરાગ મૂર્તિ છે-જિન સ્વરૂપી એનો ગુણ પણ વીતરાગ સ્વભાવસ્વરૂપ છે અને તેની પર્યાય વીતરાગભાવની રાગથી ઉદાસ ને પરથી ઉદાસ ભિન્ન એની વીતરાગદશા ઉત્પન્ન થવી જોઈએ. દ્રવ્યગુણ વીતરાગ તો અવસ્થા વીતરાગ થવી જોઈએ. એનો તે અજ્ઞાની, પોતાના ત્રિકાળી સ્વભાવના જ્ઞાનનો અભાવ, અરે લાલભાઈ ન આવ્યા એને જરી પગનું છે ને ? આહાહા !
પોતાનો જે વ્યાપાર જ્ઞાતાદેખાનો જોઈએ અને તેના પરિણામ જે વીતરાગી પરિણામ તે