________________
ગાથા-૬૯-૭૦
૨૩
છે? જ્ઞાનભવનમાત્ર જે સહજ, જ્ઞાનભવન એટલે આત્માનો સહજ સ્વભાવ એ-રૂપ થવું. જ્ઞાનભવનનો અર્થ એ. આત્માનો જે ત્રિકાળી વીતરાગી સ્વભાવ, તેની દશા તેની પર્યાય થવી જોઈએ. આરે ! આવી વાતું, જ્ઞાનભવનમાત્ર એટલે આત્માના સ્વભાવ ભવન થવા માત્ર, જે સહજ ઉદાસ, રાગ અને નિમિત્તથી તો પ્રભુ ઉદાસ છે ( એવો ) એનો સ્વભાવ છે. એવો સહજ જ્ઞાતાદેષ્ટા ! છે? અવસ્થા તેનો ત્યાગ કરીને, એટલે ? કે ભગવાન આનંદ ને જ્ઞાન, આનંદસ્વરૂપ પ્રભુ એ જ્ઞાન ને દર્શનનો પિંડ પ્રભુ ! એની અવસ્થા જ્ઞાતાદેષ્ટાની થવી જોઈએ. એવી અવસ્થાનો પોતાના સ્વભાવના અજ્ઞાનને લીધે, એ અવસ્થાનો ત્યાગ કરી, શું કહ્યું એ ? ઝીણી વાત છે પ્રભુ આમાં. આહા !
એ ચૈતન્ય વસ્તુ ભગવાન ૫૨માનંદ વીતરાગ ૫૨મેશ્વર સર્વશે જે જોયો–કહ્યો, એવો એ અનંતગુણનો સાગર પ્રભુ ! એની દશા તો જાણવા દેખવાની એટલે કે જ્ઞાતાદેષ્ટાની એટલે કે વીતરાગ અવસ્થા ત્યાં થવી જોઈએ. કેમ કે વીતરાગ સ્વરૂપ દ્રવ્ય, વીતરાગસ્વરૂપ ગુણ, તેની અવસ્થા વીતરાગ, રાગરહિત જ્ઞાતાદેષ્ટાની અવસ્થા થવી જોઈએ. પણ અજ્ઞાની, એ પોતાના વીતરાગી આનંદના સ્વભાવના અજ્ઞાનને લઈને, તે અવસ્થા ન થાય અને અવસ્થાનો ત્યાગ એટલે થતી નથી, એનો ત્યાગ કરીને એમ અર્થ. આહાહાહા ! શું શૈલી ! આહાહાહા ! અમૃત રેડયા છે અમૃતચંદ્રાચાર્યે. આહાહા !
ભગવાન ! તું તો પરમાત્મ સ્વરૂપ છો ને પ્રભુ ! તો પરમાત્મસ્વરૂપ, વીતરાગસ્વરૂપ, આનંદસ્વરૂપ, જિનસ્વરૂપ, એની દશા તો જિનપર્યાયપણે, વીતરાગીપણે થવી જોઈએ, એ એનું કાર્ય છે અને એ આત્મા એનો કર્તા છે, એમ થવું જોઈએ. એને એ જ્ઞાતાદેષ્ટાની અવસ્થા સ્વભાવના અજ્ઞાનને કારણે, તે અવસ્થાનો ત્યાગ કરીને, છે? સહજ ઉદાસીન અવસ્થા ઉદાસીન અવસ્થા, કેમ કે ઉદાસ વસ્તુ જ ૫૨થી ભિન્ન તદ્ન ઉદાસ છે. રાગ અને પુણ્યમાં પણ આવે નહિ એવી એ ચીજ છે. એવી સહજ જ્ઞાતા-દેષ્ટાની અવસ્થાનો સ્વભાવના અજ્ઞાનને લઈને, તે અવસ્થાને ઉત્પન્ન કરતો નથી. તે અવસ્થાનો ત્યાગ કરીને, અરે આવી વાતું વે, હવે આમાં નવા ધંધા આડે થાય નહિ એને આ સમજવું, એ ચીમનભાઈ ! આહાહા !
કહે છે કે ભગવાન આત્મા તો જ્ઞાન દર્શન ને આનંદનો કંદ પ્રભુ છે. તે તો જ્ઞાન ને દર્શનને ધરનારો ભગવાન છે એવા આત્માની દશા તો સહજ, ઉદાસીન, જ્ઞાતાદેષ્ટાની અવસ્થા થવી જોઈએ. પણ, તે આત્માના વીતરાગી સ્વભાવને ન જાણતા, અજ્ઞાનભવનમાત્રથી, છે ? અવસ્થા તેનો ત્યાગ કરીને, અવસ્થા છે એનો ત્યાગ કરીને એમ નહિ, પણ અવસ્થા થવી જોઈએ, એનો ત્યાગ કરીને, ઝીણી વાત છે ભાઈ ! આહાહાહા !
ભગવાન આત્મા અનંતગુણ સંપન્ન દ્રવ્ય પદાર્થ, તો એની અવસ્થા તો સહજ .... જ્ઞાતાદેષ્ટા, જાણવા દેખવાના પરિણામરૂપ વીતરાગ અવસ્થારૂપ હોવી જોઈએ, એને ઠેકાણે પોતાના એવા સ્વભાવના અજ્ઞાનને કા૨ણે તે જ્ઞાતાદેષ્ટાની અવસ્થાને ઉત્પન્ન નહિ કરતો, તે જ્ઞાતાદેષ્ટાની અવસ્થાનો ત્યાગ કરીને, રમણીકભાઈ ? આ બધું ઝીણું છે ત્યાં તમારા પૈસામાં કાંઈ સમજાય એવું નથી ન્યાં ધૂળમાં. શું અમૃતચંદ્રાચાર્ય ! આત્માને કઈ રીતે પ્રસિદ્ધ કરે છે, અને એ પ્રસિદ્ધ કેમ એને થતો નથી ? આત્મખ્યાતિ ટીકા છે ને ? આહા ! ભગવાન ! તું પૂર્ણ આનંદ