________________
સમયસાર સિદ્ધિ ભાગ-૪ કર્તા છે, આહાહાહા ! એ વિકારી રાગાદિની ક્રિયા કરતો પ્રતિભાસે છે એ અજ્ઞાનભવનમાત્ર, તેનો તે કર્તા પર્યાય છે, દ્રવ્ય કર્તા કહો એ ઉપચારથી છે. પણ એ પર્યાય તેનો એ કર્તા છે. આહાહાહા !
અમૃતચંદ્રાચાર્ય! કે તેની અવસ્થા તો જ્ઞાતાદૃષ્ટાપણે થવી જોઈએ, વસ્તુ છે જ્ઞાન ને આનંદનો કંદ પ્રભુ તો તેની અવસ્થા તો તેના પ્રકારની જ્ઞાતા-દેષ્ટા ને આનંદની થવી જોઈએ. તેનો ત્યાગ કરીને એટલે ન કરીને રાગની ક્રિયાના પરિણમનમાં પ્રવર્તતો, હું રાગમાં પ્રવર્તે છું એમ ભાસતો એ રાગનો કર્તા થાય છે. સમજાય છે કાંઈ ? આહાહા! 1 ઝીણું ઝીણું કહેવું ને સમજાય છે? બાપુ મારગ એવો ભાઈ, અનંતકાળથી એણે જોયો કે એક સમય જાણ્યો નથી એને. મુનિ થયો'તો અનંતવાર, પંચમહાવ્રત પાળ્યા, શાસ્ત્રના અગિયાર અંગના જ્ઞાન કર્યા. ભાઈ, પણ તે વસ્તુ પર છે. એ આત્માની અવસ્થા નહિ. આહાહા.... આત્માની અવસ્થા પર્યાય તો દ્રવ્યગુણ પર્યાય-પર્યાય શુદ્ધપણે પરિણમે તે એની પર્યાય છે, પણ એનું તો એને લક્ષ નથી, દ્રવ્યગુણનો જે સ્વભાવ છે તેનું તો તેને લક્ષ નથી, તેથી તેની જે પર્યાય શુદ્ધ હોવી જોઈએ એનાં સ્થાનમાં એને છોડીને રાગની ક્રિયામાં પ્રવર્તતો, રાગ તે મારું કાર્ય છે. એમ કર્તા થઈને માને છે. આહાહાહાહા !
હવે આમાં યાદ રાખવું કેટલું? છે? પ્રવર્તતો પ્રતિભાસે છે તે કર્તા છે. રાગમાં હું પ્રવર્તી છું ને રાગ મારી ક્રિયા છે તેનો તે પોતે કર્તા છે. ખરેખર તો એ પર્યાય જ કર્તા છે. સમજાણું કાંઈ ? આહાહાહા ! વિશેષ કહેશે
(શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ !)
પ્રવચન નં. ૧૪૬ ગાથા-૬૯-૭૦ તા. ર૬/૧૧/૭૮ રવિવાર કારતક વદ-૧૧
(આ પ્રવચનમાં એક પેરેગ્રાફ C.D. કેસેટમાં નથી જે મૂળ ઓડીયો કેસેટમાં છે.)
શ્રી સમયસાર, કર્તા કર્મ અધિકાર ૬૯ ને ૭૦ પહેલી ગાથા લીધી છે અહીંથી લેવું. “હવે અહીં” ત્યાંથી ફરીને, છે વચમાં?
આ આત્મા, કર્તાકર્મનો અધિકાર છે ને ! અજ્ઞાની કર્તા થઈને રાગને કેમ કરે છે. ભગવાન આત્મા તો આનંદ ને જ્ઞાનસ્વરૂપ, એની દશા તો વીતરાગી ઉદાસ દશા પ્રગટ હોય, આત્મા અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય અનંતગુણનો પિંડ એ તો દ્રવ્યગુણ, એની અવસ્થા વીતરાગી થવી જોઈએ. કેમ કે વીતરાગી દ્રવ્ય છે, વીતરાગી ગુણ છે, તો એની દશા અવસ્થા જ્ઞાતાદેખાની અવસ્થા, વીતરાગી પર્યાય પ્રગટ થવી જોઈએ, વસ્તુ આ છે. આહાહા !
છતાં અહીં આ આત્મા પોતાના અજ્ઞાનભાવને લીધે, પોતે અનંત અનંત જ્ઞાન ને અનંત આનંદનો નાથ પ્રભુ શુદ્ધ ચૈતન્ય, એવા સ્વભાવના અજ્ઞાનને લઈને, છે? અજ્ઞાનભાવને લીધે “આત્મા પોતાના અજ્ઞાનભાવને લીધે કર્મને લીધે નહિ, ભગવાન આત્મા આનંદ ને શાંતસ્વરૂપ અકષાય વીતરાગ મૂર્તિ પ્રભુ તેના અજ્ઞાનને લીધે પોતાના સ્વભાવના ભાનનો અભાવ એવા અજ્ઞાનને લીધ, જ્ઞાનભવનમાત્ર જે સહજ ઉદાસીન અવસ્થા, ખરેખર તો જ્ઞાતાદષ્ટા એવો એનો સ્વભાવ, તેથી એની જ્ઞાતાદેખાની દશા થવી જોઈએ. આહાહાહા !