________________
૨)
સમયસાર સિદ્ધિ ભાગ-૪ ને મકાન માલ લેવા દેવા ને વેચવા ને દેવા એ બધી ક્રિયા મારી છે, મૂઢ છે. એ પૈસો જે છે આ નોટ. આમ આમ જાય છે એ એની પર્યાય છે એ પર્યાયને હું કરું છું એમ માન્યતા તદ્ન મૂંઢ ને જડને આત્મા માનનારો છે. પણ એ નોટની પર્યાય જે છે આમ આમ જાય એ પર્યાયનો કર્તા એના રજકણોય નથી, પર્યાયનો કર્તા પર્યાય છે. આવી વાતું. આહાહા !
અરે ભગવાન ત્રણલોકનો નાથ જિનેશ્વરદેવનો આ હુકમ છે. અને આ જૈનના નામ ધરાવનારને ભગવાન શું કહે છે એની ખબરું ન મળે ! અરે! જેમ કીધુંને (પંચાસ્તિકાયની) ૬૨ મી ગાથામાં ભાઈ ! કે આત્મામાં જે રાગ અને દ્વેષ થાય છે, એ રાગદ્વેષની ક્રિયાનું પરિણમન ષકારકથી, એ રાગનો કર્તા રાગ, કર્મ રાગ, સાધન રાગમાં બધુંયે છે, આત્મા કર્તા-બર્તા નહિ. હવે અહીંયા જે રાગાદિની ક્રિયા ષકારક કર્તા કર્મ કરણ સંપ્રદાન થાય છે, તેમ કર્મની પર્યાય જે થાય છે જ્ઞાનાવરણી ને દર્શનાવરણી આદિ પર્યાય, એનો કર્તા આત્મા તો નહિ, પણ એનો પર્યાય એનો જ્ઞાનાવરણી આદિ કર્મરૂપ પર્યાય થઈ, એનો કર્તા એ પરમાણું નહિ. આહાહા! આવી વાત પરમાત્મા સિવાય, વીતરાગ સર્વજ્ઞદેવ સિવાય ક્યાંય નથી. આહા ! કાંતિભાઈ ! સાંભળ્યું નહોતું કોઈ દિ' ત્યાં. (શ્રોતા:- હતું જ ક્યાં) હેં? આહાહા!
ભગવાન પરમાત્મા સીમંધર ભગવાન બિરાજે છે ત્યાં એ આ વાત કરે છે પ્રભુ, એ આ અહીંયા આવી છે આ. ભગવાન એમ કહે, કે દરેક છ દ્રવ્ય છે શેય, એની જે સમયે જે પર્યાય ઉત્પન્ન થવાની તે ષકારકના કારણે પરિણમે છે, દ્રવ્યથી નહિ, પરથી તો નહિ. પણ એ પર્યાય જે રાગાદિની થાય એ આત્મદ્રવ્ય ને ગુણથી તો નહિ, પરકર્મને કારણથી નહિ, કારણકે કર્મ તો જડ પરદ્રવ્ય છે, એમાં રાગાદિ થાય તે કર્મને લઈને નહિ, તેમ દ્રવ્યગુણને લઈને નહિ. એની પર્યાયના કર્તા કર્મ કરણ સંપ્રદાન એ પર્યાય રાગનો કર્તા પર્યાય રાગ કર્મ રાગ સાધન રાગ અપાદાન રાગમાંથી રાગ થયો છે. આહાહાહા !
આ પાનું ઊંચું થાય છે ને આમ જુઓ! એ એની પર્યાય છે. પરમાણું છે માટી, આ તો માટી છે પુદ્ગલ, એ આ આંગળીએ ઊંચુ કર્યું એ તો નથી, આત્માએ એને ઊંચું કર્યું એ તો નથી, પણ એ પર્યાય આમ થઈ એના પરમાણુંએ આમ કરી એમેય નથી, દેવીલાલજી! રાતે નહોતા? હું! હુતા ! બહુ ઝીણું આવ્યું'તું. જિંદગીમાં ન સાંભળ્યું હોય એવું હતું કાલે, એટલું બધું સ્પષ્ટીકરણ અત્યારે ન આવે, રાતે બહુ આવ્યું'તું પોણો કલાક. આહાહા ! વીતરાગ ! વીતરાગ ! વીતરાગ ! સર્વજ્ઞ પરમાત્મા એનું જે તત્ત્વજ્ઞાન, અલૌકિક છે! વીતરાગ સિવાય ક્યાંય એ વાત (નથી.) અરે એના સંપ્રદાયમાંય નામ ધરાવે છે જૈન એમાંય નથી. અરરરર! આહાહા!
આંહી કહે છે, એ અજ્ઞાની પોતાના દ્રવ્ય ગુણને જાણતો નથી અને તે પરને લઈને રાગ થયો છે એમેય નથી, પોતાના અજ્ઞાનને લઈને રાગની પર્યાયને મારી છે એમ પોતે ક્રોધપણે સ્વભાવના વિરોધપણે પરિણમે છે, જો કે એ ક્રિયા નિષેધવામાં આવી છે, એ કાંઈ તારી ક્રિયા સ્વાભાવિક નથી પણ એને, છે? આહાહા......
હવે એ આત્મા પોતાના અજ્ઞાનભાવને લીધે, જ્ઞાનભવનમાત્ર જે સહજ ઉદાસીન ક્રિયા અવસ્થા, આ આત્મા, ભાઈ ! આ તો શબ્દો છે અધ્યાત્મના. આ કાંઈ વાર્તા નથી ભાઈ ! આ તો ત્રણલોકનો નાથ ભગવાન, વિશ્વદર્શી પ્રભુ એની પર્યાયની વિકારીની ને અધિકારીની