________________
૧૮
સમયસાર સિદ્ધિ ભાગ-૪ ને આનંદ છે તેને ભૂલી અને એ પુણ્ય ને પાપના ભાવ તેનો તેને અધ્યાસ ટેવાઈ ગયો છે, સ્વભાવભૂત હોવાનો તેને અધ્યાસ છે, એ મારી ક્રિયા છે, મારા આત્માની ક્રિયા છે, એમ સ્વભાવભૂત માનીને, ગજબ ટીકા છે ને !ઠું? મળવું મુશ્કેલ પડે એવું છે બાપા! (શ્રોતા- છતાં દૂહ કહે છે.) દૂહ એ તો વળી બીજું-આ તો સ્પષ્ટ કર્યું પછી ભાઈ કહે છે એમ ઓલા લોકો કહે છે સમયસારની ભાષા સીધી હતી. બેને જુદા કર્યા, હવે એમ કે ટીકાકારે દૂઠું કરી નાખી છે. અરે બાપુ સ્પષ્ટીકરણ કર્યું પ્રભુ! તને ટૂંકી ભાષામાં ન સમજાય તેનું સ્પષ્ટીકરણ કરીને વિશેષ કર્યું છે ભાઈ ! અરરર! સાચી વાત છે ભાઈએ કીધું એમ (એ લોકો ) કહે છે. આહાહાહા !
આંહી તો એમ કહે કે “નાવ ન વેરિ વિસેસંતરં તુ સારાસવાનું રોથું પિ” આટલું હતું એમાંથી બસ, પણ એ સ્પષ્ટીકરણ છે. એટલી ભાષામાં ન સમજે એની ટીકા, એટલે સ્પષ્ટીકરણ કરીને સમજાવ્યું છે. આવો મારગ છે પ્રભુ!(શ્રોતા- મહિમા આવવો જોઈએ એને બદલે આવા શબ્દો) એ એમાં શું થાય? વિદ્વાનોએ એનો દૂર કરી નાખ્યો. અરરર! એવું કરી નાખ્યું, આચાર્યોએ આ કર્યું છે ને, આચાર્ય છે આ. કુંદકુંદાચાર્યના શબ્દો એ આચાર્ય છે અને આ ટીકા છે અમૃતચંદ્રાચાર્ય મહા સંત ! હજાર વર્ષ પહેલાં ભરતક્ષેત્રમાં ચાલતા સિદ્ધ જેવા હતા. એ કહે છે પ્રભુ તું ક્યાં ભૂલ્યો છો ભાઈ ! માણસ નથી કહેતા કે ભીંત ભૂલ્યો, નીકળવું જોઈએ બારણે, એને ઠેકાણે ભીંતમાં નીકળવા માગે આમ માથું ભેરવીને, હૈં? એમ નીકળવું જોઈએ સ્વભાવથી અંદર એને ઠેકાણે વિભાવથી જાણે હું ધર્મ કરીને નીકળી જઈશ, મરી જઈશ બાપા ! ભાઈ તારા હિતની વાત છે કે પ્રભુ! આહાહા !
એ ભગવાન આત્મા, એ ત્રિકાળ જેમ વસ્તુ છે તેમ તેનો જ્ઞાન ને આનંદ આદિ ત્રિકાળ સ્વભાવ છે તો એ સ્વભાવમાં નિઃશંકપણે પોતાપણે વર્તે ઈ તો આત્મામાં વર્તે છે. અને તે તો સ્વાભાવિક ક્રિયા નિર્મળ વીતરાગી છે. એ નિષેધવામાં આવી નથી. એ તો ક્રિયા યથાર્થ છે. એ કાલ કહ્યું નહોતું ઈ ચોટીલામાં રતનચંદજી હતા ને? લીંબડી સંવાડાના શતાવધાની એના ગુરુ હતા ગુલાબચંદજી તે ભેગાં ઉતર્યા હતા તેમાં આ વાત નીકળી હતી. ત્યારે તો આમાં (સ્થાનકવાસીમાં) હતા, નેવાસી કે નેવુંની સાલ હશે લગભગ. અમે બેઉ ભેગા ઉતર્યા એમની ઉંમર મોટી ૫૫ વર્ષની તો દીક્ષા પછી તો ઘણાં વર્ષ જીવ્યા. પછી આ વાત નીકળી કે જ્ઞાનક્રિયાભ્યામમોક્ષ એટલે શું? કીધું ઈ તો (કહે) આ શાસ્ત્રનું જાણવું ને આ રાગની ક્રિયા એ જ્ઞાનક્રિયાભ્યામમોક્ષ, એમ નથી કીધું ભાઈ ! આત્મા આનંદમૂર્તિ પ્રભુ એનું જ્ઞાન અને એ જ્ઞાનમાં એકાગ્રતા થવાની ક્રિયા-એ ક્રિયા, એ જ્ઞાનક્રિયાભ્યામમોક્ષ. માણસ નરમ જરી, કહે કે વાત સાચી લાગે છે. બાપુ! મારગ આ છે કીધું, નેવુંની સાલની વાત લગભગ નેવુંની હશે. કારણ સદરમાં આવવુ'તું ને રાજકોટ તે દિ' હશે એમ લાગે છે. કેટલા વર્ષ થયા? ૪૫ વર્ષ પહેલાંની વાત છે. વાત સાચી છે કહે, પણ આ તો બહાર આવી વાત નથી ને? ન હોય તો શું કરવું કીધું. આહા!
અને મૂર્તિની વાત નીકળી હતી. સ્થાનકવાસી ખરાને કે મૂર્તિ શાસ્ત્રમાં છે કીધું, છે, કબૂલ્યું એણે ગુલાબચંદજી, રતનચંદજીના ગુરુ હતા. છે, મૂર્તિ પૂજા છે, શાસ્ત્રમાં છે. પણ સ્થાનકવાસી માને નહીં એટલે કોઈ શિષ્ય ડાહ્યો હશે ને આ વાંચશે તો મૂર્તિ આમાં છે તો