________________
૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪ ને જ્ઞાન, દર્શનથી ભરેલો પ્રભુ છો ને ! તો પ્રભુ તારી અવસ્થા, ૫૨ને ક૨વાપણાની તો ન હોય, રાગને કરવાપણાની પણ ન હોય, તારી અવસ્થા, જાણવા-દેખવાના વીતરાગ પરિણામરૂપે અવસ્થા તારી હોય. આહાહા !
તેને પોતાનો આનંદસ્વરૂપ ભગવાન ! એના અજ્ઞાનને કારણે, એ જ્ઞાતાદેષ્ટાની અવસ્થા થવી જોઈએ, તેનો ત્યાગ કરીને અજ્ઞાનભવનવ્યાપારરૂપ એટલે રાગનો પુણ્ય-પાપનો ભાવ એ અજ્ઞાન છે, એમાં જ્ઞાન નથી. સમજાય છે કાંઈ ? જ્ઞાનભવનમાત્ર સહજ અવસ્થાનો, ઉત્પત્તિનો ત્યાગ કરીને, અજ્ઞાની અજ્ઞાનભવનમાત્ર. એ પુણ્ય ને પાપ રાગાદિભાવ તે અજ્ઞાન છે એ આત્માનું એમાં જ્ઞાન નથી. “અજ્ઞાનભવન-વ્યાપારરૂપ ક્રોધાદિવ્યાપારરૂપે પ્રવર્તતો” એને અંદરમાં સ્વભાવનો અનાદર અને રાગનો પ્રેમ તેને અહીંયા ક્રોધ કહે છે. આહાહા! “ક્રોધાદિવ્યાપારરૂપ પ્રવર્તતો પ્રતિભાસે છે” એને તો આ રાગમાં પ્રવર્તુ છું એમ એને ભાસે છે. અજ્ઞાનીને આત્મા પૂર્ણાનંદનો નાથ તેની અવસ્થા જ્ઞાતાદેષ્ટાની આનંદની, શાંતિની, વીતરાગ દશા થવી જોઈએ, પણ તેનો ત્યાગ કરીને એટલે તેના સ્વભાવના અજ્ઞાનને લઈને, અજ્ઞાનપણાનો વ્યાપાર એટલે રાગ ને પુણ્યઆદિના પરિણામમાં પ્રવર્તતો પ્રતિભાસે છે અજ્ઞાનીને, તે રાગમાં પ્રવર્તતો પ્રતિભાસે છે તે, “તે આત્મા તે રાગનો કર્તા છે” આહાહા ! આવી વાતું છે. સમજાય છે કાંઈ ?
แ
જે જ્ઞાતાદેષ્ટા વીતરાગી સ્વરૂપ પ્રભુ! તેના જ્ઞાનના અભાવને લઈને, એને જ્ઞાન ને આનંદની દશા થવી જોઈએ, તેના અભાવમાં એટલે કે તેનો ત્યાગ કરીને, જાણે કે એની દશા તો વીતરાગી હોય એમ કહે છે. એનો ત્યાગ કરીને, રાગાદિ ભાવ જે અજ્ઞાનભાવ જેમાં જ્ઞાન નથી. આહાહા ! જેના ચૈતન્યના નૂરના-પૂરના પ્રકાશનો જેમાં અંશ નથી. એવો જે પુણ્યપાપનો રાગાદિ ભાવ એમાં પ્રવર્તતો હું જાણે એમાં પ્રવર્તી છું એમ અજ્ઞાનીને પ્રતિભાસે છે, તે અજ્ઞાની તે રાગનો કર્તા છે. આવી ગાથા છે! આહાહાહા ! સમજાણું કાંઈ ?
અનાદિથી આમ કરી રહ્યો છે એમ કહે છે. ૫૨ના કામ કરે છે એ પ્રશ્ન અહીં છે જ નહિ. ૨મણીકભાઈ ? આ તમારે કા૨ખાના ને ચીમનભાઈના કારખાના, કાંતિભાઈનું ઓલું શું મોટું છે એને પાવડર, એની ક્રિયા કરતો પ્રતિભાસે છે એ તો અહીં છે જ નહિ. કા૨ણકે એ ક્રિયા એ કરતો જ નથી. પણ અહીંયા તો ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર એમ ફરમાવે છે તે સંતો જગતને જાહે૨ ક૨ે છે. ભાઈ ! તું તો વીતરાગ મૂર્તિ જિન સ્વરૂપ છો ને ! આહાહા !
‘ઘટ ઘટ અંત૨ જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન” તું જિન સ્વરૂપ છો તો એની દશા જૈનની વીતરાગી દશા થાય તે જૈન છે. આવી વાતું હવે. આ ક્રિયાકાંડીઓને કાંઈ સૂઝે નહિ આમાં. આ સામાયિક કરી ને પોષા કર્યા ને પડિકમણા કર્યા એ ધૂળેય નથી સાંભળને ! બધી અજ્ઞાનભાવની ક્રિયા છે. આહાહા !
આંહીં કહે છે પ્રભુ ! ઇન્દ્રો ને ગણધરોની સમક્ષમાં ત્રણ લોકના નાથ, તીર્થંકરની આવી દિવ્યધ્વનિ હતી, એને ગણધરે ઝીલી અને શાસ્ત્ર રચ્યા, એ માહ્યલું આ શાસ્ત્ર છે. કુંદકુંદાચાર્યે રચ્યા એ તો, પ્રભુ તું કોણ છો ? તું શરીર નહિ, વાણી નહિ, મન નહિ, દયા દાનના રાગાદિના ભાવ નહિ, અરે ! એક સમયની અવસ્થા પણ તું નહિ. આહાહા ! તું તો અનંત અનંત અનંત