________________
૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વભાવી ચીજના અજ્ઞાનને લીધે, પોતાનો જે જ્ઞાન અને અતીન્દ્રિય આનંદ જે સ્વભાવ ભગવાન આત્માનો, તેના અજ્ઞાનને લીધે, એનું જ્ઞાન ન મળે. છે? બાપુ, આ તો ધાર્મિક વાત, અધ્યાત્મની ઝીણી છે ભાઈ ! વીતરાગ પરમેશ્વર જિનેશ્વરદેવનું કથન બહુ સૂક્ષ્મ છે. કહે છે કે એ આસવમાં પણ પોતાના અજ્ઞાનભાવને લીધે, વિશેષ નહિ જાણતો થકો, વિશેષ અંતર બે શબ્દ પડ્યા છે ને? એ રાગની ક્રિયા અને આત્મા, બેને જુદા ન જાણતો, વિશેષ ન જાણતો, બેના લક્ષણ જુદા છે એમ ન જાણતો, તેમનો ભેદ દેખતો નથી. અંતર તેમનો ભેદ જુદાઈ તે અજ્ઞાની દેખતો નથી. આહાહાહા ! (શ્રોતા - લક્ષણ દેખે તો ભેદ દેખે) લક્ષણનો વિશેષ ભેદ, લક્ષણ એ તો વિશેષમાં ગયું પણ હવે આ ભેદ દેખતો નથી, એમ કે બેના અલગ અર્થ કર્યા. આહાહા ! સમજાણું કાંઈ? આવી ઝીણી વાતું કહેવી ને વળી સમજાણું કાંઈ કહેવું પાછું. મારગ પ્રભુ શું થાય ! એ તો વાતું અનંતકાળથી સાંભળી છે ભાઈ સંપ્રદાયમાં તો એ જ ચાલે છે અત્યારે, આ કરો ને આ કરો ને આ કરો, વ્રત કરો ને અપવાસ કરો. અરે ભગવાન બાપુ! મારગડા જુદા ભાઈ ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એ કહે છે તે સંતો જગતને જાહેર કરે છે, દિગંબર સંતો ! આહાહા!
એ ભગવાન આત્મા, જ્ઞાન ને આનંદ સ્વભાવી પ્રભુ, એને આ રાગનો ભાવ, એ તે સંયોગસિદ્ધ સંબંધ, આસ્રવરૂપ છે એ તો. પુણ્ય ને પાપના ભાવ–ચાહે તો દયાનો હોય, દાનનો હોય, વતનો હોય, અપવાસનો હોય એ બધો વિકલ્પ રાગ છે. એ રાગભાવ આત્માની સાથે સંયોગે સંબંધ છે, સંયોગસિદ્ધ સંબંધ છે, સ્વભાવસિદ્ધ સંબંધ નથી. એ આસવમાં પણ પોતાના અજ્ઞાનભાવને લીધે, વિશેષ નહિ જાણતો થકો, જુદા લક્ષણ અને તફાવતને ન જાણતો થકો તેમનો ભેદ દેખતો નથી. ભારે ઝીણી વાતું બાપુ, આવી વાતું. જેનાથી જનમ મરણ મટી જાય એ પ્રભુ, એ ક્રિયા કોઈ અલૌકિક છે. બાકી આ ક્રિયા તો જનમ મરણના કારણની છે. આહાહા !
એ તેમનો ભેદ દેખતો નથી, કોનો? આત્માનો અને પુણ્ય-પાપના ભાવનો, વિશેષતાના લક્ષણનો નથી ભેદ જાણતો, તેમ ભેદ છે એમ નથી જાણતો, બેના લક્ષણો જુદા છે તેમ ભેદ જુદા છે, બેય એક નથી અને ભેદ દેખતો નથી ત્યાં સુધી નિઃશંક રીતે એ પુણ્ય-પાપનો ભાવ, જે ક્રોધઆદિ, ભગવાન આત્મા જ્ઞાન ને આનંદસ્વરૂપ પ્રભુ એનાથી પુણ્યના પરિણામનો પ્રેમ એ ક્રોધ છે. એ સ્વભાવ પ્રત્યે વિરોધ ક્રોધ છે. પરની દયાનો ભાવ એ રાગ છે અને રાગ છે તેનો જેને પ્રેમ છે એને સ્વભાવ પ્રત્યે ક્રોધ છે.
અરરર! આવી વાતું, એને સ્વભાવ પ્રત્યેનું માન નથી એને વિકારનું માન છે કે એ હું છું. એવા ક્રોધાદિભાવનો ભેદ દેખતો નથી ત્યાં સુધી નિઃશંક રીતે, જેમ ઓલામાં આમ આવ્યું'તું, જ્ઞાન અને આત્મા એકરૂપ તરૂપ છે માટે જ્ઞાનમાં નિઃશંકપણે વર્તતા પોતાપણે વર્તે છે, ત્યાં સુધી નિઃશંક રીતે પુણ્ય-પાપના ભાવમાં પ્રેમમાં પોતાપણે વર્તે છે. ત્યાં ક્રોધઆદિ(માં) પોતાપણે વર્તતો, એટલે કે પુણ્ય-પાપના ભાવને અહીંયા ક્રોધ કીધો, સ્વભાવ પ્રત્યે તે વિરોધ છે માટે તેને ક્રોધ કીધો. આંહીં તો કહે કે પરની દયા પાળવી એ ધર્મ એમ જગત કહે છે. ત્યારે આંહીં તો કહે છે કે પરની દયા પાળી શકતો'તો નથી, પણ પરની દયાનો ભાવ તને આવે એ રાગ છે, એ રાગ ને આત્માને સંયોગસિદ્ધ સંબંધ છે. આહાહાહા ! આવી વાતું.