________________
૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪ સ્વભાવની, એને અહીંયા ધાર્મિક ક્રિયા કહેવામાં આવે છે. આમાં ક્યાં પકડવું શું? અનંત કાળથી ખબર વિના એ રખડે છે. આમ બે વાત કરી'તી હમણાં પૂછયું'તું, પાછું વિશેષ અંતર છે ને? શબ્દમાં વિશેષ અંતર જાણતો એટલે વિશેષ એટલે તફાવત લક્ષણ અને અંતર એટલે તેમનો ભેદ એમ, બે. આત્મા અને જ્ઞાન એની વિશેષ નામ તફાવત જુદાં લક્ષણો અને તેનો ભેદ નહિ જાણતો આહાહા ! આવી વાતું હવે ! એ જ્ઞાન સ્વભાવ ભગવાન આત્મા અને જ્ઞાનમાં ને આત્મામાં તફાવત ને જુદાં લક્ષણ ન જાણતો, તેથી તેને ભેદ નહિ દેખતો, આહાહાહા !
એ જ્ઞાનસ્વભાવ જે ભગવાન આત્મા એમાં પોતાપણે એટલે આત્મા જેમ પોતે છે પોતાપણે એમ જ્ઞાન પણ પોતાપણે છે કેમકે જ્ઞાન અને આત્મા બેય તન્મય છે. એ જ્ઞાન સ્વભાવ જે છે, તેમાં પોતાપણે નિ:શંકપણે આત્મા ને જ્ઞાનમાં જુદાપણું નથી, તેથી ભેદ નથી. એમ આત્માના જ્ઞાનસ્વભાવમાં નિઃશંકપણે પોતાપણે “આ હું છું' એમ વર્તતો, તે ક્રિયા જ્ઞાન સ્વભાવિક નિર્મળ ક્રિયા, રાગ વિનાની વીતરાગી ક્રિયા થઈ, એ ક્રિયા એ ધાર્મિક ક્રિયા છે. જ્ઞાનમાં પોતાપણે વર્તતો એમ છેને? જ્ઞાનમાં પોતાપણે વર્તે છે સ્વભાવ. આત્મા ને જ્ઞાન એક છે માટે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે એમ. તે ક્રિયા નિષેધવામાં આવી નથી, કેમ કે એ ક્રિયા તો આત્માની છે, આત્મા ધર્મી અને જ્ઞાન એનો ધર્મ સ્વભાવ, એ જ્ઞાનમાં પોતાપણે વર્તીને જે એકાગ્ર થાય તેને જ્ઞાનની ક્રિયા નિર્મળ થાય, વીતરાગી પર્યાય થાય એને નિષેધવામાં આવી નથી, એ ક્રિયા પોતાની છે. આહાહાહા!
આવું હવે ક્યાં! નવરાશ ન મળે એક તો ધંધાના સંસારના પાપ આડે આખો દિવસ હવે એમાં આવી વાતું સાંભળવા મળે નહિ, અરે શું થાય અનંત અનંત કાળથી વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર, જે ધાર્મિક ક્રિયા કહે છે એને સાંભળવાય મળે નહિ, એ શું કરે? આહાહા !
અહીંયા એ વાત તો આવી ગઈ આપણે, તેથી તે જાણવાપણે એટલે જાણવારૂપે પરિણમે છે, રાગરૂપે નહિ. કેમકે જ્ઞાન ને આત્મા એક અભેદ છે, બેના લક્ષણો જ એક છે, તેમ બે નો ભેદ નથી, તેથી જ્ઞાનમાં પોતાપણે વર્તતો તે સ્વભાવિક ક્રિયા જે છે, તે જાણે છે જાણવારૂપે પરિણમે છે એ ક્રિયા જાણવાની છે. આટલા બધા શબ્દો ને હવે આમાં ક્યાં? એ ત્યાં સુધી આપણે આવી ગયું છે.
તેવી રીતે” હવે અહીંથી નવું છે, આ તો કાલ આવ્યું'તું ભાઈ ! એ વીતરાગ મારગ બાપુ ઝીણો છે ભાઈ, પ્રભુ! તું સૂક્ષ્મ ચીજ છો અંદર. એટલે એને સમજવા માટે તો ઘણી ધીરજ જોઈએ. આહા!
જેવી રીતે આત્મા જ્ઞાનના સ્વભાવથી અભેદ છે તેથી એમાં વર્તતો થકો, જે ક્રિયા નિર્મળ વીતરાગી પર્યાય થાય તે તો આત્માની ક્રિયા છે, ધાર્મિક ક્રિયા છે એ ક્રિયા નિષેધવામાં આવી નથી. આહાહા !
તેવી રીતે જ્યાં સુધી આ આત્મા, છે ને? પાંચમી લીટી છે, તેવી રીતે જ્યાં સુધી આ આત્મા જેમને સંયોગસિદ્ધ સંબંધ છે એવો આત્મા ને ક્રોધ. આહાહા !
ભગવાન આત્મા, જ્ઞાન અને આત્માનો સ્વભાવ સંબંધ તાદાત્મય સંબંધ છે અને આત્માને અને પુણ્ય-પાપના ભાવને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ ભાવ, એ રાગ છે એને