________________
ગાથા-૬૯-૭૦.
૧૩ આટલો બધો આંતરો ફેર ક્યાં પાડવો? બહુ ગરબડ અત્યારે, અત્યારે તો આ દેશ સેવા કરો ને ભગવાનની સેવા કરો ને આ કરો ને આ કરો. અરરર! (શ્રોતાઃ- આ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ) આ જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષ, એ નિષેધવામાં આવી નથી. માટે તે, છે? જાણે છે, જાણવારૂપે પરિણમે છે, એમ જાણે છે એટલે, જાણવાની ક્રિયા, જાણવાની ક્રિયા, જાણે છે, એટલે કે જાણવાપણે પરિણમે છે. આહાહાહા !
દ્રવ્ય જે આત્મા એનો જ્ઞાનગુણ ને ત્રિકાળ તાદાભ્યરૂપ તેથી જ્ઞાનમાં નિઃશંક વર્તતા તે આત્મામાં જ વર્તે છે. અને નિ:શંકપણે વર્તતા જે ક્રિયા જાણવાપણે થઈ તે પણે ઈ પરિણમ્યો છે. એ દ્રવ્ય, ગુણ તે પર્યાયપણે પરિણમ્યો છે, એ પરિણમન છે તે ધર્મક્રિયા છે. આહાહાહા! સમજાણું કાંઈ? આહા! માટે જાણવારૂપે પરિણમે છે, લ્યો!
“તત્ર વર્તમાનશ્ચ જ્ઞાનક્રિયાયા:સ્વભાવમૂતત્ત્વનાપ્રતિષિદ્ધત્વીજ્ઞાનાતિ” જોયું? અપ્રતિષિદ્ધત્વાજાનાતિ બસ લ્યો! જાણે છે એટલો જ શબ્દ છે ને? શું કહ્યું? કે આત્મા ને જ્ઞાન બે તદરૂપે છે, તેથી જ્ઞાનમાં નિ:શંકપણે વર્તતા તે આત્મામાં જ વર્તે છે. કારણ બેય એક છે, એ નિઃશંકપણે વર્તતા જાણપણારૂપે જે પરિણમન થયું એ સ્વભાવિકક્રિયા ધાર્મિક છે, શુદ્ધ પરિણમન છે તે ધાર્મિક | ક્રિયા છે તેને નિષેધવામાં આવી નથી, તેને તે આ ક્રિયા ને પરિણતિ છે માટે નિષેધ પર્યાય એમ નથી, પર્યાય થઈને ? એમ કે પર્યાય થઈ ને? માટે નિષેધ, એમ નથી. પર્યાય એ શુદ્ધ પરિણમના છે માટે નિષેધવામાં આવી નથી. એમ કે ક્રિયા તો થઈ, પર્યાય તો થઈ, તો નિષેધ તો, પર્યાયનો નિષેધ છે કે નહિ? એ દ્રવ્યદૃષ્ટિમાં પર્યાય આવતી નથી, દ્રવ્ય દૃષ્ટિ એને ઘરે પણ એની પરિણતિ જે છે એ તો સ્વભાવભૂત ક્રિયા છે. આહાહા ! માટે તેને નિષેધવામાં આવી નથી. વિશેષ કહેશે(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.)
પ્રવચન ન. ૧૪૫ ગાથા-૬૯-૭૦
તા. ૨૫/૧૧/૭૮ શનિવાર કારતક વદ-૧૦
શ્રી સમયસાર - ૬૯૭૦ ગાથા : કર્તાકર્મ અધિકાર.
અહીં સુધી આવ્યું છે. જાણવારૂપે પરિણમે છે. શું કહ્યું? કે જે આ આત્મા છે અને તેનો સ્વભાવ જે જ્ઞાન છે તે જ્ઞાન અને આત્માને તાદાભ્યસંબંધ છે, અભેદ સંબંધ છે, તદરૂપ સંબંધ છે. એથી જે કોઈ પ્રાણી અંતરમાં જ્ઞાનમાં એકાગ્ર થઈ નિઃશંકપણે “જ્ઞાન તે હું” એમ અંતરમાં વર્તે એને જાણનક્રિયા શુદ્ધ સ્વાભાવિક ક્રિયા પ્રગટ થાય તે ક્રિયા ધાર્મિક ક્રિયા છે. આવી વાત છે. આ આત્મા અને જ્ઞાન, જાણવું એ જ્ઞાન એટલે આ શાસ્ત્રનું જ્ઞાન એ નહીં. અંદર જ્ઞાન સ્વભાવ, સ્વભાવવાન આત્મા અને એનો જ્ઞાન સ્વભાવ તે તરૂપ સંબંધ છે માટે જ્ઞાનમાં પોતાપણે વર્તતો નિઃશંકપણે જ્ઞાનમાં વર્તતો, જે જ્ઞાનની ક્રિયા નિર્મળ થાય એ સ્વભાવભૂત છે તે ક્રિયા નિષેધવામાં આવી નથી. આહાહાહા ! આવી વાતું ઝીણી. વીતરાગ મારગ......
કેમકે એ આત્મા જ્ઞાન સાથે તાદામ્ય સ્વરૂપ એ વીતરાગી જ્ઞાન છે ત્રિકાળ. વીતરાગી દ્રવ્ય સ્વભાવ છે. એવા જ્ઞાનમાં એટલે સ્વભાવમાં નિઃશંકપણે પોતાપણે જ્ઞાનમાં વર્તતો જે જ્ઞાનની ક્રિયા સ્વભાવભૂત પ્રગટ થાય તે ક્રિયાનો નિષેધ નથી, એ તો એની ક્રિયા છે, સ્વ