________________
ગાથા-૬૯-૭૦.
૧૧ નહિ દેખતો, એમ કેમ કહ્યું કે આમ જ્ઞાન અને આત્મા એટલે જાણે બે થઈ ગયા? એમ નથી. જ્ઞાન અને આત્મા તરૂપે એક સંબંધ છે. એમ જેણે, તેમનો ભેદ નહિ દેખતો સમ્યગ્દષ્ટિ જીવ, ધર્મની પહેલી સીઢીવાળો જીવ, એમ કે આમ આત્મા ને આ જ્ઞાન છે એમ જણાય ને? જ્ઞાન તે આત્મા, પણ તેથી તે જ્ઞાન અને આત્મા બેય જુદા નથી, તદરૂપ છે. આવું છે, તાદામ્યસિદ્ધ સંબંધ છે. તાદામ્ય સંબંધ છે એમ ન લીધું. તાદામ્યસિદ્ધ સંબંધ છે, ચોક્કસ તે સંબંધ છે.
ભગવાન (આત્મા) અને જ્ઞાન, આત્મા ને જ્ઞાન તરૂપસિદ્ધ સંબંધ છે. ચોક્કસ થયેલો તરૂપ સંબંધ છે. “એવો આત્મા ને જ્ઞાનમાં તફાવત, જાદા નહિ જાણતો જ્ઞાની” “તેમનો ભેદ નહિ દેખતો નિઃશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે” એ કેમ કહ્યું? કે જ્ઞાન આ જાણવું જ્ઞાન અને આત્મા, જ્ઞાન આ શાસ્ત્રનું જ્ઞાન એ નહિ, અંદર જે જ્ઞાન અને આત્મા બે તદરૂપ છે. એથી જ્ઞાની એને જ્ઞાનમાં નિઃશંક રહે છે, એ આત્મામાં નિઃશંક રહ્યો છે. આત્મા નિઃશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે. આહાહા!
ધર્મી જીવ, સમ્યગ્દષ્ટિ જીવ, જ્ઞાન ને આત્મા તાદાભ્ય માનતો, જ્ઞાનમાં નિ:શંકપણે વર્તે છે, એ આત્મા જ વર્તે છે. નિઃશંક રીતે જ્ઞાનમાં, એમ કે વળી આ જ્ઞાન ને આમ આત્મા બે થઈ ગયા ને? માટે જુદાં છે ઈ? ના-ના, જ્ઞાન ને આત્મા બેય એક જ વસ્તુ છે. તાદામ્ય સ્વરૂપ છે, તેથી તે જ્ઞાનમાં નિઃશંકપણે વર્તતો, કેમ કે જ્ઞાન ને આત્મા તાદામ્ય છે. નિઃશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તતો ભાષા છે. જ્ઞાન એ હું છું, જાણક જાણક પ્રકાશનું પૂર-નૂર, જાણકસ્વભાવ તે હું છું એમ નિઃશંક રીતે પોતાપણે વર્તે છે. જ્ઞાનમાં પોતાપણે વર્તે છે, જ્ઞાન તે આત્મા એમ નિઃશંક છે, માટે તે જ્ઞાનમાં નિઃશંકપણે પોતાપણે વર્તે છે. અરે, આવો મારગ હવે, અને ત્યાં જ્ઞાનમાં પોતાપણે વર્તતો, તે જ્ઞાનક્રિયા દેખો હવે પોતાપણે વર્તતો કીધું ને? આ જ્ઞાન, જ્ઞાન ને આત્મા તદરૂપ છે તેથી જ્ઞાનમાં નિઃશંકપણે પોતાપણે વર્તતો, વર્તતો ત્યાં પર્યાય થઈ ગઈ, એ જ્ઞાન ક્રિયા થઈ એ જ્ઞાનની ક્રિયા. “તે જ્ઞાનક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે” જ્ઞાન ને આત્મા એ તદરૂપ હોવાથી નિઃશંકપણે જ્ઞાનમાં વર્તતા પોતાપણે વર્તે છે, તેથી તે જ્ઞાનક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે, એ જ્ઞાનમાં એકાગ્રતા, એવી જે જ્ઞાનક્રિયા, એ સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી. એ જ્ઞાનક્રિયા નિષેધવામાં આવી નથી. આહાહાહા! (શ્રોતા- વિકારી ક્રિયા નિષેધવામાં આવી છે.) એ પછી કહેશે.
રાગ જે ક્રિયા રાગ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ એ રાગની ક્રિયા છે, તેને નિષેધવામાં આવી છે. કહ્યું” તું ને તે દિ' ઘણાં વર્ષ પહેલા ચોટીલા ગુલાબચંદજી હતા. ઘણાં વર્ષની દીક્ષા તે દિ' હતી, રતનચંદજીના ગુરુ, ભેગા થઈ ગયા તો બહુ ખુશી થયા ને પછી ખાનગી વાત હાલી. મેં કીધું જો ભાઈ જ્ઞાનક્રિયાભ્યામ મોક્ષ શું છે? એ જ્ઞાન એટલે શાસ્ત્રનું જ્ઞાન ને ક્રિયા એટલે આ રાગની એમ નહિ. તે દિ' તો હજી આમાં (સ્થાનકવાસીમાં) હતા ને ભેગાં ઉતર્યા'તા ચોટીલા. ત્યારે ? જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન અને તેમાં એકાગ્રતા એ જ્ઞાનની ક્રિયા, એ ક્રિયા ધર્મનું કારણ, મોક્ષનું કારણ છે. સાચી વાત છે કહે કબુલ્યું. પણ હવે જાવું ક્યાં વાડા મુકાય નહીં મારી નાખ્યાં. “મૂર્તિ શાસ્ત્રમાં છે એમ કબુલ્યું, સ્થાનકવાસી, બત્રીસ સૂત્રમાં મૂર્તિની પૂજા ને મૂર્તિ છે. છે એ સાચી વાત છે કહે, શું કરવું? અમને તો નિઃશંક, શંકા શંકા શંકા શિષ્ય જોશે તો આમાં મૂર્તિ