________________
૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૪ બંધના નિમિત્તથી અજ્ઞાન છે; એ પ્રમાણે અનાદિ સંતાન (પ્રવાહ) છે, માટે તેમાં ઇતરેતરઆશ્રય દોષ પણ આવતો નથી.
આ રીતે જ્યાં સુધી આત્મા ક્રોધાદિ કર્મનો કર્તા થઈ પરિણમે છે ત્યાં સુધી કર્તાકર્મની પ્રવૃત્તિ છે અને ત્યાં સુધી કર્મનો બંધ થાય છે.
પ્રવચન નં. ૧૪૪ ગાથા ૬૯-૭૦
તા. ૨૪/૧૧/૭૮ હવે જ્યાં સુધી આ જીવ આમ્રવના અને આત્માના વિશેષને જાણે નહીં, શું કહે છે ?
ભગવાન આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપ અને પુણ્ય-પાપ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ આસ્રવ છે. આહાહાહા ! એ પરદ્રવ્ય છે, એ પરભાવ છે, એવા જીવ અને આસવના ને આત્માના વિશેષને આ જીવ, આસવના ને આત્માના તફાવતને ન જાણે, એ પુણ્ય ને પાપનો ભાવ તે આસ્રવ છે અને ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે, એ બેના તફાવતને ન જાણે, બેની જાતની જુદી જાતને ન જાણે, ત્યાં સુધી એ અજ્ઞાની રહ્યો થકો, આસ્રવમાં પોતે લીન થતો, કેમ કે બેની જુદાઈને જાણી નહીં, એટલે એને એક માન્યા એટલે આસ્રવમાં લીન થઈ આ રાગાદિમાં લીન થયો થકો અજ્ઞાની કર્મોનો બંધ કરે છે. આહાહા ! એમ ગાથામાં કહે છે.
जाव ण वेदि विसेसंतरं तु आदासवाण दोण्हं पि। अण्णाणी ताव दु सो कोहादिसु वट्टदे जीवो।।६९।। कोहादिसु वटुंतस्स तस्स कम्मस्स संचओ होदि।
जीवस्सेवं बंधो भणिदो खलु सव्वदरिसीहिं।।७०।। બે કીધાં, જોયું? આસ્રવ ને આત્મા બેય એક થઈ ગયા. “કમ્મસ્સ સંચઓ હોદિ ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્મા, જિનેશ્વરદેવે એ અજ્ઞાનીને બંધનું કારણ છે એમ કહ્યું. આહાહા ! એની ટીકા.
જેમ આ જ આત્મા, જેમ આ આત્મા, જેમને તાદામ્યસિદ્ધ સંબંધ છે, જેને તરૂપ સ્વભાવ સાથે આત્માને સંબંધ છે, એવા આત્મામાં અને જ્ઞાનમાં, આત્મા અને જ્ઞાન બે(યને ) તાદાભ્ય સંબંધ છે. અગ્નિ ને ઉષ્ણતાનો તાદાભ્ય સંબંધ છે, એમ ભગવાન આત્માને અને જાણક ગુણ સ્વભાવને તાદામ્ય સંબંધ છે, તરૂપ સંબંધ છે. એ આત્મા ને જ્ઞાન બેય એક જ ચીજ છે. રાગ, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ પરદ્રવ્ય છે. આહાહા ! ' અરે આવી વાતું છે, આકરું કામ બાપુ ભાઈ ! પછી લોકો આમ બહાર આવે ને વાત, (એટલે કહે) એય એકાંત છે એકાંત છે. કરો પ્રભુ! મારગ તો આ છે બાપુ. શું થાય? શરૂઆતનો મારગ આ છે, શરૂઆતનો હોં? આહાહા !
ઓલા કહે કે વ્યવહાર કરી પહેલાં પછી નિશ્ચય થશે, રાગ કરો પછી અરાગપણું પ્રગટશે એમ કહે છે. એમ વસ્તુ સ્વરૂપ ભગવાનના સ્વભાવમાં નથી. છે? એ આત્મા જ્યાં સુધી આ આત્મા, જેમને તરૂપે તે રૂપે સ્વભાવરૂપે સંબંધ છે એવા આત્મા ને જ્ઞાનમાં તફાવત જુદાં લક્ષણો નહિ હોવાથી તેમનો ભેદ નહિ દેખતો, જ્ઞાન અને આત્મા બે તરૂપે છે, તેથી તેનો ભેદ