________________
૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ છે તો અમને નહિ માને એમ બોલ્યાં બિચારા ૫૫ વર્ષની દીક્ષા હતી, તે દિ' પછી વધી હશે. આકરું કામ બાપુ બહુ. માન મૂકવું! મારી ભૂલ છે આ, આ મારગ નથી એય.
અહીંયા એ કહે છે જુઓ. એ જ્ઞાનક્રિયા, જ્ઞાનક્રિયા એટલે શું? કે આત્મા ને જ્ઞાન, જેમ સાકર અને ગળપણ તકરૂપે છે મીઠાશ, એમ ભગવાન ને જ્ઞાન તરૂપે છે, માટે આત્મામાં એકાગ્ર ન કહેતાં જ્ઞાનમાં એકાગ્ર થઈ એ જ્ઞાનક્રિયા એ ધર્મનું કારણ એ મોક્ષનું કારણ છે. અહીંયા અત્યારે તો બસ આ આત્માનું મૂકીને વાત, સમ્યગ્દર્શન ને જ્ઞાન નહિં ફક્ત વ્રત કરો ને તપ કરો ને અપવાસ કરો, ભક્તિ કરો, પૂજા કરો, અરે પ્રભુ! એ તો રાગને આસવની ક્રિયા છે, એ કાંઈ આત્માની ધાર્મિક ક્રિયા નથી. આકરું કામ બહુ બાપુ. ભાષા કેવી વાપરી છે જુઓ ને? જ્ઞાનક્રિયા એટલે જ્ઞાયકસ્વરૂપ જે ભગવાન એમાં નિ:શંકપણે વર્તતા જે પરિણતિ થઈ એ જ્ઞાન ક્રિયા છે. આહાહા!
એ ૮૨ માં આ વાત થઈ હતી તમારે લોકાશાનો ઉપાશ્રય છે ને ત્યાં ઉતર્યા'તા અમે પહેલાં ૮૨-૮૨ તમે તે દિ’ નહિ, ૮૨ ની સાલ કેટલા થયા? ૪૨ વરસ થયા? હૈં? ત્રેપન-ત્રેપન વરસ થયા. બીયાસીની સાલ. એ તારાચંદભાઈ હતા ને વારિયા, એ કહે કે મહારાજ આમાં આ બધું તમે તો કહો છો કે રાગ છે એ આત્માનો નહિ. રાગ દયા, દાન, વ્રતનો રાગ એ તો પુણ્યબંધનું કારણ, આ તો લોકોને આકરું પડશે ધર્મ, લોકાશાના અપાસરે વાત થઈ'તી પહેલાં ૮૨ની સાલમાં આવેલા. ૧૮ ને ૩પ (ત્રેપન ) પ૩ થયા નહિ? (ત્રેપન) પ૩ કીધું તમે જુઓ, એ પુનાતર? તમારા પુનાતર તરફથી નથી, જ્ઞાનસાગર તમારા પુનાતર તરફથી છપાયેલું છે. જુઓ એમાં કીધું. મનની સરળતા, કાયાની સરળતા, વચનની સરળતા, અવિસંવાદ એ ભાવ શુદ્ધ એ નામકર્મ બંધનું કારણ છે. નથી? તમારા પુનાતર તરફથી જુઓ આમાં ! આ તો ૮૨ ની સાલની વાત છે કારણ એ બધા ક્રિયા કિયા ક્રિયા કર્યા જ કરે આ પોષાઓ કરે ને ચૌદસ પૂનમ આવે ત્યારે આવે વહેલા ચૌદસની સાંજથી આવે વહેલા અને પોષા કરે. વીરજીભાઈ ને એ બેય હાં આ તે દિ' આ એક આવ્યા'તા ભાઈ એ ક્રિયા નહિં બાપુ. આહાહા ! આહાહા !
ભગવાન આત્મા વસ્તુ છે, તેનો કોઈ સ્વભાવ ત્રિકાળ રહેનારો હોય કે નહિ? જેમ પોતે ત્રિકાળ છે પ્રભુ તો એનો જ્ઞાનસ્વભાવ ગુણ ત્રિકાળ છે. તરૂપે એ જ્ઞાનની ક્રિયા સ્વભાવભૂત પ્રગટ થાય, રાગથી ભિન્ન પડી અને જ્ઞાનમાં નિઃશંકપણે વર્તે ત્યારે આત્મા ને જ્ઞાન બે થયા, ગુણ ને ગુણી અભેદ એમાં નિઃશંકપણે વર્તે તે પર્યાય થઈ. દ્રવ્ય, ગુણ ને પર્યાય ત્રણેય આવી ગયા. આત્મા વસ્તુ તેનો જ્ઞાન તાદાભ્ય ગુણ ત્રિકાળ એ જ્ઞાનમાં નિઃશંકપણે વર્તતા તે આત્મા જ વર્તે છે. કારણકે આત્મા ને શાન એક છે, જ્ઞાનમાં નિઃશંકપણે વર્તતા જે જ્ઞાનક્રિયા થઈ, એ સ્વભાવભૂત હોવાથી એ તો સ્વભાવભૂત છે ક્રિયા. જે સ્વભાવમાં હતી શક્તિ તે પર્યાયમાં જ્ઞાનરૂપે પરિણમી શ્રદ્ધારૂપે, શાંતિરૂપે એ જ્ઞાનક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં, એ ક્રિયા નિષેધવામાં આવી નથી, એ ક્રિયા તો હોય છે. માટે જાણે છે, જાણવારૂપે પરિણમે છે. એ જાણ નક્રિયા એ જ્ઞાનમાં નિઃશંકપણે વર્તતા જે ક્રિયા થઈ એ જાણ નક્રિયા નિષેધવામાં આવી નથી. પણ તે જાણવારૂપે પરિણમે છે માટે જાણવારૂપે પરિણમે છે તે સ્વભાવભૂત ક્રિયા છેરાગરૂપે પરિણમતો નથી, પણ જાણવારૂપે પરિણમે એ જ્ઞાનક્રિયારૂપ સ્વભાવ છે. આહાહાહા !