________________
૨૧
ગાથા-૬૯-૭૦. ક્રિયાની વાત છે આ. આહાહા !
એ પોતાના અજ્ઞાનભાવને લીધે, જ્ઞાનભવનમાત્ર જે સહજ (ઉદાસીન અવસ્થા) છે? જ્ઞાનનું થયું એટલે જ્ઞાનસ્વરૂપ પ્રભુ એ જ્ઞાનનું થવું એમાં જ્ઞાનનું થવું જ હોવું જોઈએ જ્ઞાનરૂપે પરિણમન જ થવું જોઈએ. જ્ઞાનનું થવું પર્યાય હોં, જ્ઞાન-જ્ઞાન તો ત્રિકાળ છે પણ જ્ઞાનનું થવું જે વર્તમાન પર્યાય થવી જોઈએ તેની. “જ્ઞાનભવનમાત્ર”નીચે અર્થ છે. ભવન–થવું, થવું તે; પરિણમવું તે; “પરિણમન જે સહજ ઉદાસીન આહાહાહા ! જ્ઞાતાદા માત્ર અવસ્થા, થવું તો આ જોઈએ કહે છે. ભગવાન આત્મા અને એનો જ્ઞાનસ્વભાવ તે જ્ઞાનની જે અવસ્થા, ઉદાસીન–રાગથી ને પરથી ભિન્ન એવી જ્ઞાતાદેખાની પર્યાય તે જ્ઞાનદર્શનના સ્વભાવવાળી થવી જોઈએ. આહાહાહા!
જ્ઞાન ને દર્શન ને આનંદનો સ્વભાવ તમય એવો પ્રભુ એની પર્યાયમાં તેના જ્ઞાતાદેષ્ટાની પર્યાય થવી જોઈએ. છે? તેનો ત્યાગ કરીને, જોયું? એ અવસ્થા તેની, ભગવાન આત્મા જ્ઞાતાદેષ્ટાનો કંદ પ્રભુ પૂર્ણ, તેની તો રાગથી ઉદાસીન ભિન્ન અને જ્ઞાતાદેષ્ટાની અવસ્થા થવી જોઈએ, એને ઠેકાણે તે અવસ્થાનો ત્યાગ કરીને, અવસ્થા થઈ'તી ને ત્યાગ કરીને એમ નહિ. શું કીધું ઈ? એ ભગવાન આત્મા દ્રવ્ય ને ગુણ જે જ્ઞાનાનંદથી તાદાભ્ય છે અને તેની જે પર્યાય થવી જોઈએ, તેની પર્યાય તો જ્ઞાતાદેષ્ટા થવી જોઈએ, એ એની અવસ્થા છે, દ્રવ્ય અને ગુણો તેનું તાદાભ્ય છે એમ સમજે ત્યારે તેની પર્યાયમાં તો રાગથી ને પરથી ભિન્ન ઉદાસીન, જ્ઞાતાદેખાની પર્યાય થવી જોઈએ, એ થવી જોઈએ એનો ત્યાગ કરીને, અજ્ઞાની તેનો ત્યાગ કરીને, એટલે કરી જ નહિ એણે, હવે આવી વાત હવે. આહાહા !
સામયિક કરો, પોષા કરો, પડિકમણા કરો, ચોવિહાર કરો થઈ ગયો ધર્મ, ધૂળમાંય નથી એ સાંભળીને હવે? હજી તો રાગ શું, દેહશું, પર શું, સ્વ શું, એ તો ભાન ન મળે ! આહા!
આંહીં કહે છે. એ અવસ્થા થતી'તી ને છોડી છે એમ નહિ, પણ ખરેખર તો દ્રવ્ય જે વસ્તુ છે, અને એનો જ્ઞાન ને આનંદ જે સ્વભાવ છે, તેની પર્યાય જ્ઞાતાદૃષ્ટાપણે પર્યાયમાં થવી જોઈએ, એને ઠેકાણે તે અવસ્થા ન કરતાં, એ અવસ્થા ન કરતાં, એ અવસ્થાનો ત્યાગ કરીને, છે ને? અવસ્થા થઈ છે ને ત્યાગ કરીને એમ નહિ. પણ જે એનું જ્ઞાતાદેષ્ટા સ્વરૂપ છે, તેની પર્યાય તો જ્ઞાતાદેષ્ટપણે થવી જોઈએ, એમ ન થતાં, “તેનો ત્યાગ કરીને અજ્ઞાનભવનવ્યાપારરૂપ, (અર્થાત્ ) ક્રોધાદિવ્યાપારરૂપ પ્રવર્તતો પ્રતિભાસે છે.” આહાહાહા ! એટલે?
કે ભગવાન આત્મા ત્રિકાળી એમ એનો જ્ઞાન–આનંદ ત્રિકાળી સ્વભાવ, તો એની પર્યાય તો જ્ઞાતાદેષ્ટાપણાની થવી જોઈએ. એનો ત્યાગ કરીને અજ્ઞાની, એ અજ્ઞાનભવન માત્ર એટલે રાગપણું મારું છે એવો અજ્ઞાનભાવ એ રાગ એ અજ્ઞાનભાવ છે એ આત્મભાવ નહિ, છે ને? અજ્ઞાનભાવને લીધે, જ્ઞાનભવનમાત્ર જે સહજ ઉદાસીન જ્ઞાતાદેરા અવસ્થા, તેનો ત્યાગ કરીને, અજ્ઞાનભવનમાત્રરૂપ ક્રોધાદિ વ્યાપારરૂપ પ્રવર્તતો પ્રતિભાસે છે. અજ્ઞાનીને રાગમાં પ્રવર્તે છું એમ ભાસે છે, હોવું જોઈએ તો જ્ઞાતાદેખાની પર્યાય જ્ઞાતા-દેખાપણે નિર્મળ હોવી જોઈએ, એને છોડીને એનો ત્યાગ કરીને એટલે નહિ કરીને, રાગની ક્રિયામાં પ્રવર્તતો અજ્ઞાનીને ભાસે છે. આહાહા.... અજ્ઞાનભવન વ્યાપાર વિકારરૂપ પ્રવર્તતો પ્રતિભાસે છે તે