________________
ગાથા-૬૯-૭)
૧૯ ગુરુની અમારી શ્રદ્ધા ઉઠાડી દેશે. બિચારાએ કબૂલ કર્યું, શું થાય બાપા મારગ તો આ છે ભાઈ ! આહાહાહા ! એ શુભભાવ આવે ત્યારે મૂર્તિની પૂજા અને તેનું નિમિત્તપણું હોય, ધરમ નહીં. પણ અશુભથી બચવા જ્ઞાનીને પણ શુભનો ભાવ આવે. છતાં આંહી તો કહે છે કે એ શુભભાવને પોતાનો માનીને વર્તે, જ્ઞાનીને એ આવે પણ પર તરીકે જાણવા માટે આવે. અજ્ઞાનીને એ શુભભાવમાં પોતાપણે વર્તતો, આહાહાહા! અરે આવું આકરું પડે માણસને આમાં.
જો કે ક્રોધ, માન, માયા, રાગદ્વેષની લોભની ક્રિયા નિષેધવામાં આવી છે. તો એ પરભાવભૂત હોવાથી, ઓલામાં એમ હતું ને સ્વભાવભૂત હોવાને લીધે, નિષેધવામાં આવી તો પણ તે સ્વભાવભૂત હોવાનો તેને અધ્યાસ, અજ્ઞાનમાં અનાદિથી રાગની ક્રિયાનો અધ્યાસ હોવાથી, સ્વભાવભૂત હોવાનો અધ્યાસ હોવાથી એ જાણે કે મારી, મારી સ્વાભાવિક ક્રિયા છે એ, કારણકે સ્વભાવ છે એ તો જોયો નથી, જાણ્યો નથી. તેથી રાગની ક્રિયા તેને સ્વભાવભૂત હોવાનો અધ્યાસથી તેને ક્રોધરૂપે પરિણમે છે એટલે કે સ્વભાવથી વિરુદ્ધ એવા રાગરૂપે થાય છે, એ રાગરૂપે થયો એ ક્રોધરૂપે થયો. આહાહા ! ' અરેરે ! આવી વાતું સાંભળવી પણ મળે નહિ, એ બિચારાની જિંદગી ક્યાં જાય બાપા ! ભવિષ્યનો અનંતકાળ રખડવામાં એને જાય ! આવું અંતરતત્ત્વસ્વરૂપ એને સાંભળવા મળે નહિ તો એ વિચારે ક્યારે ને અંદરમાં જાય ક્યારે ? ક્રોધરૂપે પરિણમે છે, એટલે દ્વેષ થયો, રાગરૂપે પરિણમે છે એ માયા ને લોભ થયો, મોહરૂપે એટલે પરમાં સાવધાનરૂપ મિથ્યાત્વપણે પરિણમે છે. આહાહાહા !
ભગવાન આત્મા તો જ્ઞાનાનંદ સ્વભાવી પ્રભુ એ રાગની ક્રિયાથી તદ્દન ભિન્ન છે, એવા ભગવાનના જ્ઞાન સ્વરૂપને ન જાણતો, ભગવાન બીજો નહિ હોં, આ (નિજ)ભગવાન ! એના સ્વરૂપને ન જાણતો રાગની ક્રિયા મારી છે એમ સ્વભાવભૂતે વર્તતો, એ મિથ્યાત્વપણે પરિણમે છે. એ રાગપણે, દ્વેષપણે, મિથ્યાત્વરૂપે, ત્યારે આત્મા ને જ્ઞાન બે એકમેક તદરૂપ છે, એમ જ્ઞાનમાં વર્તતો એ વીતરાગી પર્યાયપણે વર્તતો ને સમ્યગ્દર્શનપણે વર્તતો એ સ્વભાવભૂત ક્રિયા છે. આહાહાહા !
આમ દસ-વીસ હજાર માણસ હોય આવી વાતું કરે, ત્યાં પાગલ જેવી વાતું લાગે એમ આ, (ઓલું તો કહે ) ઓલી તો વાતું આમ ઝપાટા મારતા એ તો આમ કરવું, આમ કરવું ને આમ કરવું. હૈં? દયા પાળવી, ભક્તિ કરવી, મંદિરો બનાવવા આમ કરવું, તેમ કરવું. હવે સાંભળને પરને તો કોણ કરે? અરરર! આહાહાહા ! રાત્રે તો કહ્યું'તું જરી ઝીણું. આ પગ છે ને પગ, એ પરમાણું છે આ જડ, આમ જે ગતિ થાય છે ને શરીરની પર્યાય, એ પર્યાયનો કર્તા આત્મા નથી, તેમ એ પર્યાયનો કર્તા એ પરમાણુંય નથી. ઝીણી વાત છે પ્રભુ! આહાહા! એ પર્યાય જે આમ થાય છે આમ, આ લ્યો જુઓ ને આ લ્યો આમ થાય છે ને આમ, આ પર્યાય છે આમ, પરમાણું તો કાયમ રહીને આ અવસ્થા થાય છે, એનો આત્મા કર્તા નથી. આત્મા કર્તા તો નથી પણ તે પર્યાયનો એના પરમાણુંય કર્તા નથી. પર્યાય પોતે કર્તા થઈને હાથ ચાલે છે ગતિ કરે છે. આહાહા ! હવે આવી વાતું રાતે જરી ઝીણું નીકળ્યું'તું થોડું. આહાહાહા !
હવે આંહીં તો કહે કે આ બધું શરીરની ક્રિયા, વાણીની ને આ ને આ પૈસા લેવા ને દેવા