________________
ગાથા-૬૯-૭૦
૧૭
અમારે તો એ હાલતું સંપ્રદાયમાં, હીરાજી મહારાજ હતા બિચારા એ વાત કરે, ખબર ન મળે કાંઈ તત્ત્વની, હીરાજી મહારાજ કહેતા પરની દયા અહિંસા, એ ૫૨મ ધર્મ બસ એ વાત કરે. કાંઈ, એ તત્ત્વ હતું જ નહિ. ૭૦, ૭૧, ૭૨, ૭૩ ચાર વરસ. ગુજરી ગયા બિચારા. ‘અહિંસા ૫૨મોધર્મ' ૫૨જીવની દયા પાળવી એ જ સિદ્ધાંતનો સાર છે. એ અહિંસા ધ૨મ છે એવું જેણે જાણ્યું એણે બધું જાણ્યું એમ કહેતાં. આંહીં કહે છે કે બાપુ એ તારી વાત જુઠ્ઠી તદ્ન છે. અહિંસા તો એને કહીએ, કે જે જ્ઞાનસ્વભાવી આત્મા, એવો જેવડો છે તેટલો પ્રતીતમાં લઈને એમાં એકાગ્ર થાય તેને દયા અને અહિંસા કહીએ. આવી વ્યાખ્યા. ઊગમણો આથમણો ફે૨! આહાહા!
અહીંયા તો કહે છે પ્રભુ તારો જ્ઞાન ને આનંદ જેમ સ્વભાવ છે, એમ આ રાગ એ તારો સ્વભાવ નથી. એ તો સંયોગી–સંબંધે ઉપાધિભાવ આવ્યો છે. હીરાજી મહારાજને જોયા છે કે નહિ તમે હિંમતભાઈ ? હૈં ! જોયા'તા ? ( શ્રોતાઃ–ના નથી જોયા ) આ હિંમતભાઈને, નાની ઉંમ૨માં જોયા હશે, આ હિંમતભાઈએ નો જોયા હોય, ૭૩ માં ગુજરી ગયા. તોંતેરના ચૈત્ર વદ આઠમ રસ્તામાં ગુજરી ગયા. ખેરાળી અને (વઢવાણ ) કાંપ વચ્ચે, ખેરાળી ને કાંપની વચ્ચે ૭૩ ના ચૈત્ર વદ આઠમ, આટલા વરસ થયા, હૈં ? ૬૨ વરસ થયા. આહાહા !
અરેરે ! પોતાના અજ્ઞાનભાવને લીધે, કર્મને લઈને એ એમ નહિ. પોતાનો જ્ઞાન ને આનંદ સ્વભાવ પ્રભુ, એને જાણ્યા વિના અજ્ઞાનને લીધે, શું છે ટીકા તે અમૃત છે ને ! વિશેષ નહિ જાણતો થકો, બે ના લક્ષણો ને તફાવતને ન જાણતો થકો એ ક્રોધાદિપણે વર્તતો, ક્રોધપણે વર્તતો, પુણ્ય ને પાપના ભાવ એમાં પોતાપણે વર્તતો, પોતાના સુધી નિઃશંક રીતે ક્રોધાદિમાં વર્તે છે, અને એ ક્રોધાદિમાં વર્તતો જો કે ક્રોધાદિ ક્રિયા ૫૨ભાવભૂત હોવાથી નિષેધવામાં આવી છે. આહાહાહા!
ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન સ્વભાવી પ્રભુ ! એમાં જે આ રાગ થાય છે, એ ક્રિયાને ક્રોધ ગણી અને ભગવાને નિષેધી છે. એ ક્રિયા કાંઈ તારું સ્વરૂપ નથી. નિઃશંક રીતે પુણ્ય-પાપના ભાવમાં પોતાપણે વર્તે, જોયું? એ રાગ છે એ મારો છે. છે સંયોગી ચીજ, છતાં અજ્ઞાની સ્વભાવના અજ્ઞાનને લઈને, એ રાગને પોતાપણે માનતો વર્તે છે, અને એ ક્રોધાદિમાં વર્તતો થકો, જો કે ક્રોધાદિ ક્રિયા ૫૨ભાવભૂત છે, એ વિભાવિક ક્રિયા છે, વિકારી ક્રિયા છે એ આત્માના સ્વભાવથી વિરુદ્ધ ક્રિયા છે, નિષેધવામાં આવી છે, ભગવાને એનો નિષેધ કર્યો છે. આહા !
ભાઈ ! દયા દાનના પરિણામ એ રાગ એ ક્રોધ છે ખરેખર તો, સ્વભાવ પ્રત્યેનો વિરોધ છે એમાં, એ ક્રિયાને ભગવાને નિષેધી છે, એટલે એ ક્રિયા તારી નહિ. એ ક્રિયા તો બંધનું કારણ– આસવનું કારણ, નવા આવરણો આવે એનું કારણ, એ ક્રિયા તારી નહિ. આહાહા !
તો પણ, નિષેધવામાં આવી છે તો પણ, ભગવાન સર્વજ્ઞ જિનેશ્વરનાથ, પરમેશ્વર ત્રિલોકનાથ એણે એ રાગની ક્રિયા ૫૨ભાવભૂત હોવાથી નિષેધી છે કે એ તારું સ્વરૂપ નહિ. એનાથી તને ધર્મ નહિ, અધર્મ છે એ તો. આહા ! આકરું ભારે પડે જગતને! આહાહા ! સ્વભાવભૂત હોવાનો, તેને સ્વભાવભૂત હોવાથી તેનો અધ્યાસ હોવાથી, અજ્ઞાનીને એ શુભઅશુભ ભાવ એ મારો સ્વભાવ છે તેનો એને અધ્યાસ થઈ ગયો છે, મારો સ્વભાવ અંદર જ્ઞાન