________________
૧૫
ગાથા-૬૯-૭૦ અહીંયા ક્રોધ કીધો છે, કેમ કે આત્માના સ્વભાવનો, પ્રેમ જેને સ્વભાવનો નથી અને જેને રાગનો પ્રેમ છે, તેને આત્મા પ્રત્યે ક્રોધ છે. આહાહા !
ભગવાન આત્મા! આનંદ ને જ્ઞાન સ્વભાવમાં તન્મય છે, એને છોડીને જે રાગ થાય ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિનો અશુભ રાગની તો વાત શું કરવી, પણ શુભરાગ જે છે. એમાં જેમને સંયોગસિદ્ધ સંબંધ છે, એ રાગને અને આત્માને સંયોગસિદ્ધ સંબંધ છે, સ્વભાવસિદ્ધ સંબંધ નથી. જેમ જ્ઞાનને ને આત્માને સ્વભાવસિદ્ધ સંબંધ છે તેમ રાગને ને આત્માને સંયોગસિદ્ધ સંબંધ છે-સંયોગી ભાવ છે એનો સ્વભાવભાવ નથી. આહાહા!
આવું ઝીણું હોય માણસો શું કરે. કહો પુનાતરજી! આવી વાત બાપા! પ્રભુ શું થાય? વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર, જિનેશ્વરદેવનો આ હુકમ છે, પ્રભુ તું આત્મા છો ને? આત્માનો સ્વભાવ તો જ્ઞાન અને આનંદ છે ને? જ્ઞાન મુખ્ય કેમ કહ્યું છે કે જ્ઞાનનો પર્યાય પ્રગટ છે તેથી તેને સમજવો ઠીક પડે. જ્ઞાન જાણવું જાણવું જાણવું જાણવું-એવું સ્વરૂપ એને અને આત્માને તરૂપ સંબંધ છે, તાદાત્મસિદ્ધ સંબંધ છે, તરૂપે નક્કી સ્વભાવ છે, એમ આત્માને અને પુણ્યપાપના ભાવને તાદાભ્ય સંબંધ નથી પણ સંયોગ સંબંધ છે. સંયોગી ભાવ છે એ તો, એ આત્માનો ભાવ નથી. આહાહાહા!
જ્યાં સુધી આ આત્મા, જેમને સંયોગસિદ્ધ સંબંધ છે એવા આત્માને ક્રોધાદિક્રોધ, માન, માયા, લોભ એ એને અહીંયા રાગદ્વેષના ભાવમાં ખતવ્યા, રાગના બે ભાગમાયા અને લોભ, દ્વષના બે ભાગ–ક્રોધ અને માન. એ રાગ અને દ્વેષના ભાગ ચાર આમ કષાય, કષાય એના બે ભાગ રાગ અને દ્વેષ, રાગદ્વેષના બે ભાગ, રાગ-માયા અને લોભ, દ્રષ-ક્રોધ ને માન એવો જે કષાયભાવ, છે? એને અને આત્માને સંયોગસિદ્ધ સંબંધ છે, સંયોગ-સંયોગ સંબંધ છે એમ નથી આંહીં કીધું ઓલામાં એમ તાદામ્યસિદ્ધ સંબંધ છે, એમ આને સંયોગસિદ્ધ સંબંધ છે, એની ચીજ નથી એ સંયોગી ચીજ છે. આહાહા !
જેમને સંયોગસિદ્ધ સંબંધ છે એવા આત્માને પુષ્ય-પાપના ભાવને આસ્રવો, એ આગ્નવ છે, શુભ કે અશુભ ભાવ એ આસવ છે, એ ક્રોધ, માન, માયા, લોભનો ભાગ છે. આસવોમાં પણ, પણ કેમ કીધું? કે આત્મા ને જ્ઞાનસ્વભાવમાં વર્તે છે એ તો યથાર્થપણું છે, પણ પુણ્ય ને પાપના આસવભાવમાં જે વર્તે છે એ મિથ્યાષ્ટિ અજ્ઞાની છે. અરે આવું ક્યાં સમજવું કઠણ પડે! એ ક્રોધાદિ આસ્રવોમાં એટલે કે પુણ્ય ને પાપ દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધના ભાવ એ બધા આસ્રવ છે. આસ્રવ એટલે? કે જેનાથી નવાં કર્મ આવે, એ ધર્મ છે એમ નહિ, ધર્મમાં તો સ્વભાવિક ધાર્મિક ક્રિયા જે વીતરાગી થાય તે ધર્મ અને આ રાગની ક્રિયાઆદિ જે છે એ ધાર્મિક ક્રિયા નથી-આસ્રવ છે, એનાથી તો નવા બંધ પડે છે. ભાષા સાદી પણ ભાવ પ્રભુ, બહુ ઝીણો બાપુ. એમાં અત્યારે તો ગરબડ બહુ થઈ ગઈ. આહાહા !
જેમ એક લોઢામાં કે લાકડામાં લાખ ચોડે છે લાખ, એ તો સંયોગી ચીજ થઈ, એનો સ્વભાવ નહિ, એમ ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વભાવી વસ્તુ પ્રભુ આત્મા, એને આ પુણ્યપાપના ભાવ એ સંયોગસિદ્ધ સંબંધ-આસ્રવ છે. સંયોગસિદ્ધ સંબંધ એવા આત્માને, ક્રોધાદિ આસ્રવોમાં પણ પોતાપણે, પોતાના અજ્ઞાનભાવને લીધે, કોઈ કર્મને લઈને એમ નહિ. આહાહા !