Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ્રથમકાર
૬૧
જે સમય માત્ર સ્થિતિ કહી છે, તે બંધ સમય છોડીને કહી છે એમ સમજવું. યોગનિરોધ કરતો–વીર્યવ્યાપારને બંધ કરતો આત્મા પહેલા બાદર કાયયોગના બળથી અંતર્મુહૂર્તમાત્ર કાળે બાદર વચનયોગનો રોધ કરે છે. તેનો રોધ કર્યા પછી અંતર્મુહૂર્ત તે જ અવસ્થામાં રહીને બાદર કાયયોગના અવલંબનથી બાદર મનોયોગનો અંતર્મુહૂર્ત કાળે રોધ કરે છે. કહ્યું છે કે, પહેલા બાદર કાયયોગ વડે બાદર વચનયોગ અને બાદર મનોયોગને અનુક્રમે રોકે છે. અહીં વચનયોગ અને મનયોગને રોકતા બાદર કાયયોગ એ અવલંબન માટે વીર્યવાન આત્માનું કરણ-ઉત્કૃષ્ટ સાધન મનાયું છે. એટલે કે વચન, મન અને કાયા દ્વારા વીર્યવ્યાપારનો રોધ કરવા માટે અવલંબનની જરૂર છે. અહીં કાયયોગ એ અવલંબન છે. કાય દ્વારા થતા વીર્યવ્યાપાર વડે પહેલા બાદર વચનયોગ, ત્યારપછી બાદર મનોયોગનો રોધ કરે છે. બાદર મનોયોગનો રોધ કર્યા પછી અંતર્મુહૂર્ત એ જ સ્થિતિ રહીને ઉચ્છવાસ નિઃશ્વાસને અંતર્મુહૂર્વકાળે રોકે છે. ત્યારપછી અંતર્મુહૂર્ત એ જ સ્થિતિમાં રહીને સૂક્ષ્મ કાયયોગના બળથી બાદર કાયયોગનો રોધ કરે છે. કારણ કે જ્યાં સુધી બાદર યોગ હોય ત્યાં સુધી સૂક્ષ્મ યોગો રોકી શકાતા નથી, સઘળા બાદર યોગનો રોલ કર્યા પછી જ સૂક્ષ્મ યોગોન રોધ થાય છે. કહ્યું છે કે, સૂક્ષ્મ કાયયોગ વડે બાદ કાયયોગનો પણ રોધ કરે છે. કારણ કે બાદર યોગો છતાં સૂક્ષ્મ યોગો રોકાતા નથી. અહીં કેટલાક આચાર્યો એમ કહે છે કે, બાદર કાયયોગના બળથી જ બાદર કાયયોગ રોકે છે. તેઓ અહીં આ પ્રમાણે યુક્તિ બતાવે છે–મ કારપત્રિક-કરવતથી કાપનાર કરવતિયો સ્તંભ ઉપર બેસીને જ સ્તંભને કાપે છે, તેમ બાદર કાયયોગના અવલંબનથી બાદર કાયયોગને રોકે છે. અહીં તત્ત્વ કેવળી મહારાજ જાણે. બાદર કાયયોગને રોકતો પૂર્વસ્પર્ધકોની નીચે અપૂર્વ સ્પદ્ધકો કરે, એટલે કે પહેલા વધારે વધારે વીર્યવ્યાપારવાળા સ્પદ્ધકો કરતો હતો. અહીં અત્યંત અલ્પ વીર્યવ્યાપારવાળા અપૂર્વ સ્પદ્ધકો કરે છે. યોગસ્થાનકનું સ્વરૂપ કહેવાના પ્રસંગે સ્પર્ધ્વકનું સ્વરૂપ આચાર્ય મહારાજ પોતાની મેળે જ બંધનકરણમાં કહેશે. અત્યાર પહેલા પર્યાપ્તિ પર્યાય વડે પરિણત આત્માએ કાયાદિવ્યાપારને કરવા માટે જે પદ્ધકો કર્યા હતાં, તે પૂર્વસ્પદ્ધકો કહેવાય છે, અને તે સ્થૂલ છે. 'જે સ્પદ્ધકોને હમણાં કરવાનો આરંભ કરે છે, તે સૂક્ષ્મ છે. કારણ કે આવા પ્રકારના અત્યંત હીન વિર્યાણુવાળા સ્પદ્ધકો પૂર્વે અનાદિ સંસારમાં કોઈ કાળે કર્યા ન હતા, માટે અપૂર્વ કહેવાય છે. તેમાં પૂર્વસ્પદ્ધકોમાંની નીચલી જે પહેલી બીજી આદિ વર્ગણાઓ છે, તેઓમાં જે વીર્યઅવિભાગ પલિચ્છેદ-વર્યાણુઓ હોય છે, તેઓના અસંખ્યાતા ભાગો ખેંચે છે, અને એક અસંખ્યાતમો ભાગ શેષ રાખે છે. અને જે જીવપ્રદેશો છે, તેનો એક અસંખ્યાતમો ભાગ ખેંચે
- ૧. અગિયારમા, બારમા અને તેરમા ગુણસ્થાનકે માત્ર યોગનિમિત્તે જે સ્થિતિનો બંધ થાય છે, તે પૂર્વના સમયે બંધાય, અને પછીના સમયે ભોગવાય, અને ત્યારપછીના સમયે સત્તારહિત થાય છે. એટલે કે જે સમયે બંધાય છે, ત્યારથી ત્રીજા સમયે સત્તા રહિત થાય છે. એટલે અકાષાયિક સ્થિતિનો બંધ બે સમય પ્રમાણ ગણાય છે. છતાં અહીં એક સમય કહ્યો, તે બંધ સમય છોડીને કહ્યો છે. માત્ર ભોગ્ય સમય જ લીધો છે.
૨. ચડતા ચડતા વિર્યાણુવાળી વર્ગણા અને સ્પર્ધકોનો જે ક્રમ છે, તે કાયમ રાખી વીર્યવ્યાપાર અત્યંત અલ્પ કરવો તે અપૂર્વરૂદ્ધક કહેવાય છે.