Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમહાર
૪૯૫
ભાંગામાં સાદિ આદિ ચાર ભાંગા ઘટે છે.
તથા જે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસબંધાદિ પહેલા ગુણસ્થાને થતા હોય તેના અનુત્કૃષ્ટ ભાંગા પર સાદિ અને સાંત એ બે ભાંગા ઘટે છે. કારણ કે મિથ્યાત્વ ગુણસ્થાનકે વારાફરતી ઉત્કૃષ્ટઅનુત્કૃષ્ટ બંનેનો સંભવ છે માટે.
એ પ્રમાણે જે પ્રકૃતિઓના જઘન્ય રસબંધાદિ પહેલા ગુણસ્થાનકે થતા હોય તેના અજઘન્ય ભાંગા પર સાદિ અને સાંત એ બે ભાંગા ઘટે છે. જઘન્ય અને ઉત્કૃષ્ટ અમુક સમય જ થતા હોવાથી તેના પર તો સાદિ અને સાંત એ બે જ ભાંગા ઘટે છે.
તથા તે સાદિ આદિ ભાંગા મૂળ અને ઉત્તર પ્રવૃતિઓના ભેદે બબ્બે પ્રકારે જાણવા. આ પ્રકૃતિબંધાદિ સઘળા ભેદો યથાવસરે સૂત્રકાર પોતે જ વિસ્તારપૂર્વક કહેશે. માટે અમે અહીં તેનો વિચાર કર્યો નથી. ૧૦-૧૧
મૂળ અને ઉત્તર પ્રવૃતિઓમાં સંભવતા બંધના અન્ય પણ ચાર ભેદો છે. તેઓને હવે
બતાવે છે
-
અ.
भूओगारप्पयरग अव्वत्त अवट्ठिओ य विनेया । - मूलुत्तरपगईबंधणासिया ते इमे सुणसु ॥१२॥
भूयस्कारोऽल्पतरकोऽवक्तव्योऽवस्थितश्च विज्ञेयाः ।
मूलोत्तरप्रकृतिबन्धनाश्रिताः तानिमान् श्रृणुत ॥१२॥ અર્થ–મૂળ અને ઉત્તર પ્રવૃતિઓના બંધાશ્રિત ભૂયસ્કાર, અલ્પતર, અવક્તવ્ય અને અવસ્થિત એ ચાર ભાંગા જાણવા. જેઓના સ્વરૂપને હવે પછી કહેશે તેને તમે સાંભળો.
ટીકાનુ–મૂળ પ્રકૃતિબંધ અને ઉત્તર પ્રકૃતિબંધ એ બંનેને આશ્રયીને રહેલા એટલે કે એ. દરેકમાં ઘટતા અન્ય પણ ચાર ભેદો છે. તે આ પ્રમાણે–ભૂયસ્કાર, અલ્પતર, અવક્તવ્ય, અને અવસ્થિત. હવે તે દરેકનું સ્વરૂપ કહે છે–
જ્યારે થોડી પ્રકૃતિ બાંધી વધારે પ્રકૃતિ બાંધે, એટલે કે પહેલા જે બંધ થાય છે, તેનાથી એકાદિ પ્રકૃતિનો વધારે બંધ કરે, જેમ કે–સાત કર્મ બાંધી આઠનો બંધ કરે, તે બંધ ભૂયસ્કાર કહેવાય છે.
જ્યારે વધારે પ્રકૃતિ બાંધી પછી થોડી બાંધે એટલે કે પહેલાં જે બંધાય છે, તેનાથી એકાદિ ચૂત પ્રકૃતિ બાંધે, જેમ કે–આઠ કર્મ બાંધી, સાતનો બંધ કરે, તે બંધ અલ્પતર કહેવાય છે.
આ બંને બંધનો એક સમયનો કાળ છે. કારણ કે જે સમયે વધે કે ઘટે તે જ સમયે તે બંધ ભૂયસ્કાર કે અલ્પતર કહેવાય. પછીના સમયે તેનો તે બંધ રહે તો તે અવસ્થિત કહેવાય. અને જો કદાચ વધે કે ઘટે તો તે બંધ અન્ય ભૂયસ્કાર કે અલ્પતર સંજ્ઞાને યોગ્ય થાય છે.
જ્યારે સર્વથા અબંધક થઈને ફરી બંધનો આરંભ કરે ત્યારે તે બંધ અવક્તવ્ય કહેવાય